
India vs Pakistan Asia Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે (2 સપ્ટેમ્બર) એશિયા કપની ત્રીજી મેચ અનિર્ણિત રહી. કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા 50 ઓવર પણ રમી શકી નહોતી. તેઓ 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. આ પછી વરસાદના કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ અમ્પાયરે બંને કેપ્ટન સાથે વાત કરી અને મેચ રદ્દ જાહેર કરી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની શાનદાર મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા તેની પહેલી જ મેચમાં જીત મેળવતા ચૂક્યુ છે, જ્યારે પાકિસ્તાન પણ સુપર-ફોર માટે ક્વોલિફાઈ થઈ ગયું છે.
શ્રીલંકાના Pallekeleમાં વરસાદના વિઘ્નને કારણે ડકવર્થ લુઈસ નિયમ અનુસાર નવો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે પાકિસ્તાનને જીત માટે 36 ઓવરમાં 226 રનની જરુર છે. જોકે વરસાદને કારણે આ ટાર્ગેટમાં પણ પરિવર્તન આવે તેવી સંભાવના છે.
સંભાવનાઓ : 20 ઓવર – 155 | 30 ઓવર – 203 | 40 ઓવર – 239
હાલમાં વરસાદ રોકાયો હોવાના સમાચાર છે. અંપાયર ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વાતચિત કરી રહ્યા છે. 9 વાગ્યે મેદાનનુ નિરીક્ષણ કરવામાં આવશે. ત્યાર બાદ મેચ શરુ થવાને લઈ અપડેટ સામે આવી શકે છે.
UPDATE
Inspection at 09.00 PM Local Time (Same as IST). #AsiaCup2023 | #TeamIndia | #INDvPAK https://t.co/DJlHh9D58M
— BCCI (@BCCI) September 2, 2023
India vs Pakistan cricket live score : ભારતીય ઈનિંગ્સના અંત પછી વરસાદ ફરી આવ્યો છે અને આ સમયે કવર્સ મેદાન પર છે. જો વરસાદ સમયસર બંધ ન થાય તો ઓવરોની સંખ્યા ઘટાડી શકાય છે અને ટાર્ગેટ પણ બદલી શકાય છે.
એશિયા કપમાં પહેલીવાર એક ઈનિંગમાં 10 વિકેટ પેસર્સ દ્વારા લેવામાં આવી છે. નસીમ, શાહીન અને રઉફની ઓવરમાં 10 વિકેટ પડી હતી. જ્યારે સ્પીનર્સ એક પણ વિકેટ લઈ શક્યા ન હતા.
પાકિસ્તાનના ધૂરંધર બોલર્સ સામે ભારતનું ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યું હતુ. ભારતીય ટીમ સામે આજે સૌથી વધારે હાર્દિક પંડયાએ 87 રન, ઈશાન કિશને 82 રન અને જસપ્રિત બુમરાહે 16 રન બનાવ્યા હતા.
ભારત સામે પાકિસ્તાનીન ફાસ્ટ બોલર્સે 27.5 ઓવરમાં 129 રન આપીને 10 વિકેટ લીધી હતી. જ્યારે પાકિસ્તાની સ્પીનર્સે 21 ઓવરમાં 133 રન આપ્યા પણ એક વિકેટ લઈ શક્યા ન હતા. પાકિસ્તાનના શાહીન આફરીદીએ સૌથી વધારે 4 વિકેટ લીધી હતી. જ્યારે નસીમ શાહ અને રઉફે 3-3 વિકેટ લીધી હતી.
India vs Pakistan live score : પાકિસ્તાન માટે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સેમનનું લિસ્ટ નીચે મુજબ છે. જો આ મેચમાં બાબાર આઝમ સદી ફટકારશે તો તે સઈદ અનવરની બરાબરી કરી લેશે.
India vs Pakistan match live score : એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમ 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેને 87 રનની ઇનિંગ રમી હતી. લેફ્ટ વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને પણ ભારતીય ફેન્સનું દિલ જીતી લીધું હતું અને પાકિસ્તાન સામે તેના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં 82 રન બનાવ્યા હતા. આ બંને સિવાય કોઈ ભારતીય બેટ્સમેન 20 રનના આંકડાને પાર કરી શક્યો ન હતો. હાર્દિક અને ઈશાન પછી પણ બુમરાહ ત્રીજો ટોપ સ્કોરર બેટ્સમેન હતો. તેને 16 રન ફટકારીને ભારતને 266 રન સુધી પહોંચાડ્યું. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 10 ઓવરમાં 35 રન આપીને ચાર વિકેટ લીધી હતી. નસીમ શાહ અને હરિસ રઉફને ત્રણ-ત્રણ સફળતા મળી.
India vs Pakistan cricket live score : ભારતે પાકિસ્તાનને જીતવા માટે 267 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમ 48.5 ઓવરમાં 266 રનમાં સમેટાઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહ આઉટ થનાર છેલ્લો બેટ્સમેન હતો. 16 રન બનાવીને બુમરાહ આઉટ થયો હતો. ભારત તરફથી ઈશાન કિશને 82 અને હાર્દિક પંડ્યાએ 87 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 4 જ્યારે હરિસ અને નસીમે 3-3 વિકેટ લીધી.
ASIA CUP 2023. WICKET! 48.5: Jasprit Bumrah 16(14) ct Agha Salman b Naseem Shah, India 266 all out#AsiaCup #AsiaCup2023 #Cricket #INDvsPAK #PAKvsIND #TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) September 2, 2023
India vs Pakistan match live score : ભારતને 49મી ઓવરના બીજા બોલ પર નવમો ઝટકો લાગ્યો. નસીમ શાહે કુલદીપ યાદવને આઉટ કર્યો. કુલદીપનો કેચ વિકેટકીપર મોહમ્મદ રિઝવાને પકડ્યો હતો. તેને 13 બોલની ઈનિંગમાં ચાર રન બનાવ્યા હતા. ભારતનો સ્કોર નવ વિકેટે 262 રન છે.
India vs Pakistan live score : ભારત-પાકિસ્તાન વન-ડે મેચમાં આ વિકેટકિપર દ્વારા હાઈએસ્ટ સ્કોર કરવામાં આવ્યો છે.
Ind vs pak live score : ભારતીય ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. નસીમ શાહે શાર્દુલ ઠાકુરને 45મી ઓવરના પહેલા બોલ પર આઉટ કર્યો. શાર્દુલે માત્ર ત્રણ રન બનાવ્યા હતા. ભારતનો સ્કોર આઠ વિકેટે 243 રન છે. જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ ક્રિઝ પર છે.
India vs Pakistan match live score : શાહીન આફ્રિદીએ ભારતને વધુ એક ઝટકો આપ્યો છે. શાહિને રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યો હતો. જાડેજાએ 22 બોલમાં 14 રન બનાવ્યા હતા.
Ind vs pak match live score : હાર્દિક પંડ્યાની જોરદાર ઈનિંગનો અંત આવી ગયો છે. શાહીન આફ્રિદીએ હાર્દિકને પેવેલિયન પરત કર્યો છે. હાર્દિકનો કેચ સલમાન આગાએ પકડ્યો હતો. હાર્દિકે 90 બોલમાં 87 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. રવિન્દ્ર જાડેજા 14 અને શાર્દુલ ઠાકુર ખાતું રમ્યા વિના ક્રિઝ પર છે.
India vs Pakistan cricket live score : હાર્દિક પંડ્યા સદી તરફ આગળ વધી રહ્યો છે. હાર્દિકે હજુ સુધી વન ડેમાં સદી ફટકારી નથી. હવે તેની પાસે સદી ફટકારવાની તક છે. ભારતનો સ્કોર 423 ઓવરમાં પાંચ વિકેટે 239 રન છે. હાર્દિક પંડ્યા 87 અને રવિન્દ્ર જાડેજા 14 રને રમી રહ્યા છે.
India vs Pakistan match live score : આજની મેચમાં પાંચમી વિકેટ પાર્ટનરશીપ 138 રનની હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વચ્ચે થઈ હતી. આ પહેલા ભારતની પાકિસ્તાન સામે એશિયા કપમાં હાઈએસ્ટ પાર્ટનરશિપનું લિસ્ટ જોવો.
Ind vs pak match live score : ભારતની અડધી ટીમ 204 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ છે. ઈશાન કિશન તેની સદી ચૂકી ગયો અને 81 બોલમાં 82 રન બનાવીને આઉટ થયો. તેને પોતાની ઈનિંગમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. હારીસ રઉફના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે કેચ આઉટ થયો. હવે હાર્દિક પંડ્યા સાથે રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે.
Ind vs pak live score : ઈશાન કિશન બાદ હાર્દિક પંડ્યાએ પણ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. ભારત હવે મોટા સ્કોર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 37 ઓવરની રમત પૂરી થઈ ગઈ છે. ભારતનો સ્કોર ચાર વિકેટે 203 રન છે. ઈશાન કિશન 82 અને હાર્દિક પંડ્યા 66 રને રમી રહ્યા છે.
Ind vs pak match live score : હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારી છે. આ સિક્સ 85 મીટરની હતી. આ સાથે ભારતે 200 રન પાર કરી લીધા છે. ભારતે શાનદાર કમબેક કર્યું છે.
Ind vs pak match live score : હાર્દિક પંડ્યા તેની 10મી અડધી સદી ફટકારી છે. ઈશાન ગીલ અડધી સદી સાથે અણનમ છે. બંને બેટ્સમેન 100 રનની પાર્ટનરશિપ કરી છે. આ બેટ્સમેનોએ ટીમ ઈન્ડિયાને વાપસી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
India vs Pakistan cricket live score : હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી છે. હાર્દિક પંડ્યાએ 62 બોલમાં 50 રન પૂરા કર્યા છે. ભારતે 34 ઓવરમાં ચાર વિકેટે 178 રન બનાવ્યા છે. ઈશાન કિશન 72 અને હાર્દિક પંડ્યા 50 રન બનાવીને અણનમ છે. આ સાથે પાકિસ્તાન સામે 100 રનની પાર્ટનરશિપ કરી છે.
Hardik Pandya joins the party with a fine half-century
Live – https://t.co/B4XZw382cM… #INDvPAK pic.twitter.com/CDsjyzbAeq
— BCCI (@BCCI) September 2, 2023
India vs Pakistan match live score : ઈશાન કિશને અડધી સદી ફટકારી છે. ઈશાને 54 બોલમાં 50 રન પૂરા કર્યા છે. આ દરમિયાન તેને છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. ઈશાનની ODI આંતરરાષ્ટ્રીય કરિયરની આ સાતમી અડધી સદી હતી. ઈશાને સતત ચોથી વનડેમાં અડધી સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી તે સમયે ઈશાને અને હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી છે.
FIFTY!
A well made half-century by @ishankishan51 off 54 deliveries
His 7th in ODIs!
Live – https://t.co/B4XZw382cM… #INDvPAK pic.twitter.com/6FII0XRTRu
— BCCI (@BCCI) September 2, 2023
India vs Pakistan live score ટીમ ઈન્ડિયાનો સ્કોર 25 ઓવર પછી 4 વિકેટે 127 રન છે. ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ અડધી સદીની ભાગીદારી કરી છે. ઈશાન 43 રને અને પંડ્યા 30 રને રમી રહ્યા છે.
India vs Pakistan live score : 66 રનમાં 4 વિકેટ પડી ગયા બાદ ઈશાન કિશને ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી લીધી છે. 23 ઓવર પછી સ્કોર 4 વિકેટે 116 રન છે. ઈશાન કિશન 41 રને અને હાર્દિક પંડ્યા 22 રને રમી રહ્યા છે. બંને બેટ્સમેનોએ અત્યાર સુધી 5મી વિકેટ માટે 51 રનની અણનમ ભાગીદારી કરી છે.
India vs Pakistan match live score : ટીમ ઈન્ડિયાના 116 રન 20મી ઓવરમાં પૂરા થઈ ગયા. સ્કોર 4 વિકેટે 116 રન છે. ઈશાન કિશન 43 બોલમાં 41 અને હાર્દિક પંડ્યા 25 બોલમાં 22 રને રમી રહ્યો છે.
India vs Pakistan live score : ઈશાન કિશન સારી ઈનિંગ્સ રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી છે, ભારતના ઓપનર્સ પાકિસ્તાન સામે ફેલ રહ્યા છે. ઈશાને અત્યાર સુધી 4 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી છે.
Ind vs pak cricket live score : ટીમ ઈન્ડિયાની હાલત પાકિસ્તાન સામે ઘણી ખરાબ થઈ ગઈ છે. શુભમન ગિલ પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. તે 32 બોલમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. તેને ફાસ્ટ બોલર હારીસ રઉફે બોલ્ડ કર્યો હતો. 14.1 ઓવરમાં 4 વિકેટે 66 રન બનાવ્યા.
Ind vs pak match live score : વરસાદ બંધ થયા બાદ રમત ફરી શરૂ થઈ છે. રમત શરૂ થયા બાદ ઈશાન કિશને હરિસ રઉફના બોલ પર જબરદસ્ત સિક્સર ફટકારી હતી. 12 ઓવરના અંતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 58 રન છે. ઈશાન કિશન 8 અને શુભમન ગિલ 7 રન બનાવીને રમી રહ્યા છે. ગિલ અત્યાર સુધીમાં 25 બોલ રમી ચૂક્યો છે અને ઈશાને 9 બોલ રમ્યા છે.
Ind vs pak live score : 2011થી રોહિત શર્માનો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સામે રેકોર્ડ
India vs Pakistan cricket live score : 2011થી વિરાટ કોહલીનો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સામે રેકોર્ડ
India vs Pakistan match live score : થોડા સમય પછી વરસાદ બંધ થઈ ગયો અને હવે મેદાનમાંથી કવર્સ હટાવી દેવામાં આવ્યા છે. મેચ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.
India vs Pakistan cricket live score : વરસાદના કારણે મેચ રોકવામાં આવી છે. જેના કારણે બીજી વખત મેચ રોકવામાં આવી છે. ભારતે 11.2 ઓવરમાં ત્રણ વિકેટે 51 રન બનાવ્યા છે. શુભમન ગિલ સાથે ઈશાન કિશન અણનમ છે. ગિલ 24 બોલમાં છ રન અને ઈશાને છ બોલમાં બે રન બનાવ્યા છે.
Ind vs pak cricket live score : 10 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 48 રન છે. શ્રેયસ અય્યર 9 બોલમાં 14 રન બનાવીને હરિસ રઉફની બોલિંગ પર આઉટ થયો હતો. ઓપનર બેટ્સમેન શુભમન ગિલ અત્યાર સુધી ખુલીને રમી શક્યો નથી. તેણે 21 બોલમાં માત્ર 6 રન બનાવ્યા છે. ઈશાન કિશન શૂન્ય પર રમી રહ્યો છે.
Ind vs pak match live score : ભારતને ત્રીજો ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર આઉટ થયો છે. 10મી ઓવરના પાંચમા બોલ પર હરીશ રૌફના બોલ પર અય્યરનો કેચ ફખર ઝમાને કર્યો અને શ્રેયસ અય્યર આઉટ થયો. શ્રેયસ અય્યર માત્ર 14 રન બનાવીને આઉટ થયો. ભારતનો સ્કોર 10 ઓવરના અંતે ત્રણ વિકેટે 48 રન છે. ઈશાન કિશન 0 રન અને શુભમન ગિલ 6 રન સાથે રમી રહ્યા છે.
India vs Pakistan cricket live score : ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. શાહીન આફ્રિદીએ વિરાટ કોહલીને પણ આઉટ કર્યો. શાહીન આફ્રિદીએ નવા બોલથી પાકિસ્તાન ટીમને બે મોટી સફળતા અપાવી. રોહિત શર્મા બાદ શાહિને પણ કોહલીને બોલ્ડ કર્યો હતો. કોહલી 7 બોલમાં માત્ર 4 રન જ બનાવી શક્યો હતો. આફ્રિદીનો બોલ બહાર જઈ રહ્યો હતો અને કોહલીએ તેને રમવાનો પ્રયાસ કર્યો અને બોલ તેના બેટની અંદરની કિનારી લઈને વિકેટ સાથે અથડાઈ ગયો. શાહિને સતત બે ઓવરમાં ભારતના બે મુખ્ય બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા છે.
India vs Pakistan match live score : વરસાદ બાદ તરત જ ભારતને મોટો ઝટકો લાગ્યો. પાંચમી ઓવરના છેલ્લા બોલ પર શાહીન આફ્રિદીએ રોહિતને ઈનસ્વિંગ બોલ પર ક્લીન બોલ્ડ કર્યો હતો. આ તેવો જ બોલ હતો, જે તેણે 2021 T20 વર્લ્ડ કપ દરમિયાન રોહિતને ફેંક્યો હતો અને તેને આઉટ કર્યો હતો. રોહિત 22 બોલમાં 11 રન બનાવી શક્યો હતો. પાંચ ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 15 રન છે. હાલમાં શુબમન ગિલ અને વિરાટ કોહલી ક્રિઝ પર છે.
India vs Pakistan live score : ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. મેદાનમાંથી કવર દૂર કરવામાં આવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા ફરીથી હેલ્મેટ પહેરીને મેદાનમાં ઉતરવા માટે ખૂબ જ ઉત્સુક છે. શુભમન ગિલ પણ મેચની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
Ind vs pak cricket live score : જો મેચમાં વરસાદ પડે તો પરિણામ માટે બંને ટીમોએ ઓછામાં ઓછી 20 ઓવર રમવી જરૂરી છે. જો મેચના પ્રથમ દાવ દરમિયાન જ વરસાદ પડે અને ચાલુ રહે તો આખી મેચ ધોવાઈ જશે. જો બીજા દાવની 20 ઓવર પછી વરસાદ પડે છે, તો ડકવર્થ-લુઈસ નિયમ લાગુ થશે અને મેચનું પરિણામ આવશે. જો મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો બંને ટીમો એક-એક પોઈન્ટ શેર કરશે.
પાકિસ્તાન પહેલા જ નેપાળ સામેની મેચ જીતી ચૂક્યું છે અને તેના ત્રણ પોઈન્ટ છે. આવી સ્થિતિમાં એક પોઈન્ટ સાથે પણ ટીમ સુપર-ફોર માટે ક્વોલિફાય થઈ જશે. ભારત માટે સુપર ફોર માટે ક્વોલિફાય થવા માટે, નેપાળ સામે 4 સપ્ટેમ્બરે યોજાનારી મેચમાં જીતવું અથવા ડ્રો કરવી જરૂરી રહેશે.
Ind vs pak match live score : સૌરવ ગાંગુલી (ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન) એ ભારત વિરુદ્ધ પાકિસ્તાન ODI ફોર્મેટ મેચોમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે.
Saurav Ganguly (Indian cricket team’s former captain) has won the most Player of The Match Awards in INDIA vs Pakistan ODI format matches
(representative image)#AsiaCup #AsiaCup2023 #Cricket #ODI #INDvsPAK #PAKvsIND #BabarAzam #RohitSharma #Siraj #TV9News #TeamIndia pic.twitter.com/ViFdzYzadx
— Tv9 Gujarati (@tv9gujarati) September 2, 2023
Ind vs pak live score : ODI ફોર્મેટમાં સૌથી વધુ એશિયા કપ ટાઈટલ જીતનાર ટીમ ભારત છે. ભારતે આ ટાઈટલ 6 વખત જીત્યા છે. આ સિવાય શ્રીલંકાએ ચાર વખત આ ટાઈટલ જીત્યા છે અને પાકિસ્તાનની ટીમે 2 વખત આ ટાઈટલ જીત્યા છે.
Asia Cup Facts: India has won the most Asia Cup Titles in ODI Format#AsiaCup #AsiaCup2023 #Cricket #ODI #INDvsPAK #PAKvsIND #BabarAzam #RohitSharma #Siraj #TV9News #TeamIndia pic.twitter.com/XYszszwmDm
— Tv9 Gujarati (@tv9gujarati) September 2, 2023
India vs Pakistan match live score : ઈશાન કિશનને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું છે. તેનું નામ ટીમ શીટમાં નંબર-3 પર છે. આવી સ્થિતિમાં તે નંબર-3 પર બેટિંગ કરે તેવી પૂરી સંભાવના છે. કોહલી સામાન્ય રીતે આ નંબર પર રમે છે પરંતુ આ મેચમાં તે નંબર-4 પર રમતા જોવા મળી શકે છે.
Ind vs pak match live score: ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદના કારણે મેચ રોકવામાં આવી છે. પાંચમી ઓવર ચાલી રહી હતી ત્યારે વરસાદ આવ્યો અને અમ્પાયરોએ મેચ રોકવાનો નિર્ણય લીધો.
Ind vs pak live score : ભારતીય કેપ્ટન રોહિત શર્માને બીજા જ બોલ પર જીવનદાન મળ્યું હતું. શાહીન શાહ આફ્રિદીના બીજા જ બોલ પર ફખર ઝમાને લેગ સ્ક્વેર લેગ પર કેચ છોડ્યો હતો.
ભારતની પ્લેઇંગ 11 જાહેર:
Team India Playing eleven for Asia Cup match against Pakistan#AsiaCup #AsiaCup2023 #Cricket #ODI #INDvsPAK #PAKvsIND #BabarAzam #RohitSharma #Siraj #TV9News #TeamIndia pic.twitter.com/2xRMD1zEbN
— Tv9 Gujarati (@tv9gujarati) September 2, 2023
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), ફખર જમાન, ઈમામ-ઉલ-હક, સલમાન અલી, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ, મોહમ્મદ નવાઝ.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
પીચ રિપોર્ટમાં ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે કહ્યું કે આ પિચ પર સ્પિન મદદ કરશે. પીચ ઝડપી બોલરોને પણ મદદ કરશે. હવામાનને ધ્યાનમાં રાખીને ફિલ્ડિંગ વધુ સારું રહેશે.
Published On - 2:37 pm, Sat, 2 September 23