
ભારત અને સાઉથ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે બુધવારથી વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. શ્રેણીમાં ત્રણ મેચ રમવાની છે. પ્રથમ મેચ પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાશે. ભારતને વનડે શ્રેણી પહેલા ટેસ્ટ શ્રેણીમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ વિરાટ કોહલી (Virat Kohli) એ ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. આ બધા પછી હવે ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) આ બધી બાબતોને પાછળ છોડીને આગળ વધવાનો પ્રયાસ કરશે. તેનો ઈરાદો ટેસ્ટ શ્રેણીમાં મળેલી હારનો બદલો વનડે શ્રેણીમાં લેવાનો હશે.
ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2018માં સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો ત્યારે વિરાટ કોહલીની કપ્તાનીમાં વનડે શ્રેણી 5-1 થી જીતી હતી. આ મેચમાં ભારત તરફથી સાત વર્ષમાં પ્રથમ વખત વિરાટ કોહલી બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરશે અને તમામની નજર તેના પર રહેશે. કેએલ રાહુલ આ શ્રેણીમાં ભારતની કેપ્ટનશીપ કરશે.
રાહુલે મેચ પહેલા સ્પષ્ટ કરી દીધું હતું કે તે આ સિરીઝમાં શિખર ધવન સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ કેએલ રાહુલ અને કોચ રાહુલ દ્રવિડ પર યોગ્ય સંયોજન સાથે આવવાનું દબાણ રહેશે. રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં એ પણ ધ્યાન દોર્યું કે યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે પોતાની તકની રાહ જોવી પડી શકે છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વનડે મેચ 19 જાન્યુઆરી (બુધવાર)ના રોજ રમાશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ બપોરે 02:00 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચની ટોસ બપોરે 01:30 વાગ્યે થશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.
મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.
Published On - 9:25 am, Wed, 19 January 22