India W vs Pakistan W T20 Live Streaming: ભારત અને પાકિસ્તાન આમને સામને, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે

|

Oct 06, 2022 | 11:35 PM

IND Vs PAK T20 Asia Cup Watch Live: ભારતીય મહિલા ટીમ અત્યાર સુધી એશિયા કપ ગૃપ રાઉન્ડરની તમામ મેચ જીતી લીધી છે.

India W vs Pakistan W T20 Live Streaming: ભારત અને પાકિસ્તાન આમને સામને, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે
શુક્રવારે પાકિસ્તાન સામે થશે ટક્કર

Follow us on

એશિયા કપ 2022 (Asia Cup 2022) માં ભારતીય મહિલા ટીમ શુક્રવારે તેની સૌથી મહત્વપૂર્ણ મેચ રમશે. શુક્રવારે ભારતનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ (Indian Women Cricket Team) ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે જ્યારે પાકિસ્તાન થાઈલેન્ડ સામેની છેલ્લી મેચમાં અપસેટનો શિકાર બન્યું છે. પાકિસ્તાન (Pakistan Women Cricket Team) શરમજનક હાર બાદ વાપસી કરવા માટે બેતાબ રહેશે, જ્યારે ભારત તેની જીતનુ અભિયાન ચાલુ રાખવા માંગશે. અગાઉની મેચોમાં નવા ખેલાડીઓને તક આપવા છતાં ભારતે આસાન વિજય મેળવ્યો હતો.

ભારતીય ટીમે છેલ્લી બે મેચમાં કુલ આઠ ફેરફાર કર્યા છે અને પોતાના દ્રિતીય શ્રેણીના ખેલાડીઓને તક આપી છે, પરંતુ પાકિસ્તાન સામે તેઓ પોતાની શ્રેષ્ઠ ટીમ મેદાનમાં લાવશે. ભારત અને પાકિસ્તાન બંને ટીમો હાલમાં ટેબલમાં પ્રથમ બે સ્થાન પર છે. ભારતે સતત ત્રણ મેચ જીતી છે અને તે ટેબલમાં ટોપ પર છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચ ક્યારે રમાશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચ શુક્રવાર, 07 ઓક્ટોબરે રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચ ક્યાં રમાશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચ સિલ્હટના સિલ્હેટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચ બપોરે 1 વાગ્યે શરૂ થશે, ટોસ બપોરે 12:30 વાગ્યે થશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ-2022ની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચનું લાઈવ ટેલિકાસ્ટ Star Sports નેટવર્કની વિવિધ ચેનલો પર થશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney Hotstar પર થશે. તમે TV9gujarati.com પર આ મેચ અંગે અપડેટ્સ સમાચાર પણ વાંચી શકો છો.

ભારતીય ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, સબીનેની મેઘના, રિચા ઘોષ (વાઈસ કેપ્ટન, વિકેટકીપર), સ્નેહ રાણા, દયાલન હેમલતા, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ અને કેપી નવગીરે.

 

 

Next Article