IND vs NZ: વરસાદને દોષ ન આપો, 5 ભૂલને કારણે ભારત હારી ગયું

|

Nov 30, 2022 | 4:52 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની 3 વનડે સીરીઝની છેલ્લી બંને મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને આ સાથે ભારતે સીરીઝ પણ 0-1થી ગુમાવી હતી.

IND vs NZ: વરસાદને દોષ ન આપો, 5 ભૂલને કારણે ભારત હારી ગયું
વરસાદને દોષ ન આપો, 5 ભૂલોને કારણે ભારત હારી ગયું

Follow us on

ભારત ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝ 0-1થી હારી ગયું હતું. ભારત પ્રથમ મેચ 7 વિકેટથી હારી ગયું હતું, પરંતુ તે પછી વરસાદે તેમને વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. બીજી અને ત્રીજી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. બીજી વનડેમાં ભારતને 12.5 ઓવરમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો, જ્યારે ત્રીજી મેચમાં આખી ટીમ 47.3 ઓવરમાં 219 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જો કે ભારતની હારનું સૌથી મોટું કારણ વરસાદ માનવામાં આવે છે, જેણે ટીમને વાપસીની કોઈ તક આપી ન હતી, પરંતુ ખરેખર હારનું કારણ ટીમની પોતાની ભૂલો હતી, જે તેણે પ્રથમ મેચમાં કરી હતી.

  • વનડે સીરીઝ પહેલા વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી હતી. હેમિલ્ટન અને ક્રાઈસ્ટચર્ચના હવામાનની સૌ કોઈને જાણ હતી. ત્યારે ભારતનો પ્રયત્ન પહેલાથી જ મેચમાં જીત મેળવવાનો હતો. ટી20 સીરીઝથી ભારતે શીખવું જોઈએ કે, કઈ રીતે વરસાદના કારણે 2 મેચ રદ થયા બાદ પણ તે લીડને કારણ સીરિઝ જીતી ગયું હતુ.
  • પ્રથમ વનડેમાં ભારતે 306 રન બનાવ્યા હતા. ત્યારબાદ તે મોટા અંતરથી હારી ગયું તેની પાછળ સૌથી મોટું કારણ જુના બોલથી ફાસ્ટ બોલરનું ખરાબ પ્રદર્શન રહ્યું, જેનો ફાયદો ટૉમ લૈથમે ઉઠાવ્યો હતો અને અણનમ સદી ફટકારી હતી. ત્રીજી વનડેમાં આવું જ જોવા મળ્યું, દિપક ચહર અને અર્શદીપે શરુઆત સારી અપાવી પરંતુ 5-6 ઓવર પછી જ તે પોતાની લયથી ભટકી ગયો હતો.
  • પ્રથમ મેચમાં ભારત પાસે છઠ્ઠા બોલરનો વિકલ્પનો ઘણો અભાવ હતો. જો કે તેણે બીજી મેચમાં આ ભૂલ સુધારી અને દીપક હુડ્ડાને તક આપી, પરંતુ તેના સ્થાને સારા ફોર્મમાં રહેલા સંજુ સેમસનને તક આપી. જો કે, ભારતને આ ફેરફારનો કોઈ ફાયદો મળ્યો નથી, કારણ કે વરસાદના કારણે મેચ રદ્દ થઈ ગઈ હતી.
  • ભારતના હારનું સૌથી મોટું કારણ ન્યુઝીલેન્ડના બેટસમેન રહ્યા છે.ટૉમ લૈથમે પ્રથમ મેચમાં અણનમ 145 રનની ઈનિગ્સ રમી હતી. તેના સિવાય કેન વિલિયમસને 94 રન બનાવ્યા હતા. ત્રીજી વનડેમાં પણ ફિન એલેન અને ડેવૉન કૉનવે વચ્ચે પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગેદારી નોંધાવી હતી. ત્રીજી વનડેમાં કીવી બેટસમેનના કારણે ભારતે મેચમાં પછડાયું હતુ.
  • ભારતની હારનું કારણ રિષભ પંત રહ્યો જેનું બેટ જ્યારે સમય હતું ત્યારે શાંત રહ્યું, પ્રથમ વનડેમાં અંદાજે 15 રન જ બનાવી શક્યો હતો અને ત્રીજી વનડેમાં 10 રન જ બનાવી શક્યો હતો. તે મિડિલ ઓર્ડરમાં ટીમને સંભાળી શક્યો નહિ.
Next Article