IND vs NZ: મુંબઇ ટેસ્ટ સાથે જ વાનખેડે સ્ટેડિયમમાં દર્શકોને ફરી એકવાર પ્રવેશ મળશે, જોકે સરકારે રાખી શરત

|

Nov 28, 2021 | 9:45 AM

ભારત અને ન્યુઝીલેન્ડ (Ind Vs Nz) વચ્ચેની T20 મેચોની આ શ્રેણીમાં, અત્યાર સુધી દરેક મેચ માટે દર્શકોને સ્ટેડિયમની સંપૂર્ણ ક્ષમતા મુજબ પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવી હતી.

IND vs NZ: મુંબઇ ટેસ્ટ સાથે જ વાનખેડે સ્ટેડિયમમાં દર્શકોને ફરી એકવાર પ્રવેશ મળશે, જોકે સરકારે રાખી શરત
India vs New Zealand Test fans

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રમાઈ રહેલી શ્રેણી સાથે ભારતમાં 8 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પુનરાગમન થયું. 17 નવેમ્બરથી T20 સીરિઝ સાથે, ટીમ ઈન્ડિયા (Team India) અને વિશ્વ ક્રિકેટના અન્ય સ્ટાર્સની સ્પર્ધા ભારતીય મેદાન પર ફરી શરૂ થઈ ગઈ છે. આ શ્રેણીની સાથે દર્શકો પણ ભારતીય સ્ટેડિયમોમાં પરત ફર્યા હતા. જયપુર, રાંચી અને કોલકાતામાં રમાયેલી T20 મેચોમાં સ્ટેડિયમમાં દર્શકો સંપૂર્ણ ક્ષમતા સાથે જોવા મળ્યા હતા અને કાનપુર (Kanpur Test) માં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ આ જ સિલસિલો ચાલુ છે.

પરંતુ મુંબઈ (Mumbai Test) માં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં આવું નહીં થાય. વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં ટેસ્ટ મેચ માટે દરરોજ માત્ર 25 ટકા દર્શકોને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. જેણે ચાહકો તેમજ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ને નિરાશ કર્યા છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાઈ રહેલી આ શ્રેણીની બીજી મેચ 3 ડિસેમ્બરથી ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે. આ મેચ સાથે પાંચ વર્ષની લાંબી રાહ બાદ મુંબઈમાં ટેસ્ટ ક્રિકેટ પરત ફરી રહ્યું છે. 2011 ભારતના વિશ્વકપ વિજેતા બનવાનુ સાક્ષી રહેલ આ મેદાનમાં અંતિમ ટેસ્ટ મેચ 2016માં રમાઇ હતી. જેમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યુ હતુ. ત્યારથી અહીં ટેસ્ટ મેચની રાહ જોવાઈ રહી હતી. હવે આ રાહ પૂરી થઈ રહી છે અને ભારતીય ટીમ ફરીથી આ મેદાન પર પરત ફરી રહી છે, પરંતુ આ સાથે દર્શકોની વાપસીના મામલે થોડી નિરાશા થઈ છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

50% ના પ્રયાસમાં MCA

બીજી ટેસ્ટ મેચ રમાનાર છે એ મુંબઇ જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંથી એક છે. આ જ કારણ છે કે મહારાષ્ટ્ર સરકારે હાલમાં દર્શકોને સંપૂર્ણ ક્ષમતાથી પાછા ફરવાની મંજૂરી આપી નથી. એમસીએને પ્રેક્ષકોની ક્ષમતામાં 50 ટકા વધારો કરવાની પરવાનગી મળવાની આશા છે. ન્યૂઝ એજન્સીએ એમસીએના એક અધિકારીને ટાંકીને કહ્યું, મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવ દ્વારા હસ્તાક્ષર કરાયેલા સામાન્ય આદેશ મુજબ, 25 ટકા પ્રેક્ષકોને વાનખેડે ટેસ્ટ માટે મંજૂરી આપવામાં આવશે. એમસીએ અપેક્ષા રાખે છે કે તેઓ 50 ટકા પ્રેક્ષકોને પણ મંજૂરી આપી શકે છે.

 

કોહલી સાથે વાનખેડેમાં ક્રિકેટ પરત ફરી રહી છે

વાનખેડે સ્ટેડિયમ, જે ભારતની ઘણી ઐતિહાસિક જીતનું સાક્ષી છે, ત્યાં 30,000 દર્શકોની બેઠક ક્ષમતા છે. આ મેચ સ્થળ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પુનરાગમનને પણ ચિહ્નિત કરશે કારણ કે ગયા વર્ષે COVID-19 રોગચાળાને કારણે રમતગમતના આયોજનો સ્થગિત કરવામાં આવ્યા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ આ મેચ સાથે મેદાનમાં પરત ફરશે. T20 વર્લ્ડ કપ 2021માં ટીમની શરૂઆતની હાર બાદ કોહલીએ થોડો સમય વિરામ લીધો હતો, જેના કારણે તે T20 સિરીઝ અને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નહોતો.

આ પણ વાંચોઃ Arvalli: સોનગઢની મહિલાને જૂનાગઢના યુવક સાથે પ્રેમ થયો, અરવલ્લીમાં આવ્યો પ્રેમનો કરુણ અંજામ ! ડબલ મર્ડરનો ઉકેલાયો ભેદ

આ પણ વાંચોઃ Omicron Variant: દેહશતમાં દુનિયા ! બ્રિટન બાદ હવે આ દેશોમાં જોવા મળ્યું કોરોનાનું નવું સ્વરૂપ ‘ઓમિક્રોન’

Next Article