India vs Pakistan: અર્શદીપ સિંહે મચાવ્યો તરખાટ, બાબર આઝમ અને રિઝવાનને આવતા સાથે જ મપાવ્યો રસ્તો

|

Oct 23, 2022 | 3:26 PM

પાકિસ્તાનને તેના બે બેટ્સમેન પર ગર્વ હતો, જેમની સાથે તમામ આશાઓ જોડાયેલી હતી, તે આશાઓ મરી ગઈ. અને, ભારતનો અર્શદીપ સિંહ (Arshdeep Singh) પાકિસ્તાનના પતનનું કારણ બન્યો.

India vs Pakistan: અર્શદીપ સિંહે મચાવ્યો તરખાટ, બાબર આઝમ અને રિઝવાનને આવતા સાથે જ મપાવ્યો રસ્તો
Arshdeep Singh એ પાકિસ્તાનની જાણે મેલબોર્નમાં કબર ખોદી

Follow us on

મેલબોર્નના મેદાન પર ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની હાઈવોલ્ટેજ મેચનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. ટોસ જીત્યા પછી, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, ત્યારબાદ તેના નિર્ણયને ભારતીય ટીમના અસરકારક સરદાર એટલે કે અર્શદીપ સિંહે (Arshdeep Singh) યોગ્ય સાબિત કરવાની શરુઆત કરી હતી. ભુવનેશ્વર કુમારે બોલિંગની શરૂઆત કરી હતી. તેણે પણ અસર છોડી. પરંતુ અર્શદીપે જે તબાહી મચાવી હતી, તેણે પાકિસ્તાન માટે કબર ખોદવાનું કામ કર્યું હતું. તેણે પહેલા બાબર આઝમ (Babar Azam) અને પછી મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) બંનેને માત્ર 12 બોલમાં જ ઝડપી લીધા હતા. આ બેટ્સમેન ક્યારે ક્રિઝ પર આવ્યા અને ચાલ્યા ગયા તે ખબર જ ન પડી.

મતલબ, પાકિસ્તાનને તેના બે બેટ્સમેન પર ગર્વ હતો, જેમની પાસે બધી આશાઓ જોડાયેલી હતી, તે જ આશાઓ મરી ગઈ. અને, ભારતનો અર્શદીપ સિંહ પાકિસ્તાનના પતનનું કારણ બન્યો. T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત પહેલા જ ક્રિકેટ વિભાગમાં અર્શદીપ વિશે ચર્ચા થઈ હતી. અને, પાકિસ્તાન સામેની T20 વર્લ્ડ કપની તેની પ્રથમ મેચમાં, તેણે સમજાવ્યું કે શા માટે રમત શરૂ થાય તે પહેલા જ તેના નામનો અવાજ આવી રહ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પહેલા બાબરે પછી રિઝવાનને રસ્તો બતાવ્યો

અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ફેંકેલા તેના પહેલા જ બોલ પર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની મોટી વિકેટ લીધી હતી. તેણે બાબરને એલબીડબલ્યુ કરીને ગોલ્ડન ડક કર્યું હતું.

 

 

પોતાની પ્રથમ ઓવરના પ્રથમ બોલમાં બાબરને આઉટ કર્યા પછી, અર્શદીપ સિંહે બીજી ઓવરના છેલ્લા બોલ પર પાકિસ્તાનના બીજા વિશ્વસનીય બેટ્સમેન મોહમ્મદ નવાઝને પણ ડિલ કર્યો. અર્શદીપે રિઝવાનને શોર્ટ બોલ પર ભુવનેશ્વર કુમારના હાથે કેચ કરાવ્યો હતો.

અર્શદીપે 2 ઓવરમાં પાકિસ્તાનની કબર ખોદી નાખી

આ રીતે અર્શદીપ સિંહે તેના પહેલા T20 વર્લ્ડ કપની પ્રથમ 2 ઓવરમાં બાબર અને રિઝવાન બંનેને ચાલતા કરાવ્યા હતા. પાકિસ્તાનના આ બે મોટા બેટ્સમેનોને અર્શદીપના બોલ વિશે ખબર પણ ન હતી. અર્શદીપની અસરકારક બોલિંગ સામે તેમનો સંઘર્ષે દમ તોડી દીધો હતો.

 

Published On - 3:07 pm, Sun, 23 October 22

Next Article