IND vs NZ, 2nd Test Match Live Streaming: આજે મુંબઇ ટેસ્ટ, ક્યાં, ક્યારે અને કેવી રીતે નિહાળી શકાશે મેચ? જાણો

|

Dec 03, 2021 | 7:50 AM

IND vs NZ, 2nd Test Match: કાનપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી અને હવે પરિણામ માટે નજર બીજી ટેસ્ટ મેચ પર છે.

IND vs NZ, 2nd Test Match Live Streaming: આજે મુંબઇ ટેસ્ટ, ક્યાં, ક્યારે અને કેવી રીતે નિહાળી શકાશે મેચ? જાણો
Kane Williamson-Virat Kohli

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી, જે છેલ્લા દિવસના છેલ્લા બોલે રોમાંચક રીતે ડ્રો થઈ હતી. આ પછી, શ્રેણીનું પરિણામ નક્કી કરવા માટે, બંને ટીમો મુંબઈ (Mumbai Test)માં ટકરાશે, જ્યાં શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમાશે. પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ મુંબઈમાં ટેસ્ટ ક્રિકેટની વાપસી થઈ રહી છે અને આવી સ્થિતિમાં તેને લઈને ઉત્સુકતા છે. આ સાથે, શ્રેણીના પરિણામ સિવાય, આ ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) માં મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવવામાં પણ મદદ કરશે.

આ ટેસ્ટ માટે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે. કોહલી T20 વર્લ્ડ કપ બાદ આરામના કારણે T20 શ્રેણી અને પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો. ખરાબ હવામાનથી પણ આ મેચ પર કેટલીક હદ સુધી ખતરો છે. મુંબઈમાં સતત બે દિવસ વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેલાડીઓને ઇન્ડોર પ્રેક્ટિસ કરવી પડી હતી. શુક્રવારે પણ વરસાદની સંભાવના છે, જેના કારણે મેચમાં ખલેલ પડી શકે છે. આ મેચ ક્યારે અને કયા સમયે રમાશે, ક્યાં જોઈ શકાશે? તમને આ માહિતી અહીં મળશે.

IND vs NZ, 2nd Test: ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાય?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ક્યારે રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 3જી ડિસેમ્બર (શુક્રવાર)થી શરૂ થશે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ ક્યાં રમાશે ?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનો ટોસ સવારે 9 વાગ્યે થશે, જ્યારે પ્રથમ દાવ 09:30 વાગ્યે શરૂ થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકશો?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ Star Sports નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?

Disney+Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

IND vs NZ: બંને ટીમો

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, રમેશ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, જયંત યાદવ, શ્રીકર ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા.

ન્યુઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લેથમ, રોઝ ટેલર, હેનરી નિકોલ્સ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), વિલ યંગ, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, ટિમ સાઉથી, નીલ વેગનર, કાયલ જેમીસન, વિલિયમ સમરવિલે, એજાઝ પટેલ, મિશેલ સેન્ટનર , રચિન રવિન્દ્ર.

 

 

આ પણ વાંચોઃ IPL 2022: કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર આ રીતે બની જશે માલા-માલ,કરોડો રુપિયાનો થશે વરસાદ, નહીં જવુ પડે IPL Auction !

આ પણ વાંચોઃ સસ્તું સોનું ખરીદવાની તક, હવે RBIના નવા પોર્ટલ પરથી પણ ખરીદી શકાશે Sovereign Gold Bond

 

Next Article