IND vs SA: કેપટાઉન ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, મહત્વનો બોલર નિર્ણાયક ટેસ્ટમાં ઇજાને લઇ રહેશે બહાર!

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે છેલ્લી ટેસ્ટ 11 જાન્યુઆરીથી કેપટાઉનના ન્યૂ લેન્ડ્સ મેદાન પર રમાશે. અહીં જીતનારી ટીમ શ્રેણી પર કબ્જો કરશે. પરંતુ, આ મહત્વપૂર્ણ મેચ પહેલા આ સમાચાર ટીમ ઈન્ડિયા માટે સારા નથી.

IND vs SA: કેપટાઉન ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, મહત્વનો બોલર નિર્ણાયક ટેસ્ટમાં ઇજાને લઇ રહેશે બહાર!
Mohammed Siraj જોહાનિસબર્ગ ટેસ્ટ દરમિયાન હેમસ્ટ્રિંગથી પરેશાન થયો હતો.
| Edited By: | Updated on: Jan 08, 2022 | 10:15 AM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે હવે નિર્ણાયક જંગ ખેલાવાનો છે, જેનો અખાડો કેપટાઉન હશે. બંને ટીમો વચ્ચે 11 જાન્યુઆરીથી કેપટાઉન (Cape Town Test) ના ન્યૂ લેન્ડ્સ મેદાન પર મેચ રમાશે, જેમાં શ્રેણી દાવ પર લાગી જશે. એટલે કે અહીં વિજેતા ટીમ સિરીઝ પર કબ્જો કરશે. પરંતુ, આ મહત્વપૂર્ણ મેચ પહેલા આ સમાચાર ટીમ ઈન્ડિયા માટે સારા નથી. વાસ્તવમાં છેલ્લી ટેસ્ટમાં તેના ઝડપી બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ના રમવા પર સસ્પેન્સ છે. સિરાજને બીજી ટેસ્ટ મેચ દરમિયાન હેમસ્ટ્રિંગ ઈજા થઈ હતી.

ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ના જણાવ્યા અનુસાર સિરાજ તેની હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. પરંતુ અમે નિશ્ચિતપણે કહી શકતા નથી કે તે 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાનારી અંતિમ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે. તેમણે કહ્યું, સિરાજ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. અમે તેની ફિટનેસ પર સતત નજર રાખીએ છીએ. આગામી 4 દિવસમાં આપણે જોઈશું કે તે કેટલો ફિટ છે. કેપટાઉનમાં તેની મેચ ફીટ થઈ જાય પછી જ અમે તેના પર નિર્ણય કરી શકીશું.

સિરાજની ઈજાથી વ્યૂહરચનામાં ફરક પડ્યો

દ્રવિડે સિરાજના વખાણ કરતા કહ્યું કે, તે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ સંપૂર્ણ રીતે ફિટ નહોતો. આ હોવા છતાં, તેણે બોલિંગ કરી. તેણે કહ્યું કે જો કે અમે તેનો પૂરેપૂરો ઉપયોગ કરી શક્યા નહોતા, જેના કારણે બીજી ટેસ્ટમાં અમારી વ્યૂહરચના થોડી બરબાદ થઈ ગઈ.

કેપટાઉન ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાની સમસ્યા માત્ર સિરાજની ઈજા જ નહીં પરંતુ હનુમા વિહારીની ઈજા પણ છે. દ્રવિડે કહ્યું કે અત્યાર સુધી તેની ઈજા પર ફિઝિયો સાથે કોઈ વાત થઈ નથી. તેથી તેઓ કહી શકતા નથી કે હનુમાની ઈજા કેટલી ગંભીર છે.

કેપ ટાઉનમાં નિર્ણાયક જંગ!

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. ભારતીય ટીમ એક પણ વખત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. આ વખતે તેની પાસે ઈતિહાસ રચવાની તક છે. જો કે, આ માટે ભારતીય ટીમને કેપટાઉનમાં તેના ખરાબ રેકોર્ડનો સામનો પણ કરવો પડશે. ભારતીય ટીમ આજ સુધી કેપટાઉનમાં એકપણ ટેસ્ટ જીતી શકી નથી.

કેપટાઉનમાં રમાયેલી છેલ્લી 5 મેચોમાં તેને 3માં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 2 ટેસ્ટ ડ્રો રહી છે. પરંતુ, સારી વાત એ છે કે આ વખતે સિરીઝમાં જે નથી થયું તે થતું જોવા મળી રહ્યું છે. સેન્ચુરિયનમાં ભારત અગાઉ જીત્યું ન હતું, પરંતુ ત્યાં પ્રથમ ટેસ્ટ જીતી હતી. આ પછી જોહાનિસબર્ગમાં તે હાર્યા ન હતા, પરંતુ પ્રથમ વખત હાર્યા હતા અને બીજી ટેસ્ટ હારી ગયા હતા. હવે જો આમ જ ચાલશે તો શ્રેણી પણ કેપટાઉનના કિલ્લા સાથે ભારતની થઈ શકે છે.

 

આ પણ વાંચોઃ IND vs SA: હાર બાદ કેપટાઉન ટેસ્ટ માટે મોટો પડકાર, રાહુલ દ્રવિડે બેટીંગ ઓર્ડરને લઇને કરવો પડશે મોટો નિર્ણય

આ પણ વાંચોઃ Covid19: સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કેન્દ્રમાં ફુટ્યો ‘કોવિડ બોમ્બ’, 35 નેશનલ ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં

Published On - 10:09 am, Sat, 8 January 22