ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે ટી20 શ્રેણી સમાપ્ત થઈ છે. જેમાં ભારતીય ટીમે (Indian Cricket Team) 2-1 થી શ્રેણી વિજય મેળવ્યો હતો. હવે 3 વન ડે મેચોની શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ વન ડે મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પરંતુ લખનૌ (Lucknow) માં માહોલ વરસાદી છે અને જેને લઈ મેચ મોડી શરુ થનારી છે. આ પહેલા પણ સામે આવેલી તસ્વીરોમાં ગ્રાઉન્ડમાં પિચ પર વરસાદથી રક્ષણ આપવા માટે કવર ઢંકાયેલા જોવા મળી રહ્યા હતા. પરંતુ BCCI એ મેચને લઈ અપડેટ આપ્યુ છે.
વરસાદી માહોલને લઈ પહેલાથી જ વરસાદ ખલેલ સર્જવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા. બપોરે 1. 30 કલાકે મેચ શરુ થનારી હતી. પરંતુ વરસાદી માહોલને લઈ બીસીસીઆઈએ ટ્વીટ કરીને અપડેટ આપ્યુ છે કે, મેચ અડધો કલાક મોડી શરુ થનારી છે. એટલે કે ટોસ અને મેચ શરુ થવાને બદલે નિર્ધારીત સમય અડધો કલાક મોડો કરી દેવામાં આવ્યો છે. આમ હવે ટોસ 1.30 કલાકે ઉછાળવામાં આવશે, જ્યારે મેચ 2.00 કલાકે શરુ થશે.
🚨 Update 🚨
Rain delay!
After an early inspection, the Toss and Match Time for the #INDvSA Lucknow ODI has been pushed by half an hour.
The Toss will be at 1:30 PM IST.
Play begins at 2:00 PM IST.
— BCCI (@BCCI) October 6, 2022
રોહિત શર્મા અને સ્ટાર ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા માટે રવાના ગુરુવાર સવારે થયા છે. આમ રોહિતની ગેરહાજરીમાં પહેલાથી નિર્ધારીત યોજનાનુસાર શિખર ધવન વનડે શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. માત્ર કેપ્ટન જ નહીં, ટીમ ઈન્ડિયાના ઘણા ચહેરા પણ બદલાઈ ગયા છે, કારણ કે T20 સિરીઝમાં રમી રહેલા તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ ગયા છે. ધવન એન્ડ કંપની પાસે દક્ષિણ આફ્રિકાને વન-ડે શ્રેણી જીતવાથી રોકવાનો મોટો પડકાર છે. આમ ગબ્બર દક્ષિણ આફ્રિકા સામે વન ડે સિરીઝને જીતવા માટે પુરો દમ લગાવી દેવો પડશે.
જોકે નવોદીત ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવા માટે દક્ષિણ આફ્રિકા સામેની વન ડે એ ગોલ્ડન મોકો છે. તો વળી લાંબા સમય થી ટીમ ઈન્ડિયામાં અંદર અને બહાર થઈ રહેલા ખેલાડીઓને પણ પોતાની ક્ષમતા અને પોતાના અનુભવને દર્શાવવાની તક મળશે. ભારત માટે જીત કેટલાક ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયામા પોતાનુ સ્થાન જમાવવા મદદગાર નિવડી શકે છે.
Published On - 11:37 am, Thu, 6 October 22