IND vs NZ: અર્શદીપ સિંહના ‘નો-બોલ’ થી પરેશાન ટીમ ઈન્ડિયા! વધારવા લાગ્યો શરમજનક રેકોર્ડ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાંચીમાં રમાયેલી ટી20 મેચમાં અર્શદીપ સિંહ તેની નો બોલ નાંખવાની આદત ચૂક્યો નહોતો, તેના આ નો બોલની ભારતીય ટીમે મોટી કિંમત ચુકવવી પડી હતી.

IND vs NZ: અર્શદીપ સિંહના નો-બોલ થી પરેશાન ટીમ ઈન્ડિયા! વધારવા લાગ્યો શરમજનક રેકોર્ડ
Arshdeep Singh અંતિમ ઓવરનો સૌથી ખર્ચાળ બોલર
| Edited By: | Updated on: Jan 28, 2023 | 8:38 PM

અર્શદીપ સિંહ અને નો-બોલ આ બંને એક બીજાના પર્યાય જેવી સ્થિતી બની ગઈ છે. શુક્રવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝની પ્રથમ મેચમાં અર્શદીપે નો-બોલની આદત જારી રાખી હતી. તેણે સ્પેલની અને ઈનીંગની અંતિમ ઓવરમાં નો બોલ કર્યો હતો. જોકે આ નો-બોલ ભારતને ખૂબ મોંઘો પડ્યો હતો. તો વળી તેની આ ઓવર તેના માટે વધુ એક શરમજનક રેકોર્ડ લખાવી ચુકી હતી. ઈનીંગની અંતિમ એટલે કે 20મી ઓવરમાં તેણે આ નો-બોલ કરીને ભારતની મુશ્કેલી વધારી દીધી હતી. તેણે 4 ઓવરમાં રાંચીમાં 51 રન લુટાવ્યા હતા.

ભારતીય બોલરોએ એક તબક્કે ન્યુઝીલેન્ડની ટીમને 160 રનના સ્કોરની આસપાસ રોકી લેવાની યોજના પર કામ કરી હતી. એ કાર્ય સફળ થાય એવીજ સ્થિતી હતી. પરંતુ અર્શદીપ સિંહે અંતિમ ઓવર નો ચાર્જ સંભાળતા જ જાણે કે કિવી બેટ્સમેને ડેરેલ મિશેલની બેટરી ફુલ ચાર્જ દેખાવા લાગી હતી. તેણે નો બોલ અને ફ્રિ હિટ બંને પર છગ્ગો જમાવી એક અધિકૃત બોલ પર 12 રન ઝૂડી લીધા હતા. અને એક્સ્ટ્રા એક રન નો બોલનો મળ્યો એ અલગ.

મિશેલના સળંગ છગ્ગા કરતા નો-બોલ ચર્ચામાં

આમ તો ડેરેલ મિશેલે સળંગ ત્રણ છગ્ગા જમાવી દીધા હતા અને આગળના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આમ તેની ધમાલ છતાં, સૌથી વધારે નિશાના પર અર્શદીપનો નો-બોલ રહ્યો હતો. અર્શદીપ સિંહ તેના સ્પેલની ચોથી અને ઈનીંગની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. તેનુ સ્વાગત મિશેલે વિશાળ છગ્ગા સાથે કર્યુ હતુ. જોકે આ બોલ નો-બોલ રહ્યો હતો. અર્શદીપનો પગ ક્રિઝથી આગળ નિકળી ગયો હતો. ત્યાર બાદ ફ્રિ હિટ પર ફરી છગ્ગો મિશેલે જમાવી દીધો હતો. આમ 13 રન એક જ સત્તાવાર બોલ પર ન્યુઝીલેન્ડના ખાતામાં જમા થઈ ગયા હતા.

ત્યાર બાદ આગળના બીજા અને ત્રીજા બોલ પર છગ્ગો અને ચોગ્ગો તેણે જમાવ્યો હતો. પ્રથમ ત્રણ બોલમાં જ કિવી ના સ્કોર બોર્ડમાં 23 રન નોંધાઈ ચુક્યા હતા. આમ ઓવરમાં અર્શદીપે 27 રન લુટાવી દીધા હતા. આમ ભારત સામે ન્યુઝીલેન્ડનો સ્કોર 176 રન ખડકાઈ ગયો હતો. જોકે તેણે ઓવરના પ્રથમ બોલ પર નો બોલ ડિલિવર કરવાની ભૂલ ભારતને મોંઘી રહી હતી. એ વાત ખૂબ ચર્ચામાં રહી ગઈ હતી. કારણ કે ભારત કદાચ આ સ્કોરને નિચો રાખી શક્યુ હોત, જો આમ ના થયુ હોત તો.

નોંધાવ્યો વધુ એક શરમજનક રેકોર્ડ

તો વળી અર્શદીપે આ મોંઘી ઓવર સાથે પોતાનો શરમજનક રેકોર્ડના સિલસિલાને આગળ વધાર્યો હતો. તેણે 20 ઓવરમાં સૌથી વધારે રન લુટાવનાર ભારતીય બોલર તરીકે નોંધાયો છે. સુરેશ રૈના આ પહેલા પોતાને નામ આ શરમજનક રેકોર્ડ ધરાવતો હતો. રૈનાએ દક્ષિણ આપ્રિતા સામે 2012 ના વર્ષમાં 26 રન નોંધાવ્યા હતા. હવે તો વળી સૌથી વધારે રન એક ઓવરમાં ગુમાવનારા ભારતીય બોલરોની યાદીમાં ત્રીજુ સ્થાન સંયુક્ત રીતે અર્શદીપે નોંધાવ્યુ છે. જો તેણે ભૂલ ના કરી હોત તો, તે આ રેકોર્ડથી દૂર રહી શક્યો હોત.