IND vs PAK: રોહિત શર્મા અને કેએલ રાહુલની પાકિસ્તાન સામે જબરદસ્ત ધમાલ, તોડી દીધા 4 મોટા રેકોર્ડ

|

Sep 04, 2022 | 9:59 PM

રોહિત શર્મા (Rohit Sharma) અને કેએલ રાહુલે (KL Rahul) પાકિસ્તાન સામે અડધી સદીની ભાગીદારી નોંધાવી, ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી

IND vs PAK: રોહિત શર્મા અને કેએલ રાહુલની પાકિસ્તાન સામે જબરદસ્ત ધમાલ, તોડી દીધા 4 મોટા રેકોર્ડ
Rohit Sharma અને KL Rahul એ શાનદાર ભાગીદારી કરી હતી

Follow us on

એશિયા કપ (Asia Cup 2022) ની સુપર 4 મેચમાં ભારતીય ઓપનિંગ જોડીએ પાકિસ્તાનને હચમચાવી દીધું હતું. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને કેએલ રાહુલે (KL Rahul) ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ 31 બોલમાં 54 રન જોડ્યા હતા. રોહિત અને રાહુલે મળીને 4 સિક્સ, 4 ફોર ફટકારી હતી. રોહિતે પુલ શોટમાં જબરદસ્ત છગ્ગા ફટકાર્યા, જ્યારે કેએલ રાહુલે કવર ઉપરથી અદ્ભુત શોટ રમ્યા. બંને ખેલાડીઓ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. રોહિત શર્માએ 16 બોલમાં 28 રન અને કેએલ રાહુલે 20 બોલમાં 28 રન બનાવ્યા હતા. જો કે આમ છતાં રાહુલ-રોહિતના ધડાકાએ 4 મોટા રેકોર્ડ તોડી નાખ્યા.

આ 4 રેકોર્ડ તોડ્યા

  1. રોહિત શર્મા અને કેએલ રાહુલે ટી20 ક્રિકેટમાં 15મી વખત 50 થી વધુ રનની ભાગીદારી કરી. T20 વર્લ્ડ કપમાં આ એક રેકોર્ડ છે. આ પછી કેવિન ઓ’બ્રાયન અને પોલ સ્ટર્લિંગનો નંબર આવે છે. માર્ટિન ગુપ્ટિલ-કેન વિલિયમસને આ કારનામું 12 વખત કર્યું છે.
  2. રોહિત શર્મા એશિયા કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સ મારનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો. રોહિતે એશિયા કપમાં કેપ્ટન તરીકે 17 સિક્સર ફટકારી છે. ધોનીએ 16 સિક્સર ફટકારી હતી.
  3. T20 ક્રિકેટમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ છગ્ગા રોહિત શર્માના નામે છે. વીરેન્દ્ર સેહવાગે 4 અને ઈશાન કિશને 3 સિક્સર ફટકારી છે. યુસુફ પઠાણ, મુરલી વિજય અને કેએલ રાહુલે પ્રથમ ઓવરમાં 1-1 સિક્સ ફટકારી હતી.
  4. રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત હવે પુરુષ અને મહિલા ટી20 ક્રિકેટમાં નંબર 1 પર છે. રોહિતના નામે 3548 રન છે અને તેના નામે 4 સદી પણ છે.

Published On - 9:57 pm, Sun, 4 September 22

Next Article