IND vs SA, 2nd ODI Match Report: ભારતનો 7 વિકેટે વિજય, શ્રેયસ અય્યરની શાનદાર સદી, ઇશાન 7 રને ચુક્યો

|

Oct 09, 2022 | 9:06 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની બીજી વન ડે મેચ રાંચીમાં રમાઈ રહી છે. ભારતે બીજી વન ડે 7 વિકેટથી જીતી લઈને સિરીઝને 1-1 થી બરાબર કરી લીધી છે. આ પહેલા ભારતે લખનૌમાં રમાયેલી પ્રથમ વનડે મેચ 9 રને ગુમાવી હતી. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન કેશવ મહારાજે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી […]

IND vs SA, 2nd ODI Match Report: ભારતનો 7 વિકેટે વિજય, શ્રેયસ અય્યરની શાનદાર સદી, ઇશાન 7 રને ચુક્યો
Shreyas Iyer અને Ishan Kishanની શાનદાર ભાગીદારી

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની બીજી વન ડે મેચ રાંચીમાં રમાઈ રહી છે. ભારતે બીજી વન ડે 7 વિકેટથી જીતી લઈને સિરીઝને 1-1 થી બરાબર કરી લીધી છે. આ પહેલા ભારતે લખનૌમાં રમાયેલી પ્રથમ વનડે મેચ 9 રને ગુમાવી હતી. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન કેશવ મહારાજે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. નિર્ધારીત 50 ઓવરમાં પ્રવાસી ટીમે 7 વિકેટ ગુમાવીને હેન્ડ્રીક્સ અને માર્કરમની અડધી સદીની મદદ વડે 278 રન નોંધાવ્યા હતા. જવાબમાં શ્રેયસ અય્યર (Shreyas Iyer) ની સદી અને ઇશાન કિશન (Ishan Kishan) ની શાનદાર ઈનીંગ વડે ભારતે જીત મેળવી હતી.

ભારતની શરુઆત આ વખતે પણ સારી રહી નહોતીં. ભારતીય સુકાની શિખર ધવને ઝડપથી પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ધવનના રુપમાં ભારતને 28 રનના સ્કોર પર જ છઠ્ઠી ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ધવને 20 બોલનો સામનો કરીને 13 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 છગ્ગો નોંધાવ્યો હતો. ત્યાર બાદ શુભમન ગિલે 26 બોલનો સામનો કરીને 28 રન નોંધાવ્યા હતા. તેણે ભારતીય ટીમના 48 રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. આમ ભારતે 50 રનના આંકડાએ પહોંચવા અગાઉ બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી.

અય્યરની સદી, ઈશાન 7 રને ચૂક્યો

જોકે બાદમાં ઇશાન કિશન અને શ્રેયસ અય્યરે શાનદાર ભાગીદારી નોંધાવી હતી. ઈશાન 7 રન માટે સદી ચૂક્યો હતો. તેણે 84 બોલમાં 93 રનની શાનદાર ઈનીંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 છગ્ગા ફટકાર્યા હતા. તેની અય્યર સાથેની રમતે જ જીતનો પાયો નાંખ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

શ્રેયસ અય્યરે શાનદાર અણનમ સદી નોંધાવી હતી. તેણે 102 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. અય્યરે ભારતીય ટીમ માટે મહત્વની સદી નોંધાવી હતી.  તેની સદી દરમિયાન તેણે એક પણ છગ્ગો જમાવ્યો નહોતો, પરંતુ ઈનીંગમાં 14 ચોગ્ગા નોંધાવ્યા હતા. વન ડેમાં અય્યરે કારકિર્દીની બીજી સદી નોંધાવી હતી. આફ્રિકા સામેની રાંચીમાં રમાયેલી ઈનીંગ વન ડે કરિયરની તેની સૌથી મોટો ઈનીંગ સ્કોર નોંધાયો છે. તે અગાઉ 12 અડદી સદી નોંધાવી ચુક્યો છે. અંતમાં સંજુ સેમસન અને અય્યર બંને એ શાનદાર રમત દર્શાવી હતી. સેમસને પણ 30 રન સાથે અણનમ રહી અય્યરને સારો સાથ પૂરાવ્યો હતો.

 

મંગળવારે દિલ્હીમાં નિર્ણાયક વનડે

આમ ભારતીય ટીમે 3 મેચોની વન ડે સિરીઝને 1-1 થી બરાબર કરી લીધી છે. આમ દિલ્હીમાં રમાનારી અંતિમ વન ડે સિરીઝ માટે નિર્ણાયક રહેશે. દિલ્હીમાં આગામી 11 ઓક્ટોબરને મગંળવારે શ્રેણીની અંતિમ અને ત્રીજી વને ડે મેચ મેચ રમાનારી છે.

Published On - 9:00 pm, Sun, 9 October 22

Next Article