
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી વનનડે મેચ રાયપુરમાં રમાઈ રહી છે. રાયપુરના શહિદ વીર નારાયણ સ્ટેડિયમમાં રમાનારી આ વનડે મેચ આ મેદાન પરની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. ભારતે સિરીઝમાં 1-0થી લીડ મેળવી છે. હવે સિરીઝને પોતાના કબ્જામાં કરી લેવા માટે રોહિત એન્ડ કંપની પુરુ જોર લગાવી દેશે. જેથી અંતિમ મેચમાં જોખમ ઓછુ રહશે. આ સાથે જ ભારતનો ઘર આંગણે વનડે સિરીઝનો રેકોર્ડ વધારે સારો થશએ.
ભારતીય ટીમ વર્ષ 2010થી અત્યાર સુધીમાં ઘર આંગણે કુલ 25 વનડે શ્રેણી રમી છે. જેમાં ભારતે 22 વાર જીત મેળવી છે. આમ ભારતીય ટીમનો ઈતિહાસ ઘર આંગણે વનડે સિરીઝમાં દમદાર છે. જેને જાળવી રાખવાનો મોટો પડકાર હશે.
શનિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ સિરીઝની રમાનારી છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમને ન્યુઝીલેન્ડની ટીમ રોકવા માટે પૂરો દમ લગાવતી નજર આવી શકે છે. ભારતે 349 રનનુ લક્ષ્ય આપ્યુ હોવા છતાં કિવી ટીમે હૈદારાબાદમાં જબરદસ્ટ ટક્કર આપી હતી. જેને લઈ મેચ ખૂબ જ રોમાંચક બની હતી. હવે રાયપુરમાં પણ આવી જ રોમાંચક સ્પર્ધા જોવા મળવાની આશા છે.
રાયપુરમાં બેટ્સમેનો ફાવી શકે છે. આઈપીએલ અને ઘરેલુ મેચોમાં અહીં પિંચ બેટ્સમેનો માટે અનુકૂળ હોવાના આંકડા જોવા મળી રહ્યા છે. ઝડપી બોલરોને આ પિચ પર ખાસ મદદ મળતી નથી. સ્પિનરો અહીં ફાવી શકે છે, ખાસ કરીને બોલ જ્યારે થોડો જૂનો થાય ત્યાર બાદ સ્પનિરો મા્ટે પિચ મદદગાર બની શકે છે.
આમ તો ટોસ જીતીને મોટે ભાગે પ્રથ બોલિંગ પસંદ કરવાની પરંપરા રાયપુરમાં રહી છે. કારણ કે અહીં લક્ષ્યને પિછો કરવો એ મુશ્કેલ બની શકે છે. અહીં આઈપીઅલ મેચના આંકડાઓ જોવામાં આવે તો, પ્રથમ ટોસ જીતનારને વધારે સફળતા મળી છે. અહીં ટોસ જીતી પ્રથમ બોલિંગ કરી લક્ષ્યનો પિછો કરનારી ટીમને જીત નસીબ થાય છે. અહીં આઈપીએલની 6 મેચ રમાઈ છે, જેમાં માત્ર બે મેચમાંજ પ્રથમ બેટિંગ કરનાર ટીમને સફળતા મળી છે.
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં એક પરીવર્તન થઈ શકવાની શક્યતા છે. સુકાની રોહિત શર્મા ઉમરાન મલિકને પરત લાવી શકે છે. આવી સ્થિતીમાં શાર્દૂલ ઠાકુરને બેંચ પર બેસવુ પડી શકે છે. આ સિવાય કોઈ ફેરફારની શક્તા જણાતી નથી.
પ્રથમ વાર ટીમ ઈન્ડિયામાં જોવા મળશે કે, બેવડી સદી નોંધાવનારા એક સાથે ત્રણ બેટ્સમેનો અંતિમ ઈલેવનમાં સામેલ હશે. રોહિત શર્મા, ઈશાન કિશન અને શુભમન ગિલ આ સિદ્ધી ધરાવે છે. હવે તેઓ પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો હશે.