IND Vs NZ Live Streaming: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાયપુરમાં ટક્કર, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે મેચ

|

Jan 20, 2023 | 7:30 PM

Watch India vs New Zealand Match Live: ભારતીય ટીમે 3 મેચોની વનડે સિરીઝમાં ન્યુઝીલેન્ડ સામે 1-0 થી લીડ મેળવી છે અને હવે બીજી મેચ જીતી લઈ સિરીઝ પોતાના નામે કરવા ઈચ્છશે.

IND Vs NZ Live Streaming: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાયપુરમાં ટક્કર, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે મેચ
India Vs New Zealand 2nd ODI Match Live Streaming

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની વનડે સિરીઝની શરુઆત ટીમ ઈન્ડિયા માટે સારી રહી છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે ઓપનર શુભમન ગિલની બેવડી સદીની મદદથી 349 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં કિવી ટીમે 337 રન નોંધાવ્યા હતા. ભારતે પ્રથમ વનડેમાં 12 રનથી જીત મેળવીને સિરીઝમાં 1-0 થી લીડ મેળવી હતી. ભારતીય ટીમ માટે માઈકલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનર મુશ્કેલ બન્યા હતા. બંનેની રમતે પ્રથમ વનડે રોમાંચક બની હતી. એક સમયે મેચ શરુઆતમાં એક તરફી ભારત તરફ બની હતી, પરંતુ બંને બેટ્સમેનોએ ભારતની જીતને દૂર બનાવવા સાથે મુશ્કેલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતે પ્રથમ વનડેની માફક બીજી વનડે મેચમાં જીત મેળવવા માટે પુરો દમ લગાવી દેવો પડશે. ભારતીય ટીમનો વનડે સિરીઝનો ઈતિહાસ ઘર આંગણે સારો રહ્યો છે. 2010 બાદ ભારતે 25માંથી 23 સિરીઝ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ હૈદરાબાદમાં રમાયેલી હાઈસ્કોરીંગ મેચમા કરેલી ભૂલોને રાયપુરમાં રોહિત એન્ડ કંપનીએ સુધારવી જરુરી બનશે. નહીંતર ભારતીય ટીમ પર કિવી ટીમ હાવી થઈ શકે છે. કિવી ટીમના નિયમીત કેપ્ટન અને સ્ટાર ખેલાડીઓ ભારત પ્રવાસે આવ્યા નથી. આમ છતાં ભારતીય ટીમ પૂરી તાકાત લગાવી દેવી પડશે.

IND vs NZ:મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ODI ક્યારે રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ 21 જાન્યુઆરી શનિવારના રોજ રમાશે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ODI ક્યાં રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ODI ક્યારે શરૂ થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ODI બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ બપોરે 1 વાગ્યે થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વનડેનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?

સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ODI મેચ વિવિધ ભાષાઓમાં જોઈ શકો છો.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વનડેનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?

તમે સબ્સ્ક્રિપ્શન સાથે Hotstar પર મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ સિવાય tv9gujarati.com પર પણ મેચના લાઈવ અપડેટ્સ વાંચી શકાશે.

 

 

 

Published On - 7:28 pm, Fri, 20 January 23

Next Article