
વોશિંગ્ટન સુંદર (Washington Sundar) દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા (Team India) માં પ્રવેશી ચૂક્યો છે. તેને દીપક ચહર (Deepak Chahar) ની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સુંદર પણ ઈજાના કારણે ટીમની બહાર હતો. પરંતુ હવે તે ઠીક છે અને વનડે શ્રેણીમાં ટીમ સાથે જોડાવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.
ચહરને પીઠમાં ઈજા થઈ હતી અને તેથી તે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ODI શ્રેણીની પ્રથમ મેચમાં રમ્યો ન હતો અને હવે તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. હવે તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં જશે. બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં લખ્યું છે કે, “ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ODI સિરીઝમાં દીપક ચાહરની જગ્યાએ વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કર્યો છે.”
🚨 NEWS 🚨: Washington Sundar replaces Deepak Chahar in ODI squad. #TeamIndia | #INDvSA
More Details 🔽https://t.co/uBidugMgK4
— BCCI (@BCCI) October 8, 2022
ચહરની ઈજા ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીનો વિષય છે કારણ કે તે શાનદાર ફોર્મમાં હતો. સાઉથ આફ્રિકા સામે રમાયેલી છેલ્લી T20 મેચમાં તેને પીઠમાં તકલીફ થઈ હતી અને તેના કારણે તે ટીમની બહાર થઈ ગયો હતો. ચહર તે ખેલાડીઓમાંથી એક હતો જે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ICC T20 વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહના સ્થાનના દાવેદાર હતા પરંતુ તેની ઈજા ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બની ગઈ છે.
ચહર હાલમાં જ ઈજામાંથી પરત ફર્યો હતો. તે આ વર્ષે ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી, તે IPL 2022 માં વાપસી કરવાનો હતો પરંતુ તે પછી પુનર્વસન દરમિયાન તે ફરીથી ઇજાગ્રસ્ત થયો અને આખી સિઝનમાંથી બહાર થઈ ગયો. ઑગસ્ટમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી વનડે શ્રેણીમાં તેણે ફરીથી પુનરાગમન કર્યું હતું. ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના રિઝર્વ ખેલાડીઓમાં તેની પસંદગી કરવામાં આવી છે.
સુંદર પણ ઈજામાંથી સાજા થઈને ટીમમાં પરત ફર્યો છે. કાઉન્ટીમાં લેન્કેશાયર તરફથી રમતી વખતે તેને ખભામાં ઈજા થઈ હતી. જે બાદ તેણે પોતાની ઈજા પર કામ કર્યું અને હવે તે ટીમમાં પરત ફર્યો છે. સુંદરે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ 11 ફેબ્રુઆરી 2022ના રોજ રમી હતી. તે અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે મેદાનમાં ઉતર્યો હતો. આ પછી તે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી IPL પણ રમ્યો હતો.
Published On - 8:27 pm, Sat, 8 October 22