IND Vs NZ: અમદાવાદમાં T20 શ્રેણીની નિર્ણાયક મેચ, ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ચહલ બહાર, જાણો Playing XI

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 3 ટી20 મેચોની સિરીઝ 1-1 થી બરાબરી પર છે. આમ અમદાવાદની મેચ સિરીઝની નિર્ણાયક મેચ છે. અમદાવાદમાં જે ટીમ જીત મેળવશે એ પોતાના […]

IND Vs NZ: અમદાવાદમાં T20 શ્રેણીની નિર્ણાયક મેચ, ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ચહલ બહાર, જાણો  Playing XI
India Vs New Zealand 3rd T20 Match Toss and Playing 11
| Edited By: | Updated on: Feb 01, 2023 | 7:05 PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 3 ટી20 મેચોની સિરીઝ 1-1 થી બરાબરી પર છે. આમ અમદાવાદની મેચ સિરીઝની નિર્ણાયક મેચ છે. અમદાવાદમાં જે ટીમ જીત મેળવશે એ પોતાના હાથમાં સિરીઝ વિજેતાની ટ્રોફી ઉઠાવશે. હાર્દિક પંડ્યા માટે અમદાવાદમાં રમાઈ રહેલી મેચ ઘર આંગણે રમાનારી મેચ છે, તો ભારત માટે ઘર આંગણે મેચ જીતવી જરુરી છે. ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. જ્યારે પૃથ્વી શોને માટે સિરીઝ બેન્ચ પર જ બેસીને પસાર થઈ છે.

હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનુ સુકાન વર્તમાન સિરીઝમાં સંભાળી રહ્યો છે. હાર્દિક માટે સિરીઝમાં જીત ભવિષ્યને ધ્યાનમાં રાખી જરુરી છે. ન્યુઝીલેન્ડ માટે ટીમ ઈન્ડિયાને ભારતમાં હરાવવુ મુશ્કેલ છે. અત્યાર સુધીમાં ક્યારેય કિવી ટીમ 3 મેચોની ટી20 સિરીઝ જીતી શક્યુ નથી.

ચહલ બહાર, ઉમરાનને મોકો

લખનૌમાં શાનદાર સ્પિન બોલિંગ કરનારા યુઝવેન્દ્ર ચહલને અમદાવાદ માટેની મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે. ચહલના સ્થાને ઝડપી બોલર ઉમરાન મલિકને સ્થાન આપવામાં આવ્યુ છે. ઉમરાનને લખનૌમાં બહાર રાખવામાં આવ્યો હતો. ચહલે લખનૌમાં એક મેડન સહિત 2 ઓવર કરીને માત્ર 4 રન ગુમાવ્યા હતા.

 

 

પૃથ્વી શો માટે સિરીઝ બેન્ચ પર પસાર થઈ

ભારતીય સ્ક્વોડમાં પૃથ્વી શોને દોઢ વર્ષ બાદ મોકો મળ્યો હતો. સિરીઝની શરુઆત પહેલા માનવામાં આવી રહ્યુ હતુ કે, ઓપનીંગ જોડી માટે પૃથ્વી શોને મોકો મળશે. પરંતુ સિરીઝ પૃથ્વી શો માટે બેન્ચ પર જ પસાર થઈ છે. પૃથ્વી શોને સિરીઝની ત્રણમાંથી એક પણ મેચમાં હાર્દિકે મોકો આપ્યો નહોતો. શુભમન ગિલ અને ઈશાન કિશને ઓપનીંગ જોડીના રુપમાં જ જાળવી રાખવામાં આવ્યા હતા. જોકે ભારતને સિરીઝમાં સારી શરુઆત મળી શકી નહોતી.

 

ભારત અને ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન

ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, શિવમ માવી, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.

ન્યુઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોનવે, ફિન એલન, ડેરીલ મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર, બેન લિસ્ટર.

 

Published On - 6:44 pm, Wed, 1 February 23