
ડરબનમાં સતત વરસાદને કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ રદ કરવામાં આવી હતી. સતત વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો. મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. દર્શકો નિરાશ થઈને પાછા ફરવું પડશે. હવે બંને ટીમો વચ્ચે બીજી મેચ 12 ડિસેમ્બરે ગકેબરહામાં રમાશે. ત્રીજી અને છેલ્લી મેચ 14 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે.
ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે આજે 10 ડિસેમ્બરથી ટી20 સિરીઝ શરુ થવાની હતી. વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો હતો. પણ સતત પડતા વરસાદને કારણે ટોસ ના થઈ શક્યો અને મેચ રદ્દ થઈ હતી.
કમનસીબે ડરબનમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. વસ્તુઓ અસ્પષ્ટ લાગે છે પરંતુ ચાહકો મેચ માટે આશાવાદી છે. ઓવરો સતત કાપવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે અમ્પાયર શું નિર્ણય લે છે.
ડરબનમાં વરસાદે જોર પકડ્યું છે. આ કારણે અત્યાર સુધી ટોસ થઈ શક્યો નથી. બંને ટીમના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં બેઠા છે. વરસાદને કારણે લાગે છે કે ઘણી ઓવર કપાઈ જશે.
Covers on at Kingsmead with rain about. Crossing fingers that the weather clears up! #SAvIND pic.twitter.com/rMdZy2Icxu
— Kass Naidoo (@KassNaidoo) December 10, 2023
ડરબનના Kingsmead Stadiumની પિચ બેટિંગ ફ્રેન્ડલી પિચ છે. 34માંથી 22 ઈનિંગમાં અહીં 150 + રન જોવા મળ્યા છે. આ પિચ પર આ વર્ષે ઓગસ્ટમાં સૌથી ઊંચો સ્કોર 226 રનનો હતો.
ડરબનથી અત્યાર સુધી કોઈ સારા સમાચાર આવ્યા નથી. ત્યાં વરસાદ પડી રહ્યો છે અને પિચ પર કવર છે. વરસાદ બંધ થાય અને મેદાન સુકાઈ જાય પછી જ ટોસ શક્ય બનશે.
Hello and welcome to our coverage of the three-match T20I series in South Africa. The Kingsmead is currently under covers. ⛈️☔ #TeamIndia #SAvIND pic.twitter.com/5uolod2qYZ
— BCCI (@BCCI) December 10, 2023
ભારત અને સાઉથ આફ્રીકાના સમયમાં 3.30 કલાકનું અંતર છે. સાઉથ આફ્રીકાના સમય અનુસાર 4.40 અને ભારત સમય અનુસાર 8.20 કલાક સુધી મેચ શરુ નહીં થઈ તો મેચની ઓવર્સ ઘટવાની શરુઆત થશે.
સાઉથ આફ્રીકા અને ભારત વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 કલાકે થવાનો હતો. વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો છે. ડરબનમાં મેચ દરમિયાન વરસાદી વાદળ જોવા મળશે. સાઉથ આફ્રીકાના સ્થાનિક સમય 4 pm એટલે કે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 PM એ મેચ શરુ થશે. વેધર રિપોર્ટ અનુસાર બપોરના સમયે વરસાદ પડવાની સંભાવના 20 ટકા છે. મેચ દરમિયાન થોડા સમય માટે વરસાદનું વિઘન જોવા મળશે.
સાઉથ આફ્રીકા સામેની ત્રણ મેચની ટી20 સિરીઝ 10 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર વચ્ચે રમાશે. જણાવી દઈએ કે વર્ષ 2006થી હમણા સુધી સાઉથ આફ્રીકાની ધરતી પર ભારતીય ટીમ એક પણ ટી20 સિરીઝ હાર્યુ નથી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 10 ડિસેમ્બર, રવિવારે રમાશે. આ મેચ સ્થાનિક સમય અનુસાર સાંજે 4 વાગ્યે શરૂ થશે. પરંતુ ભારતીય સમય અનુસાર તે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટોસ મેચના અડધો કલાક પહેલા એટલે કે ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે થશે. આ સિરીઝમાં દક્ષિણ આફ્રિકાની કપ્તાની એઈડન માર્કરામના હાથમાં છે.
Published On - 6:57 pm, Sun, 10 December 23