IND Vs SA 3rd ODI Score : ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની જીત, સિરીઝ કરી કબજે

IND Vs SA 3rd ODI Live Score Updates in Gujarati : આજે (21મી ડિસેમ્બર) ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે કરો યા મરો મેચ રમાઈ રહી છે. ભારતે 50 ઓવરમાં આઠ વિકેટે 296 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે મુશ્કેલ લક્ષ્ય મળ્યું છે. સંજુ સેમસને દ્વારા આજે પ્રથમ વનડે સેન્ચુરી ફટકારવામાં આવી હતી. આ ODI માં ભારતનો વિજય થયો હતો.

IND Vs SA 3rd ODI Score :  ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની જીત, સિરીઝ કરી કબજે
| Edited By: | Updated on: Dec 22, 2023 | 6:08 AM

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ હતી જેમાં ભારતનો વિજય થયો છે. આ મેચનું આયોજન પાર્લના બોલેન્ડ પાર્કમાં થયું હતું. બંને ટીમો વચ્ચેની આ સિરીઝ 1-1થી બરાબર હતી. સિરીઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ જીતી હતી, જ્યારે બીજી મેચ સાઉથ આફ્રિકાએ જીતી હતી, અને ભારતે અંતિમ મેચ જીતી સિરીઝ કબજે કરી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Dec 2023 12:00 AM (IST)

    IND vs SA Live Score: સાઉથ આફ્રીકાએ આઠમી વિકેટ ગુમાવી

    અર્શદીપની ઓવરમાં ટીમ ઈન્ડિયાને વધુ એક સફળતા મળી છે. રિંકૂ સિંહે બાઉન્ડ્રી પર સરળ કેચ પકડીને કેશવ મહારાજને 14 રન પર આઉટ થયો છે. ભારતીય સમય અનુસાર રાત્રે 12 કલાકે સાઉથ આફ્રીકાને જીત માટે 41 બોલમાં 84 રનની જરુર છે.

  • 21 Dec 2023 11:37 PM (IST)

    IND vs SA Live Score: ટીમ ઈન્ડિયાને મળી વિકેટ, મિલર આઉટ

    સાઉથ આફ્રીકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલર, મુકેશ કુમારની ઓવરમાં કેચ આઉટ થયો. તેણે 20 બોલમાં 10 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રીકાની ટીમ 39 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 195 રન બનાવી શકી હતી.


  • 21 Dec 2023 11:19 PM (IST)

    IND vs SA Live Score: ક્લાસેન અને વિયાન મુલ્ડર આઉટ

    દક્ષિણ આફ્રીકાની પાંચમી વિકેટ હેનરિચ ક્લાસેનના રુપમાં પડી. તે 22 બોલમાં 21 રન બનાવી આઉટ થયો. ભારતની છઠ્ઠી સફળતા વોશિંગટન સુંદરે અપાવી. 34મી ઓવરની બીજી બોલ પર વિયાન મુલ્ડર આઉટ થયો. તે ત્રણ બોલ પર માત્ર 1 રન બનાવી શક્યો.

  • 21 Dec 2023 11:05 PM (IST)

    IND vs SA Live Score: સાઉથ આફ્રીકાની ટીમ બેકફૂટ પર

    30મી ઓવરની ચોથી બોલ પર ટોની ડિ જોર્જી 81 રનની ઈનિંગ રમીને એલબીડબલ્યૂ થયો હતો. તેણે પોતાની ઈનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી હતી. 32મી ઓવરમાં  સાઈ સુદર્શન દ્વારા Klaasenનો શાનદાર કેચ પકડવામાં આવ્યો. જેના કારણે સાઉથ આફ્રીકાનો સ્કોર 174/5 (32.2 ઓવર) થયો હતો.

     

  • 21 Dec 2023 10:48 PM (IST)

    IND vs SA Live Score: સાઉથ આફ્રીકન કેપ્ટનની વિકેટ

     

    26મી ઓવરમાં ટીમ ઈન્ડિયાને ત્રીજી સફળતા મળી છે. એડન માર્કરમ સુંદરની ઓવરમાં આઉટ થયો છે. આઉટ થતા પહેલા માર્કરમે ટોની ડિ જોર્જી સાથે ત્રીજી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી છે. માર્કરમે 41 બોલમાં 36 રન બનાવ્યા છે. તેણે આ દરમિયાન 2 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી.

  • 21 Dec 2023 10:35 PM (IST)

    IND vs SA Live Score: મુકેશ શર્માએ છોડયો કેચ

     

    ધીરે ધીરે મેચ સાઉથ આફ્રીકાના પક્ષમાં જતી જોવા મળી રહી છે. 24.3 ઓવરમાં ટીમ ઈન્ડિયા પાસે સાઉથ આફ્રીકાની વધુ એક વિકેટ લેવાની તક હતી. મુકેશ શર્માએ de Zorzi દ્વારા ફટકારવામાં આવેલી રિવર્ઝ શિફ્ટના શોર્ટને short thirdમાં પકડવાનો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ રહ્યો.

  • 21 Dec 2023 09:58 PM (IST)

    IND Vs SA 3rd ODI Live Score : સાઉથ આફ્રીકાએ ગુમાવી બીજી વિકેટ

    દક્ષિણ આફ્રિકાને બીજો ઝટકો રાસી વાન ડેર ડુસેનના રૂપમાં લાગ્યો છે. તે 15મી ઓવરમાં અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. ડ્યુસેન 17 બોલમાં બે રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. દક્ષિણ આફ્રિકાએ 15 ઓવરમાં બે વિકેટે 76 રન બનાવ્યા છે. ટોની ડી જ્યોર્જી 47 રન બનાવીને અણનમ છે. એડન માર્કરામે હજુ ખાતું ખોલ્યું નથી.

  • 21 Dec 2023 09:28 PM (IST)

    IND Vs SA 3rd ODI Live Score : સાઉથ આફ્રીકાને પહેલો ઝટકો

    અર્શદીપ સિંહે મેચમાં ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે નવમી ઓવરના બીજા બોલ પર રીઝા હેન્ડ્રિક્સને આઉટ કર્યો. રીઝા 24 બોલમાં 19 રન બનાવીને કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકાએ નવ ઓવરમાં એક વિકેટે 59 રન બનાવ્યા છે. ટોની ડી જ્યોર્જી 33 રન બનાવીને અણનમ છે. Rassie van der Dussen હજુ ખાતું ખોલાવ્યું નથી.

  • 21 Dec 2023 08:18 PM (IST)

    IND Vs SA 3rd ODI Live Score : સાઉથ આફ્રીકાને મળ્યો 297 રનનો ટાર્ગેટ

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ ગુરુવારે રમાઈ રહી છે. પાર્લના બોલેન્ડ પાર્કમાં બંને ટીમો આમને-સામને છે. દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં આઠ વિકેટે 296 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે મુશ્કેલ લક્ષ્ય મળ્યું છે. સંજુ સેમસને દ્વારા આજે પ્રથમ વનડે સેન્ચુરી ફટકારવામાં આવી હતી.

    ODI ફોર્મેટમાં સંજુ સેમસન

    • ઇનિંગ્સ – 14
    • રન – 510
    • સરેરાશ – 56.67
    • સ્ટ્રાઈક રેટ – 99.61
    • સેન્ચુરી – 1
    • ફિફટી  – 3
  • 21 Dec 2023 08:16 PM (IST)

    IND Vs SA 3rd ODI Live Score : સુંદર અને રિંકૂ પણ આઉટ

    વોશિંગ્ટન સુંદર પણ પેવેલિયન પરત ફર્યો હતો. તે 49મી ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. તે બ્યુરેન હેન્ડ્રિક્સના બોલ પર એઈડન માર્કરામના હાથે કેચ આઉટ થયો હતો. સુંદરે નવ બોલમાં 14 રન બનાવ્યા હતા.

  • 21 Dec 2023 08:07 PM (IST)

    IND Vs SA 3rd ODI Live Score : ટીમ ઈન્ડિયાએ ગુમાવી છઠ્ઠી વિકેટ

    ગુજ્જુ ઓલરાઉન્ડર અક્ષર પટેલના રુપે ટીમ ઈન્ડિયાએ છઠ્ઠી વિકેટ ગુમાવી છે. ત્રણ બોલમાં એક રન બનાવીને તે બ્યૂરેન હેંડ્રિક્સની ઓવરમાં કેચ આઉટ થયો હતો.

     

  • 21 Dec 2023 07:54 PM (IST)

    IND Vs SA 3rd ODI Live Score : સેમસન પેવેલિયન પરત ફર્યો

     

    ભારતને પાંચમો ઝટકો સંજુ સેમસનના રૂપમાં લાગ્યો હતો. તે 114 બોલમાં 108 રન બનાવીને આઉટ થયો હતો.

  • 21 Dec 2023 07:03 PM (IST)

    IND Vs SA 3rd ODI Live Score : સેમસન અને તિલકે ફીફટીની ભાગીદારી કરી હતી

    સંજુ સેમસન અને તિલક વર્માએ ચોથી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પૂરી કરી હતી. ભારતે 34 ઓવરમાં ત્રણ વિકેટે 156 રન બનાવ્યા છે. સંજુ સેમસન 61 અને તિલક વર્મા 29 રન બનાવીને અણનમ છે. બંનેએ ચોથી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી છે.

  • 21 Dec 2023 06:45 PM (IST)

    IND Vs SA 3rd ODI Live Score : સંજૂએ ફટકારી મહત્વપૂર્ણ ફિફટી

    બેટ્સમેન સંજૂ સૈમસને 66 બોલમાં ફિફટી ફટકારી છે. ત્રીજી મેચમાં આ ભારતીય બેટ્સમેનને રન બનાવવામાં સઘર્ષ કરવો પડયો હતો. આ ગતિથી ટીમ ઈન્ડિયાનો સ્કોર 218ની આસપાસ રહેવાનો અનુમાન છે.

  • 21 Dec 2023 06:14 PM (IST)

    IND Vs SA 3rd ODI Live Score : ના ચાલી કેપ્ટન રાહુલની બેટ

     

    કેએલ રાહુલ આજની મેચમાં વધારે સારુ પ્રદર્શન ના કરી શક્યો. તે 35 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો છે. તેણે આ ઈનિંગમાં 2 ચોગ્ગા ફટકાર્યા. વિયાન મુલ્ડરની બોલ પર હેનરિચ ક્લાસેને રાહુલનો કેચ પકડયો હતો.

  • 21 Dec 2023 05:14 PM (IST)

    IND Vs SA 3rd ODI Live Score : સાઈ સુદર્શન આઉટ

    8મી ઓવરમાં સાઈ સુદર્શન Hendricksની બોલ પર એલબીડબ્લયૂ થયો છે. સાઈ સુદર્શન 10 રન બનાવી આઉટ થતા, ટીમ ઈન્ડિયાએ બીજી વિકેટ ગુમાવી છે.

  • 21 Dec 2023 05:09 PM (IST)

    IND Vs SA 3rd ODI Match:સંજુ સેમસને ચોગ્ગો ફટકાર્યો

  • 21 Dec 2023 05:05 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: છ ઓવર પછી ભારતનો સ્કોર 41/1

  • 21 Dec 2023 05:00 PM (IST)

    IND Vs SA 3rd ODI Match : હવે સંજુ સેમસન અને સાંઈ સુદર્શન ક્રિઝ પર

  • 21 Dec 2023 04:56 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: રજત પાટીદાર આઉટ

    રજત પાટીદારે પાંચમી ઓવરના પહેલા બોલ પર સિક્સ ફટકારી હતી. ત્યારબાદ ચોગ્ગો ફટકાર્યો અને પેવેલિયન પરત ફર્યો છે.રજત પાટીદાર (22) રનમાં આઉટ થયો છે. કેટલાક સારા શોટ રમ્યા બાદ તે નાન્દ્રે બર્જરના બોલ પર બોલ્ડ થયો હતો.

  • 21 Dec 2023 04:54 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: રજત પાટીદારે સિક્સ ફટકારી

  • 21 Dec 2023 04:54 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: ભારતનો સ્કોર 30-0

    4 ઓવર બાદ ભારતનો સ્કોર કોઈપણ નુકસાન વગર 30 રન છે.

  • 21 Dec 2023 04:50 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: સાંઈ સુદર્શને ચોગ્ગો ફટકાર્યો

    સાંઈ સુદર્શને ચોથી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

     

  • 21 Dec 2023 04:46 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: ભારતે બે ઓવરમાં કોઈપણ નુકશાન વિના 17 રન બનાવ્યા

    સાઉથ આફ્રિકા સામે ભારતની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. રજત પાટીદાર સાઈ સુદર્શનની સાથે ક્રિઝ પર આવી ગયા છે. ભારતે બે ઓવરમાં કોઈપણ નુકશાન વિના 17 રન બનાવી લીધા છે.

  • 21 Dec 2023 04:39 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: રજત પાટીદારે ચોગ્ગો ફટકાર્યો

  • 21 Dec 2023 04:38 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: ભારતનો સ્કોર 5-0

    1 ઓવર બાદ ભારતનો સ્કોર કોઈપણ નુકસાન વગર 5 રન છે.

  • 21 Dec 2023 04:37 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: રજત પાટીદાર ડેબ્યુ સાથે ક્રિઝ પર ઉતર્યો

    આજની મેચ સાથે રજત પાટીદાર ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી રહ્યો છે. મધ્યપ્રદેશ અને IPLમાં વિરાટ કોહલી સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમનાર પાટીદાર માટે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રથમ મેચ છે.

  • 21 Dec 2023 04:34 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: મેચ શરુ રજત પાટીદાર અને સુદર્શન ક્રિઝ પર

  • 21 Dec 2023 04:25 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: સિરીઝની બીજી મેચમાં રિંકુ સિંહે ડેબ્યુ કર્યું હતુ

  • 21 Dec 2023 04:25 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: સાઉથ આફ્રિકાની પ્લેઈંગ 11

    સાઉથ આફ્રિકા: રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જ્યોર્જી, રાસી વેન ડાર ડ્યુસેન, એડન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટમેન), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, કેશવ મહારાજ, નાન્દ્રે બર્જર, લિઝાદ વિલિયમ્સ, બ્યુરેન હેન્ડ્રીક્સ.

  • 21 Dec 2023 04:20 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: આ ખેલાડી ઈજાગ્રસ્ત છે

    ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રજત પાટીદારે ભારત માટે ડેબ્યુ કર્યું હતું. ઋતુરાજ ગાયકવાડ ઘાયલ છે. આ દરમિયાન કુલદીપ યાદવને આરામ આપવામાં આવ્યો છે. તેમના સ્થાને વોશિંગ્ટન સુંદરને સામેલ કરવામાં આવ્યા છે.

  • 21 Dec 2023 04:14 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરશે

    ભારત સામેની ત્રીજી વનડેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે સતત બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરવી પડશે.

  • 21 Dec 2023 04:02 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: સાઉથ આફ્રિકાએ જીત્યો ટૉસ

    સાઉથ આફ્રિકાએ જીત્યો ટૉસ, ભારત પહેલા કરશે બેટિંગ

  • 21 Dec 2023 03:59 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: ટીમ ઈન્ડિયાની નજર સિરીઝ જીતવા પર, રજત પાટીદાર વનડેમાં ડેબ્યૂ કરશે

    રજત પાટીદાર આ મેચમાં ભારતીય ટીમ માટે વનડેમાં ડેબ્યૂ કરશે. તેને ટોસ પહેલા ડેબ્યૂ કેપ આપવામાં આવી છે. મધ્યપ્રદેશ માટે ઘરેલુ ક્રિકેટ રમનાર રજત પાટીદાર IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમનો ખેલાડી છે.

  • 21 Dec 2023 03:55 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: ભારતની સંભવિત પ્લેંઈગ 11 ખેલાડીઓ

    કે.એલ રાહુલ, ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, રજત પાટીદાર, સંજુ સેમસન, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, આવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમાર

  • 21 Dec 2023 03:50 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: રાહુલ બદલો લેવા મેદાનમાં ઉતરશે

    આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની પ્રતિષ્ઠા દાવ પર છે એટલું જ નહીં, ટીમના કેપ્ટન કેએલ રાહુલની પણ આ સિરીઝમાં જૂનો બદલો લેવા પર નજર છે. વર્ષ 2022માં પણ ભારતે સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો અને ત્રણ મેચની વનડે સિરીઝ રમી હતી. આ સિરીઝમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે પણ રાહુલ ટીમનો કેપ્ટન હતો.
    આ વખતે પણ રાહુલ ટીમનો સુકાની છે અને છેલ્લા પ્રવાસમાં મળેલી સિરીઝની હારની ભરપાઈ કરવાનો પૂરો પ્રયાસ કરશે.

  • 21 Dec 2023 03:40 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઇ હતી

    વનડેસિરીઝ પહેલા ભારતે સાઉથ આફ્રિકામાં T20 સિરીઝ રમી હતી, જેની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઇ ગઈ હતી. આ પછી પણ ઘણી મેચો પર વરસાદની અસર જોવા મળી હતી, આ પછી વરસાદના કારણે કોઈ મેચ રદ્દ થઈ નથી.

  • 21 Dec 2023 03:35 PM (IST)

    IND Vs SA 3rd ODI Match: ODIમાં ભારત અને સાઉથ આફ્રિકાનો એકંદરે રેકોર્ડ

    કુલ ODI મેચઃ 93

    ભારત જીત્યું: 39

    સાઉથ આફ્રિકા જીત્યું: 51

    અનિર્ણિત: 3

  • 21 Dec 2023 03:31 PM (IST)

    IND Vs SA 3rd ODI Cricket Match: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સિરીઝનો રેકોર્ડ

    કુલ વનડે સિરીઝ : 8

    • ભારત : 1
    • સાઉથ આફ્રિકા : 7
  • 21 Dec 2023 03:26 PM (IST)

    IND Vs SA 3rd ODI Cricket Match: કેએલ રાહુલની કપ્તાનીમાં ટીમ મેદાનમાં ઉતરશે

    કેએલ રાહુલની કપ્તાનીમાં યુવા ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી સાઉથ આફ્રિકામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જ કારણ છે કે તેઓ આ મેચ પણ પોતાના નામે કરવા માંગે છે.

Published On - 3:25 pm, Thu, 21 December 23