
IND vs SA, 3rd Test: દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ગુરુવારે ભારતે તેના બીજા દાવમાં 198 રન બનાવ્યા હતા. આ રીતે ભારતે દક્ષિણ આફ્રિકા સામે 212 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ભારતીય દાવનો અંત આવતાં જ ટી બ્રેક લેવામાં આવ્યો હતો. ભારતીય ઇનિંગ્સનુ આકર્ષણ ઋષભ પંત (Rishabh Pant) ની સદી હતી. જેણે અણનમ 100 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જેન્સને ચાર અને કાગીસો રબાડા અને લુંગી એનગિડીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
કેપટાઉન ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ છે, જેમાં યજમાન દક્ષિણ આફ્રિકા મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ભારતના 212 રનના ટાર્ગેટના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસની રમત પૂરી થવા સુધી બે વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા હતા. કેપ્ટન ડીન એલ્ગર (Dean Elgar) અને કીગન પીટરસને પોતાની ટીમને દક્ષિણ આફ્રિકા માટે મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી, પરંતુ જસપ્રિત બુમરાહે દિવસના છેલ્લા બોલે એલ્ગરની વિકેટ ઝડપીને ભારતની વાપસીની આશા વધારી દીધી હતી.
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને ઉમેશ યાદવ.
દક્ષિણ આફ્રિકા: ડીન એલ્ગર (વિકેટકીપર), એડન માર્કરમ, કીગન પીટરસન, રાસી વેન ડેર ડુસેન, ટેમ્બા બાવુમા, કાયલ વર્ને (વિકેટકીપર), માર્કો યાનસન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, ડુઆન ઓલિવિયર, લુંગી એનગીડી.
એલ્ગર આઉટ થતાં જ અમ્પાયરે સ્ટમ્પનો નિર્ણય લીધો હતો. યજમાન ટીમે બીજા દાવમાં બે વિકેટે 101 રન બનાવ્યા છે. તેઓ જીતથી 11 રન પાછળ છે, જ્યારે ભારતને 8 વિકેટની જરૂર છે. મેચ હજુ પણ કોઈપણ તરફ જઈ શકે છે.
જસપ્રીત બુમરાહે 30મી ઓવર લાવીને આખરે એલ્ગરની ઇનિંગનો અંત લાવ્યો. આ વિકેટ સાથે દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. એલ્ગર આગળ આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને બોલ બેટની કિનારી સાથે અથડાયો અને પંતના હાથમાં ગયો. ભારતે રિવ્યુ લીધો અને કોહલી સાચો સાબિત થયો. અલ્ટ્રા-એજમાં દેખાય છે કે બોલ બેટને અથડાયો હતો. તે 96 બોલમાં 30 રન બનાવીને પરત ફર્યો હતો.
જસપ્રીત બુમરાહનો ઓવર મોંઘો. તેણે 24મી ઓવરમાં 8 રન આપ્યા હતા. કીગન પીટરસને ઓવરના ત્રીજા બોલ પર ફ્લિક કરીને ત્રણ રન લીધા હતા. આ સાથે એલ્ગરની તેની અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ હતી. પીટરસને ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
શાર્દુલ ઠાકુર 18મી ઓવર લઇ આવ્યો અને આ ઓવરમાં ચાર રન આપ્યા. ઓવરનો છેલ્લો બોલ એલ્ગરના બેટની કિનારે વાગ્યો, પૂજારા બોલને રોકવામાં નિષ્ફળ ગયો અને તે બાઉન્ડ્રીની પાર ગયો. આગલી ઓવરમાં અશ્વિને એક રન આપ્યો હતો.
આર અશ્વિન 16મી ઓવર લાવ્યો હતો. ઓવરના પહેલા બોલ પર પીટરસન બેક ફૂટ પર ગયો અને શોટ રમ્યો અને ફોર ફટકારી. આ સાથે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 50ને પાર થયો હતો.
દક્ષિણ આફ્રિકાની ઈનિંગની 14 ઓવર થઈ ગઈ છે અને એવું લાગી રહ્યું છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ આજે જ મેચ સમાપ્ત કરવાના ઈરાદા સાથે ઉતરી છે. ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને 44 રન બનાવી લીધા છે. જો ભારતને અહીં વિકેટ નહીં મળે તો તેમના માટે મુશ્કેલ બની જશે.
11મી ઓવર જસપ્રીત બુમરાહ લાવી હતી અને તેની શરૂઆત એલ્ગરે ચોગ્ગાથી કરી હતી. તેણે ગલી અને બેકવર્ડ પોઈન્ટ વચ્ચે પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં 8 રન આવ્યા હતા
મોહમ્મદ શામીએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. 23 રન પર ઓપનીંગ જોડીને તોડી ને માર્કરમને શામીએ પોતાનો શિકાર બનાવ્યો હતો. કેએલ રાહુલના હાથમાં માર્કરમનો કેચ ઝડપાયો હતો.
દક્ષિણ આફ્રિકા તરફથી ડીન એલ્ગર અને એડન માર્કરમે બેટિંગ શરૂ કરી છે. જસપ્રીત બુમરાહ ભારત માટે બોલિંગની શરૂઆત કરી છે.
ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે સદી ફટકારી છે. આ તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી હતી. આ સદી માટે પંતે 133 બોલનો સામનો કર્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા પર 208 રનની લીડ મેળવી લીધી છે.
CENTURY for @RishabhPant17 👏👏#SAvIND #TeamIndia pic.twitter.com/DLthGaWcww
— BCCI (@BCCI) January 13, 2022
લંચ બાદ સાઉથ આફ્રિકાએ જબરદસ્ત વાપસી કરીને ભારતીય ટીમની 9 વિકેટ ઝડપી હતી. માર્કો યાનસેને મોહમ્મદ શમીને પેવેલિયન પરત મોકલ્યો હતો. ભારતીય ટીમનો સ્કોર, 189/9. ભારતીય ટીમની લીડ 206 રન પર પહોંચી ગઈ છે.
Lungi Ngidi producing the goods with three game changing wickets✅ #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India | @JohnnieWalkerSA pic.twitter.com/BDoD3z25nT
— Cricket South Africa (@OfficialCSA) January 13, 2022
લંચ બાદ ભારતીય ટીમની વિકેટો સતત પડતી રહી હતી. કાગીસો રબાડાએ ઉમેશ યાદવને શૂન્યના સ્કોર પર પેવેલિયન પરત મોકલ્યો હતો. ભારતીય ટીમનો સ્કોર, 180/8. 193 રનની લીડ સાથે.
🔴 CAUGHT
Yadav is has to go after feathering one off Rabada’s bowling to Verreynne behind the stumps
🇮🇳 @BCCI are 180/8 after 58.5 overs
📺 Live on SuperSport Grandstand and SABC 3
📝 Ball by Ball: https://t.co/c1ztvrT95P#SAvIND #FreedomTestSeries #BePartOfIt @Betway_India— Cricket South Africa (@OfficialCSA) January 13, 2022
3RD TEST. 57.5: D Olivier to R Pant (83), 6 runs, 176/7 https://t.co/9V5z8QkLhM #SAvIND
— BCCI (@BCCI) January 13, 2022
લુંગી એંગીડીની 57મી ઓવરમાં શાર્દુલ ઠાકુર આઉટ થયો હતો. ભારતને સાતમો ઝટકો લાગ્યો હતો. ઓવરના પહેલા જ બોલ પર ઠાકુર ડ્રાઇવ કરે છે અને પરંતુ ખોટા ફૂટવર્કને કારણે બોલ કિનારે અથડાય છે. વેરેન એક સરળ કેચ પકડી લે છે. તે 13 બોલમાં 5 રન બનાવીને પરત ફર્યો હતો.
શાર્દુલ ઠાકુર પણ ઓલિવરના બોલ પર બચી ગયો હતો. 54મી ઓવરના ચોથા બોલ પર ઠાકુર ફ્લિક કરે છે, બોલ ઊંચો થઈને મિડ-વિકેટમાં જાય છે પરંતુ ત્યાં કોઈ ફિલ્ડર ન હતો અને ઠાકુર બચી ગયો હતો.
રવિચંદ્રન અશ્વિન 7 રન બનાવીને લુંગી એંગીડીનો શિકાર બન્યો હતો. લંચ બ્રેક બાદ દક્ષિણ આફ્રિકા બે વિકેટ ઝડપીને મેચમાં પરત ફરવાની આશા જીવંત રાખી હતી. ભારતનો સ્કોર, 162/6, 175 રનની લીડ સાથે.
ભારતને મોટો ફટકો. કેપ્ટન વિરાટ કોહલી આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. 49મી ઓવરના બીજા બોલ પર એનગિડીએ કોહલીને માર્કરમના હાથે કેચ આઉટ કરાવ્યો. કોહલી 143 બોલમાં 29 રન બનાવીને આઉટ થયા હતા.
કેશવ મહારાજ 48મી ઓવરમાં એવું લાગી રહ્યું હતું કે, પંત આની રાહ જોઈ રહ્યા હતા. ઓવરના પ્રથમ બોલને સ્વીપ કરીને, તેણે મિડ-વિકેટ તરફ રમ્યો અને સિક્સર ફટકારી. પછીના બોલ પર, તેણે મિડ-ઓફ પર સિક્સર ફટકારી. આ ઓવરમાં કુલ 15 રન આવ્યા હતા.
લંચ બાદ પ્રથમ ઓવર કેશવ મહારાજને આપવામાં આવી હતી. એલ્ગર સ્પિન સાથે નવા સેશનની શરૂઆત કરવા માંગતો હતો. જોકે આ ઓવરમાં માત્ર બે રન જ આવ્યા હતા.
ભારતે લંચ બ્રેક સુધી ચાર વિકેટ ગુમાવીને 130 રન બનાવી લીધા છે અને તેની લીડ 143 થઈ ગઈ છે. દિવસની શરૂઆત ખરાબ રહી હતી. રહાણે અને પૂજારા પ્રથમ બે ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી પંત અને કોહલીએ ઇનિંગની કમાન સંભાળી હતી. લંચ સમયે રિષભ પંત 51 અને કેપ્ટન વિરાટ કોહલી 28 રને રમતમાં હતા.
Lunch on Day 3 of the 3rd Test.
After losing two early wickets in the morning session, @imVkohli and @RishabhPant17 steady ship for #TeamIndia. Lead by 143 runs.
Scorecard – https://t.co/rr2tvATzkl #SAvIND pic.twitter.com/6a2aLCUA3Q
— BCCI (@BCCI) January 13, 2022
માર્કોની 43મી ઓવરના ત્રીજા બોલ પર પંતે મિડ-વિકેટ પર શોટ રમ્યો અને બે રન લીધા. આ સાથે તેણે પોતાની અડધી સદી પૂરી કરી. દક્ષિણ આફ્રિકા સામે આ તેની પ્રથમ અર્ધસદી છે. તેણે 60 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાના 50 રન પૂરા કર્યા.
FIFTY!
A gritty and well made half-century for @RishabhPant17 👏👏
This is his 8th in Test cricket.#SAvIND pic.twitter.com/qFIqK2Ntgt
— BCCI (@BCCI) January 13, 2022
કાગીસો રબાડાની 37મી ઓવર સાથે સાત રન મળ્યા. ઓવરના છેલ્લા દિવસે બોલ નો બોલ હતો. આ પછી કોહલીએ આગલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. કોહલી ધીમી બેટિંગ કરી રહ્યો છે પરંતુ હાલ માટે ટીમને તેનું ક્રિઝ પર રહેવું જરૂરી છે.
India: 116/4, ભારત 129 રનથી આગળ
India: 98/4, ભારત 111 રનથી આગળ
ડ્રિંક્સ બ્રેક થયાને ત્રણ ઓવર થઈ ગઈ છે. અને આ 3 ઓવરમાં ભારતે 6 રન બનાવ્યા છે. 34મી ઓવરમાં આવેલા ઓલિવરના પહેલા જ બોલ પર પંતે કવર તરફ ચોગ્ગો ફટકાર્યો હતો. 34 ઓવર બાદ ભારતની લીડ 109 રન પર પહોંચી ગઈ છે.
ભારતની બીજી ઈનિંગની 31 ઓવર સાથે પૂરી થઈ ગઈ છે. દિવસની શરૂઆતમાં રહાણે અને પૂજારાની વિકેટ ગુમાવ્યા પછી, પંત અને કોહલી ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતે 90 રન બનાવીને 103ની લીડ મેળવી લીધી છે.
28 ઓવર પછી ભારતનો સ્કોર ચાર વિકેટ પર 80 રન છે અને કુલ લીડ 93 રન થઈ ગઈ છે. વિકેટકીપર ઋષભ પંત 20 અને વિરાટ કોહલી 16 રન સાથે ક્રિઝ પર છે. બંને ખેલાડીઓ તરફથી મોટી ઇનિંગ્સની જરૂર છે.
પંત આજે સારા ફોર્મમાં દેખાઈ રહ્યો છે. તેણે માત્ર 25 બોલ રમ્યા છે અને 20 રન બનાવ્યા છે. તેની આ ટૂંકી ઇનિંગમાં તેણે ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે. બીજી તરફ કોહલી ખૂબ જ સરળ બેટિંગ કરી રહ્યો છે અને ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે.
કાગીસો રાબડા 23મી ઓવર લઈને આવ્યો અને તેણે 10 રન આપ્યા. ઓવરના પહેલા બોલ પર પંતે ફાઇન શોટ લેગ પર ફોર ફટકારી. ઓવરના છેલ્લા બોલ પર તેણે બીજી બાઉન્ડ્રી ફટકારી. આ અત્યાર સુધીનો દિવસનો સર્વશ્રેષ્ઠ ઓવર રહ્યો છે.
પૂજારા-રહાણેના વહેલા આઉટ થયા બાદ હવે ભારતને કોહલી અને રિષભ પંતની જોડી પાસેથી ઘણી આશાઓ હશે. કોહલી 16 અને પંત 10ના વ્યક્તિગત સ્કોર પર રમી રહ્યા છે.
ભારત 70/3 (23 ઓવર), ભારત 83 રનથી આગળ
Keegan Petersen with a magnificent catch on the second ball of the day😍 #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/zqcAtMahSi
— Cricket South Africa (@OfficialCSA) January 13, 2022
કાગીસો રબાડા અને અજિંક્ય રહાણે 19મી ઓવરમાં આઉટ કર્યો હતો. ભારતે ત્રીજા દિવસની પ્રથમ બે ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી છે. બોલ રહાણેના બેટ સાથે અથડાયો અને પ્રથમ સ્લિપમાં ઉભેલા કેપ્ટન એલ્ગરના હાથમાં ગયો. અમ્પાયરે આઉટ ન આપ્યો અને દક્ષિણ આફ્રિકાએ રિવ્યુ લેવાનો નિર્ણય કર્યો. અલ્ટ્રા-એજમાં સ્પષ્ટ દેખાતું હતું કે, બોલ બેટની ધાર પર વાગ્યો હતો. રહાણે નવ બોલમાં એક રન બનાવીને પરત ફર્યો હતો.
ત્રીજા દિવસની પ્રથમ ઓવર ભારત માટે ઘણી મોંઘી રહી હતી. પૂજારાએ વિકેટ ગુમાવતા હવે વિરાટ કોહલી પર દબાણ વધી ગયું છે. ટીમે અત્યાર સુધી 71 રનની લીડ મેળવી લીધી છે પરંતુ ત્રણ મહત્વની વિકેટ પણ ગુમાવી છે.
વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ ત્રીજા દિવસની રમતની શરૂઆત કરી હતી. પુજારા ઇનિંગના બીજા બોલ પર આઉટ થયો હતો.
Published On - 2:01 pm, Thu, 13 January 22