IND vs NZ: ઈરફાન પઠાણે વર્તમાન સમયના બેટ્સમેનો પર કર્યો કટાક્ષ, ‘બોલ હલ્યો અને ગરબા ચાલુ’ આમ લખતા જ ફેન્સ ભડક્યા

|

Jan 22, 2023 | 1:28 PM

India Vs New Zealand વચ્ચે રમાયેલી શ્રેણીની બીજી વનડે મેચમાં ભારતીય બોલરોએ ન્યુઝીલેન્ડની ટીમને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધી હતી. 108 રનમાં જ કિવી ટીમ સમેટાઈ ગઈ હતી.

IND vs NZ: ઈરફાન પઠાણે વર્તમાન સમયના બેટ્સમેનો પર કર્યો કટાક્ષ, બોલ હલ્યો અને ગરબા ચાલુ આમ લખતા જ ફેન્સ ભડક્યા
Irfan Pathan faces Cricket fans anger for his tweet

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મોતોના વનડે સિરીઝ રમાઈ રહી છે. ભારતીય બોલરોના કમાલની બોલિંગ સામે કિવી બેટ્સમેનો ઘૂંટણિયે પડી ગયા હતા. ભારતીય બોલરોએ ૧૦૮ રનમાંજ ન્યુઝીલેન્ડની ટીમને ઓલ આઉટ કરી દીધી હતી. જેની પર પૂર્વ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે એક ટ્વીટ કર્યું હતું. જેમા તેણે કિવી ટીમ પર નિશાન સાધતા વર્તમાન સમયના બેટ્સમેનો પર કટાક્ષ કર્યો હતો. જે કટાક્ષ બાદ કેટલાક ફેન્સે તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી.

ઈરફાન પઠાણે ભલે તીર ન્યુઝીલેન્ડની ટીમ પર તાક્યું હોય પરંતુ અનેક ક્રિકેટ ચાહકો તેની પર ભડક્યા હતા. કોઈકે તો ઈરફાન સામે તેનો તબક્કો યાદ કરાવ્યો હતો. જે તબક્કાના બોલરોને પણ યાદ કરાવ્યા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

થોડો બોલ હલ્યો ને ગરબા ચાલુ-પઠાણ

પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે રાયપુરમા એક બાદ એક કિવી બેટ્સમેનોએ વિકેટો ભારતીય બોલરો સામે ગુમાવતા તેને લઈ કટાક્ષ કર્યો હતો. તેણે આ કટાક્ષ વર્તમાન સમયના બેટ્સમેનોના નામ પર મજાક ઉડાવતા કર્યુ હતો. પઠાણે ટ્વીટ કરતા લખ્યું હતું કે-હાલના તબકકામા બેટ્સમેનો સામે થોડો બોલ હલ્યો કે ગરબા ચાલુ.

 

ઈરફાનને તેના તબક્કાની યાદ અપાવી

પઠાણના આ ટ્વીટ પર ભારતીય ક્રિકેટ ચાહકો જ વધારે ભડકી ઉઠ્યા હતા. એક બાદ એક ચાહકોએ ટ્વીટ પર રિપ્લાય કરીને પઠાણ સામે નારાજગી દર્શાવી હતી. ઘણાં ખરા ચાહકોએ તો પઠાણને તેમના તબક્કાના બોલરોની યાદ તાજી કરાવી દીધી હતી.

એક ફેન એ લખ્યું કે, તમારા લોજીક મુજબ.. હાલના સમયના બોલર તમારા સમયના ઓવરરેટેડ બોલરો જેવા કે શોએબ અખ્તર, ગ્લેન મેકગ્રા, બ્રેટ લી, વાસીમ અક્રમ, મુરલીધરન અને શેન બોન્ડથી વધારે સારા છે. કારણ કે તે બોલિંગની અનુકૂળ કંડીશનમા બોલિંગ કરતા હતા. ખોટું ના લગાડતા.

 

હવે નજર ક્લીન સ્વીપ કરવા પર

ભારતે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝને પોતાના નામે કરી લીધી છે. 3 મેચોની વનડે સિરીઝમાં હૈદરાબાદ અને રાયપુર એમ બંને મેચો જીતી લઈને 2-0 થી લીડ મેળવી છે. હવે ભારતની નજર સિરીઝમાં ન્યુઝીલેન્ડને શ્રીલંકાની માફક ક્લીન સ્વીપ કરવાનો હશે. આ માટે હવે ઈન્દોરની મેચમાં ટીમ ઈન્ડિયા પુરો દમ લગાવી દેશે.

 

 

Published On - 1:25 pm, Sun, 22 January 23

Next Article