IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં પ્રદર્શનને લઇ મોહમ્મદ સિરાજને આ બોલરે કહ્યુ- સિરાજ મીયાં, બોલ નહીં મૌત નાંખી રહ્યો હતો!

મોહમ્મદ સિરાજે (Siraj) ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગમાં વિલ યંગ-ટોમ લાથમ અને રોસ ટેલરને આઉટ કરીને 3 વિકેટ ઝડપી હતી.

IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં પ્રદર્શનને લઇ મોહમ્મદ સિરાજને આ બોલરે કહ્યુ- સિરાજ મીયાં, બોલ નહીં મૌત નાંખી રહ્યો હતો!
Mohammed Siraj
| Edited By: | Updated on: Dec 05, 2021 | 9:36 AM

મુંબઈ ટેસ્ટ (Mumbai Test) ના બીજા દિવસે મયંક અગ્રવાલે (Mayank Agarwal) શાનદાર 150 રન બનાવ્યા અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડના સ્પિનર ​​એજાઝ પટેલે (Ajaz Patel) 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો. પરંતુ આ બે ખેલાડીઓ સિવાય ભારતના અન્ય એક ખેલાડીએ વાનખેડેની પીચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ની વાત કરીએ, જેણે પોતાની ઝડપી સ્વિંગ બોલિંગથી કીવી ટીમના ટોપ ઓર્ડરને હલાવી નાખ્યો.

સિરાજની સ્વિંગ બોલિંગ સામે ન્યુઝીલેન્ડની પ્રથમ 3 વિકેટ તાશના પત્તાની જેમ ઢળી ગઈ હતી. ટોમ લેથમ, વિલ યંગ અને રોસ ટેલર પણ સિરાજના બોલને સમજી શક્યા ન હતા અને તેઓ તરત જ ક્રિઝ પરથી પેવેલિયન પરત ફર્યા હતા. મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ બાદ સાથી ખેલાડી અક્ષર પટેલે તેનુ ઇન્ટરવ્યુ લીધુ હતુ. બીજા દિવસની રમત પૂરી થયા બાદ અક્ષર પટેલે મોહમ્મદ સિરાજને ખૂબ જ રસપ્રદ વાત કહી.

અક્ષર પટેલે કહ્યું, સિરાજ મિયાં, બોલ ફેંકી રહ્યો હતો કે મોત? તેના પર સિરાજે કહ્યું, ‘જ્યારે હું ઈજાના કારણે ટીમની બહાર હતો ત્યારે હું મારી બોલિંગ પર કામ કરવાનું વિચારતો હતો. મેં આઉટ સ્વિંગ પર કામ કર્યું. જ્યારે ન્યુઝીલેન્ડના બોલરો બોલિંગ કરી રહ્યા હતા ત્યારે હું વિચારતો હતો કે તેઓ સ્વિંગ કેમ નથી કરતા. પરંતુ પછી મેં વિચાર્યું કે હું સતત એક જ જગ્યાએ બોલિંગ કરીશ. જો ત્યાંથી સ્વિંગ હોય તો બહુ સારું.

 

‘ટોમ લાથમને બહાર કરવા માટે ખાસ પ્લાન હતો’

મોહમ્મદ સિરાજે કાનપુર ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર ટોમ લાથમની વિકેટ પણ લીધી હતી. સિરાજે શ્રેષ્ઠ બાઉન્સર ફેંક્યો અને લાથમની વિકેટ લીધી. લાથમની વિકેટ પર સિરાજે કહ્યું, ‘મેં છેલ્લી મેચમાં જોયું હતું કે તેની તરફ કોઈ બાઉન્સર ફેંકવામાં આવ્યો ન હતો. મેં વિરાટ ભાઈ સાથે વાત કરી અને તેમને બાઉન્સર ફેંકવાની યોજના બનાવી. મેં તેને પહેલો બોલ બાઉન્સર ફેંક્યો જે તેની ઉપરથી ગયો. તે પછી મેં ફરી એક વાર બાઉન્સર ફેંક્યો જેના વિશે તેણે વિચાર્યું પણ ન હતું.

 

સિરાજે ટેલરને ફેંક્યો ડ્રીમ બોલ

મોહમ્મદ સિરાજે પણ રોસ ટેલરને બોલ્ડ કર્યો હતો. ટેલર તેના આઉટ સ્વિંગ પર સંપૂર્ણ રીતે થાપ ખાઇ ગયો હતો. સિરાજે ટેલરની વિકેટ પર કહ્યું, ‘ટેલરને ફેંકવામાં આવેલો બોલ કોઈપણ ફાસ્ટ બોલર માટેનો ડ્રીમ બોલ છે. મેં ટેલર માટે ઇન-સ્વિંગ ફિલ્ડિંગ કર્યું પરંતુ બોલને બહાર સ્વિંગ કરવા મળ્યો.

 

આ પણ વાંચોઃ IPL: ગત સિઝનમાં ધૂમ મચાવનાર હર્ષલ પટેલનો ખુલાસો, ઝાહીર ખાને આપેલી એક સલાહે તેની દુનિયા બદલી દીધી

 

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં એક જ દાવમાં 10 વિકેટ લઇ ઇતિહાસ રચનારા એજાઝ પટેલે કહી ખાસ વાત, સિદ્ધિથી ખુશ બોલરે હારના ખતરાંને લઇ નિરાશ !

 

 

Published On - 9:33 am, Sun, 5 December 21