IND vs SA 3જી ટી20: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પાંચ મેચની ટી20 સીરિઝમાં ભારતે ત્રીજી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે સીરિઝ જીવંત રાખી હતી. ભારતે આ મેચ બેટ્સમેન બાદ બોલિંગમાં શાનદાર પ્રદર્શનને પગલે જીત મેળવી હતી. આ મેચમાં ભારતના ઓપનર રુતુરાજ ગાયકવાડે પોતાની કારકિર્દીની પહેલી અડધી સદી ફટકરી હતી. જ્યારે ઇશાન કિશને પણ શાનદાર અડધી સદી ફટકારી હતી. જ્યારે ચહલે 3 અને હર્ષલ પટેલે 4 વિકેટ ઝડપી હતી.
ભારતે પાંચ મેચની ટી20 સીરિઝમાં પોતાની પહેલી મેચમાં જીત મેળવી છે. આ જીત સાથે ભારતે સીરિઝ જીવંત રાખી છે.
સાઉથ આફ્રિકાના કેશન મહારાજ આઉટ થઇ જતાં આફ્રિકાની જીત હવે દુર થતી જાય છે. કેશન મહારાજે 8 બોલમાં 11 રન કર્યા હતા. ભુવેશ્વર કુમારે પોતાની પહેલી વિકેટ ઝડપી હતી.
કેશન મહારાજે મેચની 18મી ઓવરના પાંચમાં બોલ પર શાનદાર છગ્ગો ફટકાર્યો.
સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડી રબાડા આઉટ થઇ જતાં ભારતને મોટી સફળતા મળી છે. હર્ષલ પટેલે રબાડાને આઉટ કર્યો હતો. રબાડા 8 બોલમાં 9 રન કર્યાં હતા.
સાઉથ આફ્રિકાના કાલસેન આઉટ થતાં ભારતને મોટી સફળતા મળી હતી. કાલસેને 24 બોલમાં 29 રન કર્યા હતા. આ સાથે યુઝવેન્દ્ર ચહલે મેચમાં પોતાની 3 વિકેટ ઝડપી છે.
ક્લાસેને ઇનિંગની 12મી ઓવરના ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો.
સાઉથ આફ્રિકાના આક્રમક બેટ્સમેન ડેવિડ મિલર આઉટ થઇ ગયો છે. હર્ષલ પટેલે પોતાની બીજી અને મોટી સફળતા મળી છે. તેણે ડેવિડ મિલરને 5 બોલમાં માત્ર 3 રનમાં આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી છે.
સાઉથ આફ્રિકાના આક્રમક બેટ્સમેન પ્રિસ્ટોરિયસ આઉટ થઇ જતાં ભારતને મોટી સફળતા મળી છે. યુઝવેન્દ્ર ચહલે પ્રિસ્ટોરિયને આઉટ કર્યો હતો. પ્રિસ્ટોરિયસે 16 બોલમાં 20 રન કર્યાં.
યુઝવેન્દ્ર ચહલે ભારતને મોટી સફળતા અપાવી. આફ્રિકાના વાન ડેર ડુસેનને માત્ર 1 રનના સ્કોર પર આઉટ કરી ચહલે ભારતને મોટી સફળતા અપાવી હતી. આફ્રિકાનો સ્કોર હાલ 3 વિકેટે 40 રનનો થયો છે.
સાઉથ આફ્રિકાના હેંડ્રિક્સ સસ્તામાં આઉટ થઇ જતાં ભારતને મોટી સફળતા મળી. હેંડ્રિક્સે 20 બોલમાં 23 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલે ઝડપી વિકેટ.
સાઉથ આફ્રિકાના સુકાની તેમ્બા બાવુમાના રુપમાં ભારતને પહેલી સફળતા મળી છે. સુકાની તેમ્બા 10 બોલમાં માત્ર 8 રનમાં આઉટ થઇ ગયો હતો. અક્ષર પટેલે લીધી સફળતા.
ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા અને સાઉથ આફ્રિકાને જીતવા માટે 180 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી રુતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરતા પોતાની પહેલી અડધી સદી ફટકારતા 57 રન કર્યા હતા. તો ઇશાન કિશને 54 રન અને હાર્દિક પંડ્યાએ 21 બોલમાં અણનમ 31 રન કર્યા હતા.
જેની પાસેથી મોટી આશા હતી તે દિનેશ કાર્તિક સસ્તામાં આઉટ થઇ ગયો. તેણે 7 બોલમાં માત્ર 6 રન બનાવ્યા હતા.
રિષભ પંતે ફરી ભારતના ક્રિકેટ ચાહકોને નિરાશ કર્યા. તેણે એક ખરાબ શોર્ટ મારતા સસ્તામાં આઉટ થઇ ગયો હતો. તેણે 8 બોલમાં 6 રન બનાવી આઉટ થઇ ગયો હતો.
મેદાન પર સેટ થયેલ ઇશાન કિશન આઉટ થઇ ગયો છે. આફ્રિકાના પ્રિસ્ટોરિયને ઇશાન કિશનને આઉટ કરીને ભારતને મોટો ઝટકો આપ્યો હતો. ઇશાન કિશને 35 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા.
મેદાન પર આવતા જ આક્રમક મોડમાં જોવા મળેલ શ્રેયસ અય્યર આઉટ થઇ ગયો છે. શમ્સીએ શ્રેયસ અય્યરને આઉટ કર્યો હતો. અય્યરે 11 બોલમાં 14 રન બનાવ્યા હતા.
ઇશાન કિશને પણ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું અને 12મી ઓવરમાં ઉપરાઉપરી ચોગ્ગા બાદ છગ્ગો અને બાદમાં ચોગ્ગો ફટકારીને 31 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી.
મેદાન પર આવતાની સાથે જ શ્રેયસ અય્યર આક્રમક મોડમાં જોવા મળ્યો હતો. તેણે 11 મી ઓવરના 5માં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારનાર રુતુરાજ ગાયકવાડ 35 બોલમાં 57 રન બનાવી આઉટ થઇ ગયો.
રુતુરાજ ગાયકવાડ અડધી સદી બાદ આક્રમક મોડમાં જોવા મળ્યો. તેણે 10મી ઓવરના બીજા બોલમાં ચોગ્ગો ફટકાર્યો અને ટીમનો સ્કોર 100 ની નજીક પહોંચાડ્યો હતો.
રુતુરાજ ગાયકવાડે શાનદાર ઇનિંગ રમતા પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારી. તેણે 30 બોલમાં 50 રન બનાવ્યા.
રુતુરાજ ગાયકવાડ ફરી આક્રમક મોડમાં જોવા મળ્યો. સાતમી ઓવરના અંતિમ બોલમાં ચોગ્ગો ફટકારીને ભારતનો સ્કોર વધુ મજબુત સ્થિતીએ પહોંચાડ્યો હતો.
રુતુરાજ ગાયકવાડ આક્રમક મોડમાં જોવા મળ્યો. છટ્ઠી ઓવરના 5માં બોલમાં રુતુરાજે શાનદાર છગ્ગો ફટકાર્યો.
પાંચમી ઓવરમાં રુતુરાજે ગાયકવાડે શાનદાર બેટિંગ કરતા સતત પાંચ બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
હજુ પણ સંઘર્ષ કરી રહેલા ઋતુરાજે ત્રીજી ઓવરના ચોથા બોલે સિક્સર ફટકારી હતી. રબાડાએ આ બોલ તેના પગમાં આપ્યો અને જમણા હાથના બેટ્સમેને તેને ફ્લિક કરીને છ રન માટે મોકલ્યો.
મેચ શરૂ થઈ ગઈ છે. ભારત તરફથી ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા છે. દક્ષિણ આફ્રિકા માટે કાગિસો રબાડા પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો.
સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવનઃ
ટેમ્બા બાવુમા (સુકાની), રીઝા હેન્ડ્રીક્સ, ડ્વેન પ્રિટોરિયસ, રાસી વાન ડેર ડ્યુસેન, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, એનરીખ નોરખિયા.
3RD T20I.South Africa XI: R Hendricks, T Bavuma (c), R Van Der Dussen, D Miller, H Klaasen (wk), W Parnell, D Pretorius, K Maharaj, T Shamsi, K Rabada, A Nortje. https://t.co/vK7q1s3tiF #INDvSA @Paytm
— BCCI (@BCCI) June 14, 2022
ભારતની પ્લેઇંગ ઇલેવનઃ
રિષભ પંત (સુકાની/વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન.
3RD T20I. India XI: R Gaikwad, Ishan Kishan, S Iyer, R Pant (c/wk), H Pandya, D Karthik, A Patel, H Patel, B Kumar, Y Chahal, A Khan. https://t.co/vK7q1s3tiF #INDvSA @Paytm
— BCCI (@BCCI) June 14, 2022
સાઉથ આફ્રિકાએ પહેલા ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ મેચમાં બંને ટીમોએ પોતાની પ્લેેઇંગ 11 માં કોઇ પણ બદલાવ કર્યો નથી.
આ મેચમાં ટીમ ઈન્ડિયા તેના પ્લેઈંગ-11માં ફેરફાર કરશે કે નહીં તેના પર બધાની નજર છે. શરૂઆતની બંને મેચમાં ભારતે એક જ ટીમને મેદાનમાં ઉતારી હતી. પરંતુ તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં આશા રાખી શકાય છે કે કોચ રાહુલ દ્રવિડ આ મેચમાં કેટલાક નવા ખેલાડીઓને તક આપી શકે છે.
ભારતમાં ભારતને હરાવવાનું આ અન્ય ટીમોનું સપનું હોય છે. જેમાં બહુ ઓછી ટીમો સફળ રહી છે. જો કે આ સિરીઝમાં દક્ષિણ આફ્રિકા આ મુકામ પર ઉભું છે. આ મેચમાં જીત તેને જીતની હેટ્રિક અને શ્રેણી જીતવાની પણ તક આપશે.
આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ છે અને આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ મેચમાં ભારતનો પરાજય થશે તો તે શ્રેણી ગુમાવશે અને આવી સ્થિતિમાં તેના માટે ઘરઆંગણે શ્રેણી ગુમાવવી મોટી વાત હશે. તો દક્ષિણ આફ્રિકા માટે આ એક મોટી ઉપલબ્ધિ હશે.
Published On - 6:16 pm, Tue, 14 June 22