IND Vs SA, T20 Live Score Highlights: આસાન સ્કોર છતાં ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાને પરેશાન કરી દીધુ, 5 વિકેટે ભારત સામે જીત

India vs South AfricaT20 world Cup 2022 Live Score Updates Highlights: ભારતીય ટીમે સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે સાઉથ આફ્રિકા (India vs South Africa )ને કોઈપણ સંજોગે હરાવવી પડશે.

IND Vs SA, T20 Live Score Highlights:  આસાન સ્કોર છતાં ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાને પરેશાન કરી દીધુ, 5 વિકેટે ભારત સામે જીત
બંને ટીમોની નજર સેમિફાઇનલમાં જગ્યા બનાવવા પર
Image Credit source: TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2022 | 8:25 PM

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ પર્થમાં રમાશે.T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ આજે જીતની હેટ્રિક લગાવવા ઉતરશે. આજે સુપર 12માં તેનો સામનો સાઉથ આફ્રિકા સામે છે. ભારતે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ગુરુવારે, તેઓએ નેધરલેન્ડ્સને હરાવ્યું. તે પોતાની બંને મેચ જીતીને ટોચ પર છે. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ તેની બે મેચમાંથી માત્ર એક મેચ જીતી શકી છે. બંને ટીમો માટે સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે આજની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

IND vs SA: પ્લેઇંગ XI

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), દીપક હુડ્ડા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એઈડન માર્કરામ, રિલે રૂસો, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, વેઈન પેર્નેલ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, માર્કો યાનસન, એનરિક નોરખિયા.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Oct 2022 07:39 PM (IST)

    IND Vs SA, T20 Live Score : માર્કરમે આઉટ

    હાર્દિક પંડ્યા માર્કરામની ગતિને રોકવામાં સફળ રહ્યો હતો. તેણે માર્કરામને 52 રન પર આઉટ કરીને દક્ષિણ આફ્રિકાને 100 રન પર ચોથો ઝટકો આપ્યો હતો. સૂર્યકુમાર યાદવે આ વખતે કોઈ ભૂલ કરી ન હતી અને ડિપ મિડવિકેટ પર તેનો કેચ લીધો હતો.

  • 30 Oct 2022 07:37 PM (IST)

    IND Vs SA, T20 Live Score : માર્કરમે અડધી સદી ફટકારી

    માર્કરામ 15મી ઓવરના 5માં બોલ પર મોટો શોટ મારવા માંગતો હતો, પરંતુ ડીપમાં બોલ બે ફિલ્ડરો વચ્ચે પડ્યો અને અહીં તેણે દોડીને 2 રન નિકાળી લીધા હતા. આ સાથે માર્કરામે 38 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.


  • 30 Oct 2022 07:36 PM (IST)

    IND Vs SA, T20 Live Score : માર્કરમે સિક્સર ફટકારી

    ભારતે માર્કરામ અને મિલર તોડ શોધવો પડશે. માર્કરામે અશ્વિનની ઓવરના છેલ્લા બોલે સિક્સર ફટકારી હતી. ભારત માટે તે વધુ મુશ્કેલ બની રહ્યું છે

  • 30 Oct 2022 07:26 PM (IST)

    IND Vs SA, T20 Live Score : મિલર અને માર્કરામ વચ્ચે ભાગીદારી જામી

    ડેવિડ મિલર અને એઈડન માર્કરામે ભારતને પરેશાન કર્યું છે. બંને વચ્ચે સારી ભાગીદારી બનતી જણાય છે. હાર્દિક પંડ્યાની 11મી ઓવરમાં બંનેએ ફોર ફટકારી હતી. 5માં બોલ પર બેકવર્ડ પોઈન્ટથી સીધી હિટ ચૂકી ગયો. જેણે મિલરને બચાવી લીધો. દક્ષિણ આફ્રિકાના ખાતામાં ઓવરના છેલ્લા બોલે 4 રન ઉમેરાયા હતા.

  • 30 Oct 2022 07:01 PM (IST)

    IND Vs SA, T20 Live Score : બાવુમા આઉટ, શમીની સફળતા

    ખતરનાક દેખાતા ટેમ્બા બાવુમાને મોહમ્મદ શમીએ આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. બોલ બાવુમાના બેટની કિનારી પર વાગ્યો અને કાર્તિકે ડાઇવ કરીને કેચ લીધો. તેણે 15 બોલમાં 10 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં એક સિક્સર સામેલ હતી.

  • 30 Oct 2022 06:59 PM (IST)

    IND Vs SA, T20 Live Score : બાવુમાએ છગ્ગો ફટકાર્યો

    ભુવનેશ્વર કુમારની ઓવર સારી થઇ રહી હતી અને આ ઓવરના પ્રથમ પાંચ બોલમાં માત્ર બે રન જ આવ્યા હતા. ઓવરના છેલ્લા બોલ પર બાવુમાએ સીધી અને શાનદાર સિક્સર ફટકારી અને ભુવીની મહેનત વ્યર્થ થઈ ગઈ.

  • 30 Oct 2022 06:40 PM (IST)

    IND Vs SA, T20 Live Score : કમાલ ની બોલીંગ અર્શદીપની, બીજો શિકાર

    બીજી ઓવરના ત્રીજા બોલ પર રિલે રૂસોને પણ પરત ફરવું પડ્યું હતું. અર્શદીપનો શાનદાર બોલ સ્ટમ્પની લાઇનમાં રુસોના બેટની કિનારી સાથે અથડાયો, અર્શદીપે એલબીડબ્લ્યુની અપીલ કરી પરંતુ રિવ્યુ ઇચ્છતો ન હતો. દિનેશના કહેવા પર, રોહિતે રિવ્યુ લીધો અને રિપ્લે બતાવ્યું કે બોલ સ્ટમ્પને અથડાતો હતો. રૂસો ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.

  • 30 Oct 2022 06:39 PM (IST)

    IND Vs SA, T20 Live Score : અર્શદીપ સિંહે પ્રથમ વિકેટ ઝડપી

    ભારતને બીજી ઓવરમાં જ પ્રથમ સફળતા મળી છે. અર્શદીપ સિંહે બીજી ઓવરના પ્રથમ બોલ પર જ ક્વીન્ટન ડીકોકના રુપમાં મહત્વની વિકેટ ઝડપી છે. ડિકોકે ડ્રાઈવ કરવાના પ્રયાસમાં બોલ બેટની કિનારીને અડકીને સ્લિપમાં કેએલ રાહુલના હાથમાં પહોંચ્યો હતો. તે 1 રન બનાવીને પરત ફર્યો હતો.

  • 30 Oct 2022 06:30 PM (IST)

    IND Vs SA, T20 Live Score : ભુવીએ પ્રથમ ઓવરમાં 3 રન આપ્યા

    ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. બોલ ઘણો ઉછળી રહ્યો છે. ભારતની જેમ સાઉથ આફ્રિકાના બેટ્સમેનો પણ સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે.

  • 30 Oct 2022 06:28 PM (IST)

    IND Vs SA, T20 Live Score : દક્ષિણ આફ્રિકાની બેટીંગ ઈનીંગ શરુ

    દક્ષિણ આફ્રિકાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ટેમ્બા બાવુમા અને ક્વિન્ટન ડી કોક ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા છે, જ્યારે ભુવનેશ્વર કુમાર ભારત તરફથી ઓપનિંગ કરી રહ્યો છે.

  • 30 Oct 2022 06:17 PM (IST)

    IND Vs SA, T20 Live Score : શમી છેલ્લી ઓવરમાં રનઆઉટ

    મોહમ્મદ શમી છેલ્લી ઓવરમાં રનઆઉટ થયો હતો. જોકે ટીમ ઈન્ડિયા કોઈક રીતે આખી ઓવર રમવામાં સફળ રહી હતી. છેલ્લી ઓવરમાં ભારતના ખાતામાં નવ રન આવ્યા હતા.

  • 30 Oct 2022 06:16 PM (IST)

    IND Vs SA, T20 Live Score : એક જ ઓવરમાં સૂર્યકુમાર અશ્વિન આઉટ

    19મી ઓવરમાં પારનેલે પહેલા અશ્વિનને ફસાવી લીધો અને પછી પાંચમા બોલ પર સૂર્યકુમાર યાદવને પરત મોકલ્યો. પુલ કરવા માટે અશ્વિને મિડ ઓન પર કેચ પણ આપ્યો હતો. તે જ સમયે, પાંચમા બોલ પર સૂર્યકુમારે કેશવ મહારાજનો પણ તે જ અંદાજમાં કેચ પકડ્યો હતો. સૂર્યકુમારે 40 બોલમાં 68 રન બનાવ્યા હતા.

  • 30 Oct 2022 05:52 PM (IST)

    IND Vs SA, T20 Live Score : દિનેશ કાર્તિક આઉટ

    પાર્નેલે દિનેશ કાર્તિક અને સૂર્યકુમાર યાદવની મહત્ત્વપૂર્ણ ભાગીદારીને તોડી હતી. ઓવરના પહેલા બોલ પર કાર્તિકે પુલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બેકવર્ડ પોઈન્ટ પર તે રિલે રુસોના હાથે કેચ થઈ ગયો. કાર્તિકે 15 બોલમાં છ રન બનાવ્યા હતા.

  • 30 Oct 2022 05:49 PM (IST)

    IND Vs SA, T20 Live Score : સૂર્યકુમાર યાદવની અડધી સદી

    એડન માર્કરામે 14મી ઓવરમાં પાંચ રન આપ્યા હતા. એનગિડી 15મી ઓવર લઈને આવ્યો અને પહેલા જ બોલ પર સૂર્યકુમારે ફાઈનલેગ પર સિક્સર ફટકારી. ઓવરના ચોથા બોલ પર સૂર્યાએ ડ્રાઇવિંગ કરતી વખતે ચોગ્ગો લગાવીને અડધી સદી પૂરી કરી હતી. સૂર્યાના 30 બોલમાં 50 રન પૂરા થયા અને આ સાથે જ ભારતનો સ્કોર પણ 100ને પાર કરી ગયો.

  • 30 Oct 2022 05:36 PM (IST)

    IND Vs SA, T20 Live Score : સૂર્યકુમાર-દિનેશની મક્કમ બેટિંગ

    12મી ઓવરમાં રબાડાએ ફરીથી સારી બોલિંગ કરી અને માત્ર છ રન આપ્યા. સૂર્યકુમાર અને કાર્તિકે અહીં કોઈ જોખમ લીધું ન હતું. દિનેશ ચોક્કસપણે થોડો સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

  • 30 Oct 2022 05:12 PM (IST)

    IND Vs SA, T20 Live Score : હાર્દિક પંડ્યા આઉટ

    લુંગી એનગિડીના બોલ પર રબાડાએ કેચ ઝડપી લીધો હતો. જેને લઈ ભારતે પાંચમી વિકેટ ગુમાવી દીધી છે. ભારતીય ટીમની સ્થિતી હવે મુશ્કેલ બની ચૂકી છે.

  • 30 Oct 2022 05:10 PM (IST)

    IND Vs SA, T20 Live Score : ભારતના ચાર બેટ્સમેન 8 ઓવરમાં પેવેલિયન પરત ફર્યા

    સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરોની તાકાત જોવા મળી રહી છે. ભારતના ચાર બેટ્સમેન 8 ઓવરમાં પેવેલિયન પરત ફર્યા છે. એનરિકે દીપક હુડાને સસ્તામાં આઉટ કર્યો હતો, જે તેની પ્રથમ ટી20 વર્લ્ડ કપ મેચ રમવા આવ્યો હતો.

  • 30 Oct 2022 05:08 PM (IST)

    IND Vs SA, T20 Live Score : સૂર્ય કુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો

  • 30 Oct 2022 05:06 PM (IST)

    IND Vs SA, T20 Live Score : દિપક હુડ્ડા આઉટ

    ભારત હવે બેક ફૂટ પર છે.વિરાટ કોહલીના રૂપમાં ભારતને ત્રીજો મોટો ઝટકો લાગ્યો છે. તે 11 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. તે લુંગી એનગીડીએ કાગીસો રબાડાના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીએ છેલ્લી બે ઇનિંગ્સમાં અણનમ 82 અને અણનમ 62 રન બનાવ્યા હતા. ટીમની છેલ્લી બે જીતમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ દિપક હુડ્ડા ક્રિઝ પર આવતાની સાથે જ પેવેલયન પરત ફર્યો હતો.

  • 30 Oct 2022 05:02 PM (IST)

    IND Vs SA, T20 Live Score : વિરાટ કોહલી આઉટ

  • 30 Oct 2022 05:00 PM (IST)

    IND Vs SA, T20 Live Score : વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો

    વિરાટ કોહલીએ ઉપરા ઉપરી 2 ચોગ્ગા ફટકાર્યા,પાવરપ્લે ભારતની ટીમ માટે સારો સાબિત થયો ન હતો. ટીમે બે વિકેટ ગુમાવીને કુલ 33 રન બનાવ્યા હતા. ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલ આઉટ થયા હોવાથી વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર છે.

  • 30 Oct 2022 04:55 PM (IST)

    IND Vs SA, T20 Live Score :ભારતે એક ઓવરમાં બે વિકેટ ગુમાવી

    લુંગી એનગિડીએ ભારતને એક ઓવરમાં બે ઝટકા આપ્યા હતા. તેણે બંને ભારતીય ઓપનરોને પેવેલિયન મોકલી દીધા છે.

  • 30 Oct 2022 04:54 PM (IST)

    IND Vs SA, T20 Live Score : કે.એલ રાહુલ આઉટ

    ભારતીય ટીમના બંન્ને ઓપનર રોહિત શર્મા અને કે.એલ રાહુલ પેવેલિયન પરત ફર્યા

  • 30 Oct 2022 04:51 PM (IST)

    IND Vs SA, T20 Live Score : રોહિત શર્મા આઉટ

    ભારતને મોટો ઝટકો આપતા લુંગી એનગિડીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિતને 15 રનના નાના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો હતો.

  • 30 Oct 2022 04:49 PM (IST)

    IND Vs SA, T20 Live Score :ભારતનો સ્કોર 4 ઓવરમાં 21 રન

    4 ઓવર પછી ભારતનો સ્કોર કોઈ પણ  નુકશાન 21 રન છે. ત્રીજી ઓવરનો પાંચમો બોલ રાહુલના શરીર પર વાગ્યો. જેના કારણે મેચ થોડીવાર માટે રોકી દેવામાં આવી હતી. ફિઝિયો મેદાન પર આવે છે, પરંતુ રાહુલને વધારે ઈજા નથી થઈ અને તે બેટિંગ કરી રહ્યો છે.

  • 30 Oct 2022 04:48 PM (IST)

    IND Vs SA, T20 Live Score : રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો

  • 30 Oct 2022 04:46 PM (IST)

    IND Vs SA, T20 Live Score : ભારતનો સ્કોર 14/0

    3 ઓવર બાદ ભારતનો સ્કોર 14/0 રન છે. કેએલ રાહુલ 7 બોલમાં 11 અને રોહિત શર્મા 7 બોલમાં 8 રન બનાવ્યા છે. રોહિત બાદ કે.એલ રાહુલે પણ સિકસ ફટકારી ખાતું ખોલ્યું હતુ.

  • 30 Oct 2022 04:44 PM (IST)

    IND Vs SA, T20 Live Score :ભારતની ધીમી શરૂઆત

    ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ધીમી શરૂઆત કરી હતી. કાગિસો રબાડાએ પોતાના જ બોલ પર રોહિતનો આસાન કેચ છોડ્યો હતો.

  • 30 Oct 2022 04:40 PM (IST)

    IND Vs SA, T20 Live Score : કે.એલ રાહુલે સિક્સ ફટકારી ખાતું ખોલ્યું

    રોહિત બાદ કે.એલ રાહુલે પણ સિકસ ફટકારી ખાતું ખોલ્યું હતુ.

  • 30 Oct 2022 04:39 PM (IST)

    IND Vs SA, T20 Live Score :રોહિતના સિક્સર સાથે ભારતનું ખાતું ખુલ્યું

    પ્રથમ ઓવરમાં સાઉથ આફ્રિકા સામે એક પણ રન ન બન્યો, પરંતુ બીજી ઓવરના ચોથા બોલ પર રોહિતે સિક્સર ફટકારીને ભારતનું ખાતું ખોલાવ્યું.

  • 30 Oct 2022 04:37 PM (IST)

    IND Vs SA, T20 Live Score : રોહિત શર્માએ સિક્સ ફટકારી

  • 30 Oct 2022 04:35 PM (IST)

    IND Vs SA, T20 Live Score : રોહિત-રાહુલ ક્રિઝ પર

    ટીમ ઈન્ડિયાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. પ્રથમ ઓવર પુરી થઈ ગઈ છે ટીમ ઈન્ડિયાના ખાતમાં આ ઓવરમાં એક પણ રન આવ્યો નથી

  • 30 Oct 2022 04:33 PM (IST)

    IND Vs SA, T20 Live Score :ભારતની બેટિંગ શરૂ

    ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. કેએલ રાહુલ અને રોહિત શર્મા ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા છે. બીજી તરફ, વેઇન પેર્નેલ સાઉથ આફ્રિકા માટે બોલિંગની શરૂઆત કરશે.

  • 30 Oct 2022 04:31 PM (IST)

    IND Vs SA, T20 Live Score :મેચ થોડીવારમાં શરૂ થશે

    ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટુંક સમયમાં જ મેચ શરૂ થશે. ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરશે

  • 30 Oct 2022 04:31 PM (IST)

    PM સમગ્ર દેશમાં સૌથી મોટો ભુલભુલૈયા ગાર્ડનનું લોકાર્પણ કરશે

    વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું કરશે લોકાર્પણ..ભુલભુલૈયા બગીચાની વાત કરીએ તો પોઝિટિવ એનર્જી લાવતા ‘શ્રીયંત્ર’ના આકારમાં બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. મોદીના વિઝન અને દિશા નિર્દેશનમાં ફક્ત 8 મહિનાના ટુંકા ગાળામાં કેવડિયા ખાતે ભુલભુલૈયા ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 3 એકર વિસ્તારમાં ફેલાયેલો આ મેઝ ગાર્ડન સમગ્ર દેશમાં સૌથી મોટો મેઝ ગાર્ડન છે..મેઝ ગાર્ડન ‘શ્રીયંત્ર’ ના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ગાર્ડન બનાવવા માટે અંદાજે કુલ 1,80,000 છોડવાઓ લગાવવામાં આવ્યા છે.. જેમાં ઓરેન્જ જેમિન કામિની, ગ્લોરી બોવર અને મહેંદીના છોડનો સમાવેશ થાય છે. ડમ્પિંગ સાઈટમાંથી ગાર્ડન ઉભું કરવામાં આવતા લોકોને આકર્ષિત કરવામાં આવશે.

  • 30 Oct 2022 04:22 PM (IST)

    પર્થમાં પાકિસ્તાનનું ખાતું ખુલ્યું

    આજે પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ પણ પર્થના મેદાન પર રમાઈ હતી. પાકિસ્તાને અહીં 6 વિકેટે જીત મેળવીને ટૂર્નામેન્ટમાં પોતાનું ખાતું ખોલ્યું હતું.

  • 30 Oct 2022 04:14 PM (IST)

    IND Vs SA, T20 Live Score : આ એક સારી પીચ છે : રોહિત શર્મા

    ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિતે કહ્યું, ‘અમે પહેલા બેટિંગ કરીશું. આ એક સારી પીચ છે. અમને ખબર છે કે આ પીચ પર અમારે શું કરવાનું છે.

     

     

  • 30 Oct 2022 04:12 PM (IST)

    IND Vs SA, T20 Live Score :તબરેઝ શમ્સીના સ્થાને સાઉથ આફ્રિકાની ટીમમાં લુંગી એનગિડી

    સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રિલી રોસોયુ, એડન માર્કરામ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઈન પેર્નેલ, કેશવ મહારાજ, લુંગી એનગિડી, કાગીસો રબાડા, એનરિક નોર્કિયા.

  • 30 Oct 2022 04:08 PM (IST)

    IND Vs SA, T20 Live Score :ભારતીય ટીમમાં અક્ષર પટેલની જગ્યાએ દીપક હુડ્ડા

    ભારતની પ્લેઈંગ ઈલેવન : કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, દીપક હુડા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.

  • 30 Oct 2022 04:05 PM (IST)

    IND Vs SA, T20 Live Score :ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું

  • 30 Oct 2022 04:03 PM (IST)

    IND Vs SA, T20 Live Score :રોહિત શર્મા ટૂંક સમયમાં ટોસ માટે મેદાનમાં ઉતરશે

    ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટૂંક સમયમાં ટોસ માટે મેદાનમાં ઉતરશે.

  • 30 Oct 2022 03:58 PM (IST)

    IND Vs SA, T20 Live Score : T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનશે

    જો વિરાટ કોહલી આ મેચમાં 28 રન બનાવી લે છે તો તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે.

  • 30 Oct 2022 03:54 PM (IST)

    IND Vs SA, T20 Live Score :જાણો ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે મેચ

  • 30 Oct 2022 03:46 PM (IST)

    ND Vs SA, T20 Live Score : મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે

    ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચને લઈને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ રમત દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

     

     

  • 30 Oct 2022 03:43 PM (IST)

    IND Vs SA, T20 Live Score :આવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન

    ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે ટીમને રાહુલ પર વિશ્વાસ છે અને તે સાઉથ આફ્રિકા સામે પણ ઓપનિંગ કરશે.

  • 30 Oct 2022 03:42 PM (IST)

    IND Vs SA, T20 Live Score : ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર

    ભારતીય ટીમે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેએ પોતાના નામે કરી છે. પહેલા પાકિસ્તાનને હરાવ્યું અને પછી નેધરલેન્ડને હરાવ્યું. તે ચાર પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર છે

  • 30 Oct 2022 03:41 PM (IST)

    IND Vs SA, T20 Live Score :ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે

    T20 વર્લ્ડ કપમાં આજે પર્થમાં ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે. ભારત આજની મેચ જીતીને સેમીફાઈનલમાં જવાનો રસ્તો સરળ બનાવવા ઈચ્છશે.

Published On - 3:38 pm, Sun, 30 October 22