
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે દિલ્હીમાં રમાઈ રહી છે. મેચના એક દિવસ પહેલા ટીમના કેપ્ટન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી આ મેચમાં ભારતીય ટીમની કપ્તાની ઋષભ પંતને સોંપવામાં આવી છે. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની કપ્તાની તેમ્બા બાવુમાના હાથમાં છે. જો ભારતીય ટીમ આજે જીતશે તો તે તેની 13મી જીત હશે, જે એક રેકોર્ડ છે.
ભારતીય ટીમ: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને અવેશ ખાન
દક્ષિણ આફ્રિકાની ટીમ: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, વેઈન પેર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કેશવ મહારાજ, તબરીઝ શમ્સી, કાગીસો રબાડા, એનરિક નોરખિયા
અંતિમ ઓવરમાં ડુસેને ચોગ્ગો ફટકારી દક્ષિણ આફ્રિકાની ટીમને જીત અપાવી હતી. ભારતે 212 રનનુ વિશાળ લક્ષ્ય આપ્યુ હતુ, એમ છતાં દક્ષિણ આફ્રિકાએ તેને પાર કરી લઈને 7 વિકેટથી વિજય મેળવ્યો હતો. આમ દક્ષિણ આફ્રિકા સિરીઝમાં 1-0થી આગળ થયુ છે.
18 મી ઓવર લઈને ભૂવનેશ્વર કુમાર આવ્યો હતો. પરંતુ તેની ઓવરમાં પણ મીલર અને ડુસેને એક એક છગ્ગો લગાવ્યો હતો. જ્યારે ડુસેને બે ચોગ્ગા લગાવ્યા હતા. આમ ઓવરમા 22 રન ગુમાવ્યા હતા. આમ સળંગ બે ઓવરમાં 22 રન ગુમાવતા મેચ હાથમાંથી સરકતી જોવા મળી રહી હતી.
હર્ષલ પટેલ 17મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બંને બોલ પર ડુસેને સળંગ બે છગ્ગા ફટકાર્યા હતા. ઓવરના પાંચમાં બોલ પર વધુ એક છગ્ગો ડુસેને ફટકાર્યો હતો. આમ ઓવરમાં ત્રણ છગ્ગા અને એક બાઉન્ડરી મળીને 22 રન હર્ષલે ગુમાવ્યા હતા.
16મી ઓવરમાં ડુસેનને મોટું જીવતદાન મળ્યું. બાજુના બીજા બોલ પર, ડુસેને મિડ-વિકેટ તરફ બોલ રમ્યો, શ્રેયસ અય્યર પાસે સારી તક હતી પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ ગયો. બોલ તેના હાથમાંથી સરકી ગયો
15મી ઓવર લઈને ભૂવનેશ્વર કુમાર આવ્યો હતો. ઓવરમાં ત્રીજા બોલ પર મીલરે બાઉન્ડરી ફટકારી હતી. ત્યાર બાદ ચોથા બોલ પર લોંગ ઓફ પર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બોલ પર સિંગલ રન લઈને તેની અડધી સદી પુરી કરી હતી. જે 22 બોલમાં અડધી સદી નોંધાવી હતી.
13 મી ઓવરમાં ડેવિડ મિલરે 2 મોટા છગ્ગા લગાવ્યા હતા. આ પહેલા ઓવરના ચોથા બોલ પર બાઉન્ડરી લગાવી હતી. આ ઓવર અક્ષર પટેલ લઈને આવ્યો હતો અને જેમાં 19 રન દક્ષિણ આફ્રિકાએ મેળવ્યા હતા.
નવમી ઓવરમાં આવેલા અક્ષર પટેલે તેને ડુસેન તરફથી સિક્સર ફટકારીને પરત મોકલ્યો હતો. ઓવરના ચોથા બોલ પર ડીકોક ઈશાન કિશનના હાથે કેચ થયો. ડી કોકે 18 બોલમાં 22 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા.
અક્ષર પટેલની ઓવરમાં વાન ડેર ડુસેને છગ્ગો લગાવ્યો હતો. 9મી ઓવરના બીજા બોલ પર પર ડીપ મીડ વિકેટ પરથી છગ્ગો ફટકાર્યો હતો.
ડ્વે પ્રિટોરિયસ ભારત માટે ચિંતા બનાવી રહ્યો હતો, આવા સમયે જ હર્ષલ પટેલે તેને ક્લીન બોલ્ડ કરી દીધો છે. આગળની ઓવરમાં હાર્દિક પંડ્યાને ત્રણ છગ્ગા તેણે ફટકાર્યા હતા. પરંતુ હર્ષલ પટેલે ચુતરાઈ ભર્યા બોલ પર તેને ક્લીન બોલ્ડ આઉટ કરી દેતા રાહત સર્જાઈ હતી. તેણે 13 બોલમાં 29 રન નોંધાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાએ વિશાળ લક્ષ્ય સામે આક્રમક રમત અપનાવી છે, પ્રિટોરિયસે પાંચમી ઓવરમાં એક બાદ એક ત્રણ છગ્ગા જમાવી દીધા હતા. આ ઓવર હાર્દિક પંડ્યા લઈને આવ્યો હતો. ઓવરમાં 18 રન દક્ષિણ આફ્રિકાને મળ્યા હતા.
અવેશ ખાનની ઓવર મોંઘી રહેતા યુઝવેન્દ્ર ચહલને ઉતાર્યો હતો. પરંતુ તેની ઓવર પણ મોંઘી રહી હતી. પ્રિટોરિયસે ઓવરના બીજા બોલ પર છગ્ગો જમાવ્યો હતો. ત્યાર બાદ ઓવરના અંતિમ બંને બોલ પર ક્વિન્ટન ડી કોકે ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં 16 રન ગુમાવ્યા હતા.
ભારતીય ટીમને શરુઆતમાં જે જરુરી હતી એ સફળતા ભૂવનેશ્વરે અપાવી દીધી. ત્રીજી ઓવરના બીજા બોલ પર વિકેટકીપર ઋષભ પંતના હાથમાં કેચ ઝીલાવી દઈને તેને પરત મોકલ્યો હતો.
અવેશ ખાને બીજી ઓવર નાંખી જે ઘણી મોંઘી રહી હતી જેમાં તેણે 15 રન આપ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર, બાવુમાએ ફ્લિક કર્યું અને સ્ક્વેર લેગ પર ફોર ફટકારી. આગલા બોલ પર બાવુમાએ અંતિમ પગ પર ચોગ્ગો માર્યો. ઓવરના છેલ્લા બોલ પર ડી કોકે બેકવર્ડ પોઈન્ટ પર બાઉન્ડ્રી ફટકારી હતી.
ભારત તરફથી પ્રથમ ઓવર ભૂવનેશ્વર કુમાર લઈને આવ્યો હતો. ઓવરમાં બાયના રુપમાં ભૂવીએ ચાર રન ગુમાવ્યા હતા. ઓવરમાં 7 રન આપ્યા હતા.
ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બાવુમા દક્ષિણ આફ્રિકાની ટીમ વતી ઓપનીંગ કરવા માટે ક્રિઝ પર આવ્યા હતા. ભારત તરફથી ભૂવનેશ્વર કુમાર પ્રથમ ઓવર લઈને આવ્યો હતો.
ભારતે ટોસ હારીને બેટીંગની શરુઆત શાનદાર રીતે કરી હતી. ભારતીય ઓપનરોએ અડધી સદીની આક્રમક રમત સાથેની ભાગીદારી રમત રમી હતી. ઈશાન કિશનની તોફાની રમત વડે અડદી સદી ફટકારી હતી. 20 ઓવરના અંતે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 4 વિકેટ ગુમાવીને 211 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
અંતિમ ઓવર લઈને નોરખિયા આવ્યો હતો અને તેના બોલ પર ઋષભ પંતે પોતાની વિકેટ ગુમાવી હતી.
19મી ઓવરની શરુઆતે જ હાર્દિક પંડ્યાએ રબાડાના બોલ પર છગ્ગો જમાવ્યો હતો. ઓવરના અતમાં પંતે બાઉન્ડરી મેળવી હતી. ઓવરમાં 15 રન આવ્યા હતા.
18મી ઓવર પર્નેલ લઈને આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ ઓવરના ચોથા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી અને આગળના બોલ પર લોંગ ઓન પર છગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં 13 રન આવ્યા હતા.
ઋષભ પંતે આક્રમક અંદાજ અપનાવ્યો છે. 17મી ઓવરમાં તેણે 2 છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં તેની આ રમતને લઈ 18 રન આવ્યા હતા.
પર્નેલે 16મીઓ ઓવર લઈને આવ્યો હતો અને આ ઓવરના બીજા બોલ પર તેણે ચોગ્ગો ફટકાર્યો હતો. સુંદર ટાઈમીંગ સાથે લગાવેલ શોટ પર ચાર રન મળ્યા હતા. ઓવરમાં 6 રન મળ્યા હતા.
14મી ઓવરમાં ભારતના ખાતમાં 8 રન આવ્યા હતા. આ ઓવર કાગીસો રબાડા લઈને આવ્યો હતો. ઓવરના પાંચમાં બોલ પર શ્રેયસ ઐયરે મીડઓફ પર બાઉન્ડરી લગાવી હતી.
આક્રમક સ્વરુપમાં દેખાઈ રહેલા ઈશાન કિશનને કેશવ મહારાજે આઉટ કર્યો છે. જોકે આ પહેલા મહારાજે ખૂબ માર સહન કર્યો હતો. ઓવરમાં જ બે છગ્ગા અને ચોગ્ગા સહ્યા બાદ ઓવરના અંતિમ બોલ પર કેચ ઝીલાવી આઉટ કર્યો હતો. કિશને 48 બોલમાં 76 રન નોંધાવ્યા હતા.
ઈશાન કિશને 13મી ઓવરમાં બે છગ્ગા અને 2 ચોગ્ગા જમાવી દીધા હતા. આ ઓવર કેશવ મહરાજ લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બંને બોલ પર તેણે બે સળંગ છગ્ગા જમાવ્યા હતા. ત્યાર બાદ ત્રીજા અને ચોથા બોલ પર સળંગ બે ચોગ્ગા લગાવ્યા હતા. આમ ચાર બોલમાં જ ભારતના ખાતામાં 20 રન ઉમેરી દીધા હતા.
12મી ઓવર લઈને ડ્વેન પ્રિટોરિયસ આવ્યો હતો. તેણે ઓવરમાં માત્ર 5 સિંગલ રન આપ્યા હતા. આમ ઓવરમાં માત્ર 5 જ રન આપ્યા હતા.
કેશવ મહારાજે 11મી ઓવરમાં 10 રન આપ્યા હતા. ઓવરના પાંચમા બોલ પર ઈશાને સ્લોગ સ્વીપ કર્યો અને મિડ-વિકેટ પર સિક્સર ફટકારી. આ છગ્ગા સાથે તેણે પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 37 બોલમાં નવ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાની અર્ધી સદી પૂરી કરી હતી.
તબરેઝ શમ્સી ઈનીંગની 10મી ઓવર લઈને આવ્યો હતો. જોકે ઓવરની શરુઆત તેણે છગ્ગાના માર સાથે કરવી પડી હતી. ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરે શાનદાર છગ્ગો લોંગ ઓન પર લગાવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર વધુ એક છગ્ગો લગાવ્યો હતો. ઓવરમાં 15 રન આવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાના મીડિયમ પેસર ડ્વેન પ્રેટોરિયસે નવમી ઓવરમાં 12 રન આપ્યા હતા. ઇશાને ઓવરના પ્રથમ અને છેલ્લા બોલ પર ચોગ્ગા ફટકાર્યા. ઓવરના પ્રથમ બોલ પર, તેણે ડીપ પોઇન્ટ પર ચોગ્ગો લગાવ્યો હતો. તે જ સમયે, ટીમના ખાતામાં ચાર રન ઓવરના છેલ્લા બોલ પર વધુ ચાર લગાવ્યા હતા.
તબરેઝ શમ્સી એટેક પર આવ્યો છે. તે આઠમી ઓવર લઈને આવ્યો હતો અને ઓવરના ચોથા બોલને શ્રેયસ ઐયરે શાનદાર છગ્ગો લગાવ્યો હતો. લોંગ ઓન પર આ છગ્ગો મેળવ્યો હતો. ઓવરમાં ભારતના ખાતામાં 12 રન આવ્યા હતા.
ગાયકવાડની આક્રમક ઈનીગનો અંત આવ્યો હતો. વેઈન પર્નેલે પહેલા છગ્ગાનો માર સહન કર્યો હતો પરંતુ આગળના બોલ પર જ ગાયકવાડને પોતાની જાળમાં ફસાવવામાં સફળ રહ્યો હતો. તેણે ટીમના કેપ્ટન બાવુમાના હાથમાં ગાયકવાડનો કેચ ઝડપાવ્યો હતો 15 બોલમાં 23 રન નોંધાવીને ગાયકવાડ આઉટ થયો હતો.
વેઈન પર્નેલ નુ સ્વાગત આ વખતે ઋતુરાજ ગાયકવાડે છગ્ગાથી કર્યુ હતુ. અગાઉ પર્નેલે ઓવરમાં માત્ર 1 જ રન આપ્યો હતો. પરંતુ આ વખતે તેણે મોટો શોટ લગાવ્યો હતો અને તે કેચ થવાથી પણ બચ્યો હતો, પરંતુ છ રન મેળવ્યા હતા.
છઠ્ઠી ઓવર લઈને એનરિક નોરખિયા આવ્યો હતો. તેની ઓવરના પ્રથમ બોલ પર જ ઋતુરાજ ગાયકવાડે છગ્ગો જમાવી દીધો હતો. ત્યાર બાદ ઈશન કિશને એક બાદ એક બે ચોગ્ગા ફટકાર્યા હતા. આમ ભારત માટે સારી ઓવર રહી હતી. ઓવરમાં 15 રન આવ્યા હતા.
વેઈન પેર્નેલ પાંચમી ઓવર લઈને આવ્યો હતો. તેણે માત્ર એક જ રન પોતાની ઓવરમાં આપ્યો હતો. ઈશાન કિશને તેની ઓવરમાં 5 બોલનો સામનો કર્યો હતો અને એક પણ રન આપ્યો નહોતો.
ચોથી ઓવર લઈને કાગીસો રબાડા આવ્યો હતો. અગાઉ તેની ઓવરમાં તેણે માત્ર 2 રન આપ્યા હતા. પરંતુ આ ઓવરમાં તેણે 11 રન ગુમાવ્યા હતા. ઈશાન કિશને ઓવરના ચોથા બોલને ગેપમાંથી નિકાળીને બાઉન્ડરી પર પહોંચાડ્યો હતો અને ઓવરના અંતિમ બોલ પર ફરી એકવાર બાઉન્ડરી જમાવી હતી. જે થર્ડમેન તરફની હતી.
ત્રીજી ઓવરમાં એનરિક નોરખિયાને એટેક પર ઉતાર્યો હતો. આ પહેલા કેશવ મહારાજની ઓવરમાં વધુ રન જતા ઓવરમાં બદલાવ કર્યો હતો. પરંતુ ઋતુરાજ ગાયકવાડે તેના બોલ પર છગ્ગો જમાવી દીધો હતો. ઓવરના પાંચમાં બોલ પર હુક શોટ લગાવીને ફાઈન લેગ પર થઈને બોલને સીધો જ છગ્ગાના રુપમાં બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો. ઓવરમાં 9 રન આવ્યા હતા.
બીજી ઓવર કાગીસો રબાડા લઈને આવ્યો હતો. તેણે જબરદસ્ત બોલીંગ કરીને બંને બેટ્સમેનોને નિયંત્રણમાં રાખ્યા હતા. ઓવરમાં રબાડાએ માત્ર 2 સિંગલ રન જ આપ્યા હતા.
પ્રથમ ઓવરમાં ભારતના ખાતામાં 13 રન આવ્યા હતા. ઓવરનો બીજો બોલ વાઈડ હતો જે બાઉન્ડ્રીની પાર ગયો હતો. ઓવરના ચોથા બોલ પર ઈશાને શોર્ટ થર્ડ મેન પર ચોગ્ગો ફટકાર્યો હતો. તે જ સમયે, ઓવરના પાંચમા બોલ પર, તેણે એક્સ્ટ્રા કવર પર બીજો ચોગ્ગો ફટકાર્યો.
ઇશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ બંને ભારતીય ટીમ તરફથી બેટીંગ માટે ક્રિઝ પર આવ્યા છે. કેશવ મહારાજે દક્ષિણ આફિકા તરફથી પ્રથમ ઓવર લઈને આવ્યો છે.
A look at the Playing XI for #INDvSA
Live – https://t.co/YOoyTQmu1p #INDvSA @Paytm pic.twitter.com/YiAjMS6VXK
— BCCI (@BCCI) June 9, 2022
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, વેઈન પેર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કેશવ મહારાજ, તબરીઝ શમ્સી, કાગીસો રબાડા, એનરિક નોરખિયા
ટોસ વેળા જ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ માહિતી આપી હતી કે, એઈડન માર્કરમ કોવિડ પોઝિટિવ જણાયો છે અને જેને લઈ તે મેચમાં ઉપલબ્ધ રહી શક્યો નથી.
ભારત: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને અવેશ ખાન
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઋષભ પંતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેપ્ટન તરીકે પ્રથમ ટોસ હાર્યો હતો.
જો પંત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ વખત રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશિપ કરતી વખતે શ્રેણીની શરૂઆતની મેચ જીતવામાં સફળ થાય છે, તો ભારત સતત 13મી T20 જીતીને નવો રેકોર્ડ પણ બનાવશે.
આ શ્રેણી માટે કેએલ રાહુલને ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જોકે, ઈજાના કારણે તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. રાહુલના બહાર થયા બાદ ઋષભ પંતને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી પાંચ મેચની T20 સીરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રેણીની પ્રથમ મેચ હવે થોડીવારમાં જ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
Published On - 6:19 pm, Thu, 9 June 22