IND vs NZ: ટોસ બાદ શિખર ધવને કર્યુ એવુ કે કેન વિલિયમસન મૂંઝવણમાં મુકાઈ ગયો-Video

ભારત સામેની પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શિખર ધવન પણ પહેલા બોલિંગ કરવા માંગતો હતો, પરંતુ ટોસ ભારતની તરફેણમાં ન હતો.

IND vs NZ: ટોસ બાદ શિખર ધવને કર્યુ એવુ કે કેન વિલિયમસન મૂંઝવણમાં મુકાઈ ગયો-Video
Shikhar Dhawan એ કોમેડી કરી દીધી
| Edited By: | Updated on: Nov 25, 2022 | 9:05 AM

ઓકલેન્ડમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ODI શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. જ્યાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ટોસ સમયે ભારતીય કેપ્ટન શિખર ધવને મેદાન પર કોમેડી કરી હતી. જેને જોઈને યજમાન કેપ્ટન કેન વિલિયમસન મૂંઝવણમાં મુકાઈ ગયો. વાસ્તવમાં ધવનના એક પગલાએ બધાને મૂંઝવણમાં મૂકી દીધા હતા કે ભારત ટોસ જીતે કે ન્યુઝીલેન્ડ. કિવી કેપ્ટન કેન વિલિયમસન પણ ફસાઈ ગયો.

ટોસ માટે સિક્કો ઉછાળવામાં આવ્યો અને ટોસ ન્યુઝીલેન્ડની તરફેણમાં ગયો. ટોસ બાદ કેપ્ટન ધવન નિર્ણયની જાહેરાત કરવા આગળ આવ્યો હતો. આ પછી વિલિયમસનને કહેવામાં આવ્યું કે તેણે ટોસ જીત્યો છે. વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને કહ્યું કે નવી વિકેટ છે. તેણે કહ્યું કે હવે મોટાભાગની ટીમોએ ઘણી બધી ODI ક્રિકેટ રમવાની છે. દરેક એક મેચ તમારી ટીમને મજબૂત કરવાની તક છે.

 

ધવન પહેલા બોલિંગ કરવા માંગતો હતો

ન્યૂઝીલેન્ડે આ મેચમાં લોકી ફર્ગ્યુસન, એડમ મિલ્ને, ટિમ સાઉથી અને મેટ હેનરી સહિત 4 સીમર્સને તક આપી છે. તે જ સમયે, ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં ભારતીય ટીમની કમાન સંભાળી રહેલા ધવને કહ્યું કે આ એક શાનદાર જગ્યા છે. મને વર્ષોથી અહીં રમવાનું પસંદ છે.

 

 

ભારતના અનુભવી બેટ્સમેન ધવને કહ્યું કે તે પણ પહેલા બોલિંગ પસંદ કરવા માંગતો હતો. તેણે કહ્યું કે વિકેટ કદાચ થોડી ચીકણી છે, પરંતુ સૂર્ય બહાર છે અને તે ઝડપથી સુકાઈ જવી જોઈએ.

 

 

ખેલાડીઓ પાસે તક

ધવને કહ્યું કે અહીં યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા બતાવવાની તક છે. ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં ઉમરાન મલિક અને અર્શદીપ સિંહે વનડે ડેબ્યૂ કર્યું, જ્યારે સંજુ સેમસન પણ પ્લેઈંગ ઈલેવનમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો. વિલિયમસન પણ પ્રથમ વનડેમાં પરત ફર્યો છે, જેણે મેડીકલ એપોઈન્મેન્ચના કારણે ભારત સામેની ત્રીજી T20 મેચ રમી ન હતી.

 

 

Published On - 8:55 am, Fri, 25 November 22