મહિલા T20 વિશ્વકપ 2023 ટૂર્નામેન્ટમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. પાકિસ્તાનની કેપ્ટન બિસ્માહ મહરૂફે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમની સુકાનીએ હરમનપ્રીત કૌરે પિચને જોઈ પ્રથમ બેટિંગની આશા રાખી હતી. પાકિસ્તાની સુકાની મિસ્બાહે અડધી સદી નોંધાવી હતી. ભારત સામે પાકિસ્તાને નિર્ધારીત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 149 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
ભારતીય બોલર દીપ્તિ શર્માએ પાકિસ્તાની ઓપનીંગ જોડીને ઝડપથી તોડી દેવામાં સફળતા મેળવી હતી. પરંતુ અંતિમ ઓવરો દરમિયાન આયેશા નસિમ અને પાકિસ્તાની સુકાની બિસ્માહે બાજી સંભળતા ભારતને 100થી વધુ રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. બંનેએ અર્ધશતકીય પાર્ટનરશિપ કરી હતી. જેમાં આયેશાએ તોફાની રમત રમી હતી.
એક સમયે શરુઆતમાં લાગી રહ્યુ હતુ કે, ભારતીય બોલરોએ પાકિસ્તાની બેટરોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. જોકે અંતિમ ઓવરો દરમિયાન સ્કોરબોર્ડ પાકિસ્તાને ઝડપથી આગળ વધાર્યુ હતુ. ખાસ કરીને પાકિસ્તાની સુકાની બિસ્માહ મહરૂફની અડધી સદી અને આયેશાની તોફાની રમત સાથેની ભાગીદારીએ આ કામ કર્યુ હતુ. બંનેએ મક્કમતાપૂર્વક રન નિકાળવાનો પ્રયાસ કર્યો હતો. બિસ્માહે 55 બોલનો સામનો કરીને 68 રનની અણનમ ઈનીંગ રમી હતી. આ દરમિયાન 7 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે આયેશાએ 25 બોલમાં 43 રન નોંધાવ્યા હતા. આયેશાએ અણનમ ઈનીંગમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા નોંધાવ્યા હતા.
ઓપનર જોડી 10 રનના સ્કોર પર જ દીપ્તિ શર્માએ તોડી દેવામાં સફળતા મેળવી હતી. દીપ્તિએ જ્વેરીયા ખાનને હરમનપ્રીત કૌરના હાથમાં કેચ ઝડપાવી પરત મોકલી હતી. જ્વેરીયા ખાને 6 બોલમાં 8 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ રાધા યાદવે 7મી ઓવરમાં ઓપનર મુનિબા અલીની વિકેટ ઝડપી હતી. વિકેટકીપર રિચા ઘોષે તેને ચપળતા પૂર્વક સ્ટંપીંગ કરતા મુનિબા આઉટ થઈ પરત ફરી હતી. તેણે 12 રન 14 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. નિદા ડાર શૂન્ય રને જ પૂજા વસ્ત્રાકરનો શિકાર બની હતી. સીદરા અમીન 18 બોલમાં 11 રન નોંધાવી રાધા યાદવના બોલ પર આઉટ થઈ હતી.
શરુઆતમાં નિયંત્રીત બોલિંગ રહ્યા બાદ અંતિમ ઓવરો દરમિયાન ભારતીય બોલરોએ ખૂબ રન ગુમાવ્યા હતા. ખાસ કરીને આયેશા અને બિસ્માહની જોડી ક્રિઝ પર જામી જતા સ્કોર બોર્ડ આગળ વધ્યુ હતુ. સૌથી વધુ દીપ્તિ શર્માએ રન ગુમાવ્યા હતા. દિપ્તીએ 4 ઓવરમાં 39 રન ગુમાવ્યા હતા. તેણે એક વિકેટ મેળવી હતી. રેણુકા સિંહે 3 ઓવરમાં 24 રન ગુમાવ્યા હતા. રાજેશ્વરી ગાયકવાડે 4 ઓવરમાં 31 રન ગુમાવ્યા હતા.
રાધા યાદવે 2 વિકેટ મેળવી હતી. તેણે 4 ઓવરમાં 21 રન ગુમાવ્યા હતા. જ્યારે પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 30 રન ગુમાવી એક વિકેટ ગુમાવી હતી. શેફાલી વર્માએ 1 ઓવર કરીને 3 રન ગુમાવ્યા હતા.
Published On - 8:09 pm, Sun, 12 February 23