India vs South Africa 5th T20 Playing 11: ટેમ્બા બાવુમા બહાર, કેશવ મહારાજે સંભાળી કેપ્ટનશીપ, ટોસ હારીને ભારતની પ્રથમ બેટીંગ

IND Vs SA 5th T20 Match Teams Today: બેંગ્લુરુમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની T20 શ્રેણીની અંતિમ મેચ રમાઈ રહી છે. આજની મેચ સિરીઝનુ પરીણામ નક્કી કરશે.

India vs South Africa 5th T20 Playing 11: ટેમ્બા બાવુમા બહાર, કેશવ મહારાજે સંભાળી કેપ્ટનશીપ, ટોસ હારીને ભારતની પ્રથમ બેટીંગ
IND vs SA: બેંગ્લુરુમાં નિર્ણાયક ટક્કર
| Edited By: | Updated on: Jun 19, 2022 | 7:01 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ રવિવારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન કેશવ મહારાજે (Keshav Maharaj) ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ જીતનાર ટીમ શ્રેણી જીતશે. સાઉથ આફ્રિકાએ શરૂઆતની બંને મેચ જીતીને ભારતને દબાણમાં બનાવી દીધું હતું, પરંતુ ટીમ ઈન્ડિયા (Team India) એ ત્રીજી અને ચોથી મેચ જીતીને શ્રેણી 2-2થી બરાબર કરી લીધી હતી. આવી સ્થિતિમાં, આ પાંચમી મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સાઉથ આફ્રિકાનો નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા અગાઉની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તેના કારણે તે રિટાયર્ડ હર્ટ થયો હતો. તે ઈજાના કારણે આ મેચમાં રમી રહ્યો નથી. જેના સ્થાને દક્ષિણ આફ્રિકાનુ સુકાની પદ ભારતીય મૂળ ધરાવતા કેશવ મહારાજ સંભાળી રહ્યો છે. કેશવ મહારાજ હરીફ ટીમમાં મહત્વનો બોલર છે. જોકે તેનુ આ શ્રેણીમાં પ્રદર્શન ખાસ રહ્યુ નથી.

દક્ષિણ આફ્રિકાએ 3 ફેરફાર કર્યા છે

દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. બાવુમાના સ્થાને રીઝા હેન્ડ્રીગ્સ આવ્યો છે અને તે ક્વિન્ટન ડી કોક સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે. આ સિવાય તબરેઝ શમ્સી અને માર્કો યાનસન પણ બહાર ગયા છે. તેના સ્થાને ટ્રીસ્ટન સ્ટબ્સ અને કાગિસો રબાડા ટીમમાં આવ્યા છે.

ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી

ફરી એકવાર ભારતીય ટીમે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. પંત એ જ ટીમ સાથે ઉતર્યો છે જેણે તેને છેલ્લી બે મેચમાં જીત અપાવી હતી. હવે જોવાનું એ રહેશે કે આ નિર્ણાયક મેચમાં તે પોતાની ટીમને જીત અપાવવામાં અને શ્રેણી જીતવામાં સફળ રહે છે કે કેમ.

બંને ટીમોના પ્લેઈંગ-11

ભારત: ઋષભ પંત (કેપ્ટન), ઋષભ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન

દક્ષિણ આફ્રિકા: કેશવ મહારાજ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, રાસી વાન ડેર ડ્યુસેન, ડેવિડ મિલર, હેનરીખ ક્લાસેન, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડ્વેન પ્રિટોરિયસ, કાગીસો રબાડા, લુંગી એનગીડી, એનરિક નોરખિયા

Published On - 6:44 pm, Sun, 19 June 22