ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચેની 2 મેચોની ટેસ્ટ સરીઝ ઘરઆંગણે રમાઇ રહી છે. કાનપુર (Kanpur Test) ના ગ્રીન પાર્ક સ્ટેડિયમ (Green Park Stadium) માં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન અજીંકય રહાણે (Ajinkya Rahane) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે (Team India) 345 રન પ્રથમ બેટીંગ દાવ દરમ્યાન કર્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમે 296 રન કર્યા હતા. આમ ભારતે 49 રનની સરસાઇ મેળવી હતી. બીજા દાવમાં ભારતીય ટીમે 7 વિકેટ 284 રનનો સ્કોર કરીને દાવ ઘોષિત કર્યો હતો. આમ કિવી ટીમે સામે 284 રનનો પડકાર રાખ્યો હતો.
ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ ઇનીંગ દરમિયાન શ્રેયસ અય્યરના શતક સાથે શાનદાર રમત દર્શાવી હતી. ભારતીય ટીમે અય્યરની રમતની મદદ થી 300 પ્લસ સ્કોર પ્રથમ દાવમાં ખડકવામાં સફળતા મેળવી હતી. જ્યારે અક્ષર પટેલ અને અશ્વિનની બોલીંગના દમ પર ભારતે 49 રનની સરસાઇ મેળવી હતી. આમ કિવી ટીમ માટે પ્રથમ દાવના અંતે જ ભારતે મુશ્કેલીઓ સર્જી દીધી હતી. જોકે ચોથા દિવસની રમત દરમ્યાન ભારતે એક બાદ એક ઝડપ થી વિકેટ ગુમાવતા કિવી છાવણી ઉત્સાહમાં હતી, પરંતુ ઐય્યર, સાહા અને અશ્વિને ભારતનો પડકાર સરસાઇ સાથે 250 ને પાર લઇ જવામાં સફળતા મેળવી હતી.
બીજા દાવની શરુઆત ભારતીય ટીમ માટે ખરાબ રહી હતી. ભારતે 2 રનના સ્કો પર જ શુભમન ગીલ (1) ના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આજે સવારે એટલે કે ચોથા દિવસની રમતની શરુઆત પણ ખરાબ રહી હતી. ચેતેશ્વર પુજારા (22) ના રુપમાં બીજી વિકેટ પણ ઝડપ થી ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ભારતે એક બાદ એક વિકેટ ગુમાવતા 51 રનના સ્કોર પર જ ભારતના 5 ખેલાડીઓ પેવેલિયન પરત પહોંચી ચુક્યા હતા. મયંક અગ્રવાલ (17) અને રવિન્દ્ર જાડેજા (0) ને ટિમ સાઉથી એ એક જ ઓવરમાં પોતાના શિકાર બનાવ્યા હતા. કેપ્ટન અજીંક્ય રહાણે (4) ની રમત પણ નિરાશાજનક રહી હતી.
જોકે અય્યર અને સાહાની રમતે ટીમને પડકારજનક સ્થિતીમાં પહોંચાડી, કિવી ટીમના ઉત્સાહને ક્ષણીક બનાવી દીધો હતો. અય્યરે (65) પ્રથમ ઇનીંગમાં શતક જમાવ્યા બાદ બીજી ઇનીંગમાં અર્ધશતક જડી દીધુ હતુ. અશ્વિને (32) પણ મુશ્કેલ સ્થિતીમાં અય્યરને સાથ આપતી રમત દર્શાવી હતી. ઇજાથી પિડાતા રિદ્ધિમાન સાહા (61) એ બેટીંગ કરવા મેદાને આવતા તેમે મુશ્કેલ સ્થિતીમાં નિચલા મધ્મમ ક્રમે ફીફટી નોંધાવી હતી. તેની રમતમાં અક્ષર પટેલે (28) પણ મહત્વપૂર્ણ સાથ આપ્યો હતો. બંને નોટ આઉટ રહ્યા હતા.
કિવી ટીમના બોલરો દિવસની શરુઆતે વિકેટો ઉખેડવા લાગતા ન્યુઝીલેન્ડના કેમ્પમાં ખુશી વર્તાવી દીધી હતી. જોકે અય્યર, સાહા અને અશ્વિને તેને ક્ષણીક બનાવી દીધી હતી. ટિમ સાઉથીએ 3 વિકેટ ઝડપી હતી. તેણે મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ અય્યરની વિકેટ ઝડપી હતી. કાયલ જેમિસને પણ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે ભારતીય ઓપનર શુભમનને બીજા દાવની શરુઆતની બીજી ઓવરના પ્રથમ બોલે જ ક્લિન બોલ્ડ કર્યો હતો. તેણે ચેતેશ્વર પુજારા અને અશ્વિનને આઉટ કર્યા હતા. એજાઝ પટેલે એક વિકેટ મેળવી હતી.
Published On - 4:14 pm, Sun, 28 November 21