India vs New Zealand Live Score, WTC Final 2021 Day 2: ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ટેસ્ટ ક્રિકેટનો મહાસંગ્રામના પ્રથમ દિવસ વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી.સાઉથમ્પ્ટનમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) મેચને લઇને લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ટેસ્ટ ક્રિકેટનો મહાસંગ્રામના પ્રથમ દિવસ વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી.સાઉથમ્પ્ટનમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) મેચને લઇને લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) સિવાય દુનિયાભરના ક્રિકેટ પ્રશંસકોને જે સમાચારની રાહ જોઈ બેઠા છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો મુકાબલો (ICC World Test Championship Final) 18 જૂનથી શરુ થવાની હતી, પરંતુ સાઉથમ્પ્ટનમાં સતત વરસી રહેલા વરસાદના કારણે પ્રથમ દિવસનો મેચ રદ્દ કરાઈ હતી.
ખરાબ રોશનીને કારણ બીજા દિવસનો ખેલ ખતમ
Bad light plays spoilsport and that's stumps in Southampton!
India finish day two on 146/3 with Virat Kohli on 44* and Ajinkya Rahane keeping him company on 29*.#WTC21 Final | #INDvNZ | https://t.co/4vtSUyliQF pic.twitter.com/Xq9vD448Zk
— ICC (@ICC) June 19, 2021
સાઉથૈપ્ટનમની સ્થિતિ વધુ ખરાબ થવા માંડી છે. કોહલી-રહાણે ક્રિઝ પર, ત્રીજા સેશનની રમત ફરી શરૂ કરી હતી ત્યાંજ ઝરમર વરસાદ શરૂ થયો છે. અને અમ્પાયરોએ જમીન પર કવર મૂકવા લાગ્યા છે. એટલે કે, ત્રીજા સેશનના બાકીના ભાગને સંપૂર્ણપણે ધોવાઈ જવાનો ભય ભયંકર છે.
ખરાબ વાતાવરણને લઈને મેચ ફરીથી સ્થગિત કરવામાં આવ્યો છે. ત્રીજા સેશનમાં હજુ તો ત્રણ ઓવર પણ પૂરી નથી કરવામાં આવી ત્યાં ખરાબ વાતાવરણને લઈને મેચ રોકી દેવામાં આવી છે. પિચને ઢાકવા માટે કવર્સ લગાવી દેવામાં આવ્યા છે. ફિલહાલ કોહલી 40 અને રહાણે 22 રન બનાવી અણનમ રહ્યા છે.
ભારત 134/3
We’ve had another interruption due to bad light.#WTC21 pic.twitter.com/G7oBvEx8uY
— BCCI (@BCCI) June 19, 2021
56મી ઓવરમાં જ ખરાબ રોશનીને કારણે મેચ બંધ થઈ ગઈ હતી. ટી-બ્રેકમાં થોડો સમય જ બચ્યો હતો અને આવી સ્થિતિમાં અમ્પાયરોએ ટી-બ્રેક જાહેર કર્યો હતો. ભારતે આ સેશનમાં 27.3 ઓવરમાં 51 રન બનાવ્યા હતા અને એક વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન વિરાટ કોહલી 35 અને વાઇસ-કેપ્ટન અજિંક્ય રહાણે 13 રને અણનમ પરત ફર્યા હતા. બંને વચ્ચે 32 રનની ભાગીદારી થઈ છે.
બીજા સેશનમાં ભારતીય ટીમે લગભગ દોઢ કલાકની રમતમાં 100 રન પૂરા કર્યા છે. લંચ બાદ ભારતે 31 રન બનાવ્યા છે અને 1 વિકેટ ગુમાવી દીધી છે. બોલ્ટની ઓવરમાં વિરાટ કોહલી મિડવિક્કેટ સામે ફ્લિક કર્યું, પરંતુ તે પછી ધીમો આઉટફિલ્ડ મુશ્કેલ બની ગયો અને તેણે ત્રણ રન લઈ કામ ચલાવવું પડ્યું. ત્યારબાદ અજિંક્ય રહાણે કવર્સ તરફ ગયો અને બે રન બનાવ્યા અને ભારતના 100 રન પૂરા થયા.
ભારત ત્રીજી વિકેટ ખોઈ બેઠું છે. લંચ બાદ પોતાની પ્રથમ ઓવર નાંખવા આવેલા ટ્રેંટ બોલ્ટ આવતાની સાથે જ પૂજારની વિકેટ મેળવી લીધી હતી. બોલ્ટે પૂજારાને LBW OUT કરી દીધો હતો.
પૂજારાએ 8 રન બનાવ્યા, ભારત 95/3
આ વખતે કોહલીએ વેગનર સામે આક્રમક વલણ અપનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નસીબે સાથ આપ્યો નહીં. વેગનરે શોર્ટ બોલ નાખ્યો, કોહલીએ પંજા પર કૂદકો લગાવતા તેને પોઈન્ટ ઉપર રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચૂકી ગયો. સદભાગ્યે બેટને સ્પર્શતો ન હતો. ભૂતકાળમાં કોહલી આવી શોટ રમવાના પ્રયાસમાં OUT થઈ ચૂક્યો છે.
લાંબી રાહ અને ધૈર્ય પછી પૂજારાએ તેનું ખાતું ખોલ્યું. વેગનરની ઓવરનો છેલ્લો બોલ શોર્ટ હતો અને ઓફ સ્ટમ્પની બહાર એટલી જગ્યા હતી કે પુજારા બેકફૂટ પર ગયો અને સ્ક્વેર કટ ફટકાર્યો અને ચોગ્ગાથી ખાતું ખોલ્યું. પૂજારાએ 36માં બોલ પર પહેલો રન બનાવ્યો.
બીજા સેશન માટેની રમત શરૂ થઈ ગઈ છે. નીલ વેગનર પ્રથમ ઓવર નાંખી રહ્યો છે અને વિરાટ કોહલી તેની સામે સ્ટ્રાઈક પર છે.
પહેલા સેશનની રમત પૂરી થઈ. રોહિત શર્મા અને શુભમન ગિલની 62 રનની શરૂઆતની ભાગીદારીના આધારે ભારતે આ સત્ર પહેલા દોઢ કલાક સુધી પોતાના કબજામાં રાખ્યું હતું. જોકે, કાયલ જેમિસન અને નીલ વેગનેરે રોહિત અને શુબમેનની વિકેટ લઇને ન્યુઝીલેન્ડે મેચમાં વાપસી કરી હતી. ભારતની આશા વિરાટ કોહલી (અણનમ 6) અને ચેતેશ્વર પૂજારા (અણનમ 0) પર છે અને તેઓએ લંચ બાદ બીજા સત્રમાં સારી ભાગીદારી બનાવવી પડશે.
ન્યુઝીલેન્ડ આ સેશનમાં વાપસી કરી રહ્યું છે અને આ વખતે ભારતને બીજો ઝટકો મળ્યો છે. મેચમાં પહેલી વખત બોલિંગ કરવા આવેલા ડાબોડી બોલર નીલ વેગનેરે શુબમેન ગિલની વિકેટ લીધી છે.
ન્યુઝીલેન્ડને પહેલી સફળતા મળી છે. રોહોત શર્માની રમતનો અહી અંત આવ્યો છે. જૈમીસને રોહિત શર્માનો શિકીયાર કરીને ભારતને પહેલો ઝટકો આપ્યો હતો.
રોહિતે બનવ્ય 34 રન, ભારત 62/1
ભારત વિરુદ્ધ ગત્ત વર્ષ ફ્રેબુઆરીમાં ટેસ્ટ ડેબ્યુ કરનાર કાઈલ જેમિસનની પ્રથમ ઓવરના બીજા બોલ પર ભારતને ચોગ્ગો મળ્યો છે,
સ્પીડ વધુ ન હોવાના કારણે ગિલની પાસે યોગ્ય તક હતી અને તેમણે સ્ટ્રેટ ડ્રાઈવની મદદથી ચોગ્ગો ફટકાર્યો
6ઠ્ઠી ઓવરમાં ભારતીય ટીમે પ્રથમ ચોગ્ગો ફટકાર્યો છે. ભારતીય બેટ્સમેને તેમના શાનદાર શૉર્ટની મદદથી મિડવિકેટ પર ઈન્ગિસનો પ્રથમ ચોગ્ગો પોતાના ખાતામાં જમા કર્યો હતો.
#TeamIndia is wearing black armbands in remembrance of Milkha Singhji, who passed away due to COVID-19. 🙏#WTC21
— BCCI (@BCCI) June 19, 2021
WTC Final 2021 Day 2 :આ સૌથી મોટા મુકાબલાની સાથે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે, માત્ર ભારત માટે જ નહિ પરંતુ એશિયાની બધી જ ટીમોમાં સૌથી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરનાર કેપ્ટન બની ગયો છે.
Today, Virat Kohli is captaining India for the 61st time in Tests, the most by any Asian player. He betters MS Dhoni’s tally of 60 Tests.
Behind them are Sri Lankan Arjuna Ranatunga & Pakistani Misbah-ul-Haq with 56 Tests each as captain.#INDvsNZ #WTCFinal #WTC21final #WTC— Mohandas Menon (@mohanstatsman) June 19, 2021
Published On - 11:20 pm, Sat, 19 June 21