IND vs SA: ટીમ ઈન્ડિયા અંતિમ મેચની Playing 11 માં કરશે કોઈ ફેરફાર? ઋષભ પંત સામે છે મોટો પડકાર

|

Jun 19, 2022 | 11:12 AM

India Vs South Africa T20 Playing XI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે બેંગલુરુમાં શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ રમાશે. બંને વચ્ચે સિરીઝ 2-2 થી બરાબર છે.

IND vs SA: ટીમ ઈન્ડિયા અંતિમ મેચની Playing 11 માં કરશે કોઈ ફેરફાર? ઋષભ પંત સામે છે મોટો પડકાર
IND vs SA: આજે બેંગ્લુરુમાં ટક્કર

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે રવિવારે બેંગલુરુ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 5 મેચની T20 શ્રેણીની અંતિમ મેચ રમાશે. સિરીઝ 2-2 ની બરાબરી પર છે. આવી સ્થિતિમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેની નજર છેલ્લી મેચ જીતીને સિરીઝ પર વિજેતા બનવા પર છે. શ્રેણીની પ્રથમ બે મેચો મુલાકાતી ટીમે જીતી લીધી હતી, પરંતુ તે પછી ભારતીય ટીમે વળતો પ્રહાર કર્યો અને આગામી બે મેચ જીતીને શ્રેણી બરોબરી કરી લીધી. હવે ભારતીય કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ની સામે સૌથી મોટો પડકાર ફાઈનલ મેચમાં પ્લેઈંગ ઈલેવન (Playing 11) ને મેદાનમાં ઉતારવાનો છે. વાસ્તવમાં, પ્રથમ બે મેચ હારી જવા છતાં, પંતે ત્રીજી અને ચોથી ટી20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. તેની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ હવે તેની સામે સૌથી મોટો પડકાર એ છે કે શું તે અંતિમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે. શું તે ખેલાડીઓને ફાઇનલમાં બહાર કરી દેવામાં આવશે, જેઓ છેલ્લી 4 મેચમાં રમી શક્યા ન હતા.

પંત અને અય્યરના ફોર્મની ચિંતા

સાઉથ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકનું બેટ જોરદાર ચાલ્યુ હતું. અવેશ ખાન, હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલ પણ ફોર્મમાં આવ્યા છે. પ્રથમ બે મેચમાં ફ્લોપ રહ્યા બાદ ઋતુરાજ ગાયકવાડે ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. જોકે ચોથી મેચમાં તે માત્ર એક જ રન બનાવી શક્યો હતો. તે જ સમયે, ઇશાન કિશને પ્રથમ મેચમાં 76, બીજી મેચમાં 34, ત્રીજી મેચમાં 54 અને ચોથી મેચમાં 27 રન બનાવ્યા હતા. ભારતીય ટીમમાં જો કોઈ ફોર્મમાં પરત ફરવા સક્ષમ નથી તો તે કેપ્ટન પંત અને શ્રેયસ અય્યર છે.

હુડ્ડા તકની રાહ જોઈ રહ્યો છે

પંત છેલ્લી 4 મેચમાં એક જ પ્રકારના બોલ પર બેજવાબદાર શોટ રમીને આઉટ થયો હતો. તેણે આ સિરીઝમાં 29, 5, 6 અને 17 રન બનાવ્યા હતા. તે જ સમયે, અય્યરે આ શ્રેણીમાં 36, 40, 14 અને 4 રન બનાવ્યા. આવી સ્થિતિમાં, પંત ફાઈનલમાં અય્યરના રૂપમાં ફેરફાર કરે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. દીપક હુડ્ડા પણ તકની રાહ જોઈ રહ્યા છે, જેણે IPL 2022 માં કમાલ કર્યો હતો.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

5મી T20I માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર/દીપક હુડા, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલ.

Published On - 10:05 am, Sun, 19 June 22

Next Article