IND vs NZ: ઉમરાન મલિક કે શાર્દૂલ ઠાકુર, કોને મળશે બીજી વનડે મેચમાં મોકો, બોલિંગ કોચે કર્યો ખુલાસો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે, આ દરમિયાન પ્રથમ વનડે મેચમાં ભારતે 12 રને વિજય મેળવી સિરીઝમાં 1-0 થી લીડ મેળવી હતી.

IND vs NZ: ઉમરાન મલિક કે શાર્દૂલ ઠાકુર, કોને મળશે બીજી વનડે મેચમાં મોકો, બોલિંગ કોચે કર્યો ખુલાસો
Umran Malik કે Shardul Thakur કોણ રમશે?
| Edited By: | Updated on: Jan 20, 2023 | 11:15 PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ વનડે મેચમાં ભારતે શુભમન ગિલની બેવડી સદીની રમત વડે 349 રનનો સ્કોર ખડક્યો હતો. મેચમાં ભારતે 12 રને વિજય મેળવ્યો હતો. હવે શનિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝની બીજી વનડે મેચ રમાનારી છે. આ મેચમાં પ્લેઈંગઈ ઈલેવનને લઈ એક સવાલ થઈ રહ્યો છે. જે એ છે કે, શાર્દૂલ ઠાકુર બહાર થશે અને ઉમરાન મલિક અંતિમ ઈલેવનમાં સામેલ થઈ શકે છે. જોકે આ મામલે ટીમ ઈન્ડિયાના બોલીંગ કોચે બીજી વનડે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે કોને મોકો મળશે અને કયા કારણે મળશે.

પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે આપેલા વિશાળ લક્ષ્ય સામે ન્યુઝીલેન્ડે વળતી લડત આપી હતી. માઈકલ બ્રેસવેલે 140 રનની ઈનીંગ રમી હતી. બ્રેસવેલને મિશેલ સેન્ટનરનો સાથ મળ્યો હતો, જેણે 57 રન નોંધાવ્યા હતા. બંનેની રમતે મેચને રોમાંચક બનાવ્યા હતા.

મેચ પહેલા કરાશે નિર્ણય

પ્રથમ વનડે મેચમાં ઉમરાન મલિકના સ્થાને શાર્દૂલ ઠાકુરને અંતિમ ઈલેવનમાં પસંદ કરવામાં આવ્યો હતો. શાર્દૂલે 7.2 ઓવરમાં 54 રન ગુમાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 વિકેટ ઝડપી હતી. પરંતુ હવે ખર્ચાળ શાર્દૂલ ઠાકુરને પડતો રાખીને ઉમરાનને સ્થાન આપવામાં આવી શકે છે. પારસે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે બીજી મેચમાં ઉમરાન અને ઠાકુર વચ્ચે કોની પસંદગી થશે અને શા માટે. તેણે કહ્યું, “અમે ઠાકુરને પસંદ કરવા પાછળનું એક કારણ બેટિંગ હતું. તે બેટિંગમાં ઊંડાણ લાવે છે. અમારે વિકેટ જોવી પડશે અને તે પછી અમે ટીમ કોમ્બિનેશન નક્કી કરીશું. તેણે ભારતમાં સારું પ્રદર્શન કર્યું છે.”

ઉમરાન વિશે પારસે કહ્યું, “તે જે રીતે આગળ વધી રહ્યો છે, તે જોવું ખૂબ જ આનંદદાયક છે. ગતિ મહત્વની છે અને તે હુમલામાં વિવિધતા લાવે છે.તેને રમવાનો નિર્ણય પીચ અને ટીમ કોમ્બિનેશનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. તે અમારી વર્લ્ડ કપ રણનીતિનો એક ભાગ છે.તે ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે.

બુમરાહની સાલી રહી છે ખોટ

લાંબા સમયથી ભારતીય ટીમથી જસપ્રીત બુમરાહ બહાર છે. તે પીઠની સમસ્યાને લઈ ટીમથી દૂર થયો છે. બોલિંગ કોચે કહ્યુ હતુ કે, ટીમને તેની કમી વર્તાઈ રહી છે. કોચ મહામ્બ્રે એ કહ્યુ, કે બુમરાહ બિલ્કુલ અલગ પ્રકારનો બોલર છે. તેનુ સ્થાન બીજુ કોઈ લઈ શક્શે નહીં. તેની કુશળતા જેવા બોલરને બદલવું મુશ્કેલ છે. બીજી બાજુ, તે અન્ય બોલરોને આ સ્તરે પરીક્ષણ કરવાની તક આપે છે. અમે જોઈશું કે આ બોલરો કેવું પ્રદર્શન કરે છે અને તેઓ દબાણને કેવી રીતે હેન્ડલ કરે છે.

 

Published On - 11:02 pm, Fri, 20 January 23