IND vs NZ: સચિનનુ ધ્યાન રાખજે- એમ કહેતા જ શરમાઈ ગયો શુભમન ગિલ, પંજાબી એકટ્રેસની પોસ્ટ વાયરલ થઈ ગઈ-Video

ન્યુઝીલેન્ડ સામે વનડે બેવડી સદી નોંધાવ્યા બાદ ચારે તરફ હાલ શુભમન ગિલ છવાયેલો છે. આ દરમિયાન ટીમ બસમાં બારીમાં એક ફેન એ કહ્યુ કે સચિનને લઈ વાત કરી હતી.

IND vs NZ: સચિનનુ ધ્યાન રાખજે- એમ કહેતા જ શરમાઈ ગયો શુભમન ગિલ, પંજાબી એકટ્રેસની પોસ્ટ વાયરલ થઈ ગઈ-Video
Shubman Gill એ હૈદરાબાદમાં બેવડી સદી નોંધાવી હતી
| Edited By: | Updated on: Jan 19, 2023 | 10:24 PM

આજકાલ એક જ નામ ગૂંજી રહ્યુ છે. એ નામ છે ભારતીય ટીમ નો ઓપનર શુભમન ગિલ. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. જેની પ્રથમ વનડે મેચ બુધવારે હૈદરાબાદમાં રમાઈ હતી, જ્યાં શુભમન ગિલે બેવડી સદી નોંધાવી હતી. શુભમનની વિરાટ ઈનીંગને લઈ ભારતે ન્યુઝીલેન્ડ સામે 349નો વિશાળ સ્કોર ખડક્યો હતો. ભારતે 12 રનથી આ મેચમાં જીત મેળવી સિરીઝમાં 1-0 થી સરસાઈ મેળવી હતી. શુભમન ગિલનો શરમાઈ જવાનો એક વિડીયો હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સચિનનુ નામ લેવામાં આવી રહ્યુ છે.

ભારતીય ટીમના ખેલાડીઓની બસ સ્ટેડિયમથી નિકળવા દરમિયાન એક ફેન બારીમાંથી ગિલની સાથે હાથ મિલાવી રહ્યો છે. જે દરમિયાન તેણે ગિલને સચિનનુ નામ લીધુ હતુ, આ સાંભળતા જ ગિલ શરમાઈ જાય છે અને બારીનો કાચ બંધ કરી દે છે.

શરમાઈ જવાનો વિડીયો વાયરલ

ગિલ સહિતની ભારતીય ટીમ બસમાં સવાર થઈને સ્ટેડિયમથી રવાના થઈ રહી હોય છે, એ દરમિયાન ખેલાડીઓ સાથે ફેન બસની બારીથી હાય હેલો કરતા હોય છે. આવી જ રીતે એક ફેન બારીની નજદીક જઈને ગિલની સાથે હાથ મિલાવવાનો મોકો ઝડપી લે છે. ગિલનો હાથ પકડી રાખીને ફેને કહ્યુ કે, સચિનનુ ધ્યાન રાખજે. બસ આ સાંભળતા જ ગિલ શરમાઈ ઉઠ્યો હતો. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યો છે.

 

પંજાબી એક્ટ્રેસની ટ્વીટ વાયરલ થઈ ગઈ

ઓપનર ગિલનો વિડીયો જ નહીં એક ટ્વીટ પણ વાયરલ થઈ છે. પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવાએ આ ટ્વીટ કરી હતી. જેને ફેન્સે ખૂબ વાયરલ કરી દીધી છે. વાત એમ હતી કે, એક યુઝરે બાજવાની તસ્વીર શેર કરી હતી. જેમાં શુભમન ગિલ ગેસ્ટના રુપમાં હતો. યુઝરે લખ્યુ હતુ તે, સતત સદી ફટકારવાનુ કારણ. જેની પર સોનમ બાજવાએ લખ્યુ કે, “યે સારા કા સારા જૂઠ હૈ”

 

સારા ને લઈ આમ થઈ ચર્ચા

થોડાક દીવસો પહેલા એક્ટ્રેસ સોનમ બાજવાએ એક પંજાબી ચેટ શોમાં શુભમન ગિલની તેના મતે સૌથી ફિટ ફિમેલ એક્ટ્રેસનુ નામ પૂછવામાં આવ્યુ હતુ. જેના પર ગિલે તુરત જ જવાબમાં કહ્યુ-સારા. તેણે કહ્યુ હતુ કે, સારા દા સારા બોલી રહ્યો છું. કદાચ હા અથવા કદાચ ના.

આમ પણ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે શુભમન ગિલનુ નામ જોડાયેલુ છે. સોશિયલ મીડિયા પર પણ બંને એક બીજાની પોસ્ટ પર કમેન્ટ કરી હતી, ત્યાર બાદથી બંનેના નામની ચર્ચા શરુ થઈ હતી. જોકે ત્યાર બાદ ગિલને સારા અલી ખાન સાથે અનેક વાર જોવામાં આવ્યો હતો. એવી પર ચર્ચા શરુ થઈ હતી કે, ગિલ સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે.

 

 

 

Published On - 10:24 pm, Thu, 19 January 23