IND vs PAK: પાકિસ્તાને ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ભારતીય ટીમમાં કોને મળી તક? જાણો Playing XI

|

Feb 12, 2023 | 6:43 PM

India Vs Pakistan, Playing XI: ભારત અને પાકિસ્તાન વચ્ચે કેપટાઉનમાં ટી20 મહિલા વિશ્વકપમાં ટક્કર થઈ રહી છે. મેચ પહેલા ભારતની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના ઈજાને લઈ આ મેચથી બહાર થઈ હતી.

IND vs PAK: પાકિસ્તાને ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ભારતીય ટીમમાં કોને મળી તક? જાણો Playing XI
પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી

Follow us on

ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 મહિલા વિશ્વકપની લીગ મેચ રમાઈ રહી છે. કેપટાઉનમાં રમાઈ રહેલી T20 મેચમાં પાકિસ્તાની સુકાની બિસ્માહ મારુફે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરશે. ભારતીય ઉપસુકાની સ્મૃતિ મંધાના ઈજાને લઈ આજની મેચથી બહાર રહેવા મજબૂર રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની વોર્મ અપ મેચમાં તેને ઈજા પહોંચી હતી. જેને લઈ તેને બહાર રાખવામાં આવી હતી. ટીમમાં હરલીન દેઓલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે વડોદરાની યાસ્તિકા ભાટીયાનો પણ ટીમમાં બેટર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્મૃતિ મંધાનાની ગેરહાજરીમાં ઓપનીંગ માટેની જવાબદારી શેફાલી વર્મા સંભાળશે. શેફાલીએ તોફાની શરુઆત કરવાની જવાબદારી નિભાવવી પડશે. હરમનપ્રીત પણ તેની સાથે જવાબદારી વધી જશે. મધ્યમ ક્રમમાં જેમિમા રોડ્રિગ્ઝે પણ પોતાનો દમ દેખાડવો આજે જરુરી બનશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હરમને કહ્યુ-અમે પણ પ્રથમ બેટિંગ ઈચ્છતા હતા

ટોસ સમયે હરમનપ્રીતે કહ્યું, “અમે પણ પહેલા બેટિંગ કરવા માંગતા હતા કારણ કે આ પીચ સૂકી છે. મંધાના થોડા દિવસોમાં ઠીક થઈ જશે. પરંતુ આજે અમારે ટીમમાં વધારાના બેટ્સમેનનો સમાવેશ કરવો પડશે. હરલીન દેઓલ ટીમમાં આવી છે. શિખાને બહાર જવાનું છે. મને લાગે છે કે આ વિકેટો અમને મદદ કરશે. અમારી બોલિંગ ઘણી સારી છે. અગાઉ અમારા બોલરોએ ત્રિકોણીય શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું”.

 

 

 

બંને ટીમોની પ્લેઇંગ-11

ભારતીય મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા ઠાકુર સિંહ.

પાકિસ્તાન મહિલા ટીમઃ બિસ્માહ મહરૂફ (કેપ્ટન), જવેરિયા ખાન, મુનીબ અલી (વિકેટકીપર), નિદા દાર, સિદરા અમીન, આલિયા રિયાઝ, આયેશા નસીમ, ફાતિમા સના, આયમાન અનવર, નશરા સંધુ, સાદિયા ઈકબાલ

Published On - 6:24 pm, Sun, 12 February 23

Next Article