
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપ ની ફાઈનલમાં પહોંચી ચુકી છે. વરસાદના વિઘ્નને લઈ મેચનુ પરીણામ ડકવર્થ લુઈસના નિયમ આધારે સામે આવ્યુ હતુ. જે મુજબ ભારતનો 5 રનથી વિજય જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ભારત પોતાના ગ્રુમાં 6 અંક સાથે બીજા સ્થાને રહ્યુ હતુ અને હવે સેમિફાઈનલની ટિકિટ મેળવી ચુક્યુ છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. સ્મૃતિ મંધાનીની શાનદાર ઈનીંગને લઈ ભારતીય ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 155 રનનુ લક્ષ્ય 6 વિકેટ ગુમાવીને નોંધાવ્યુ હતુ.
જવાબમાં આયર્લેન્ડની ટીમે 156 રનના વિશાળ લક્ષ્યનો પિછો કરવાની શરુઆત કરી હતી. પરંતુ અડધી ઓવરોની ઈનીંગની રમત પુર્ણ થાય એ પહેલા જ વરસાદ તૂટી પડતા રમતને રોકી દેવી પડી હતી. પિચ પર કવર્સ લગાવી દેવામાં આવ્યા હતા. લાંબો સમય સુધી વરસાદ વરસવાને લઈ મેદાન પણ ભેજવાળુ થઈ ચુક્યુ હતુ અને ફરીથી મેચને આગળ વધારવી મુશ્કેલ લાગતા અંતે મેચને સમાપ્ત જાહેર કરવામાં આવી હતી. ભારતીય ચાહકો માટે આ સમાચાર નિરાશજનક રહ્યા હતા. ભારતીય બોલરોનુ પ્રદર્શન ટૂર્નામેન્ટમાં સારુ રહ્યુ છે અને મોટી જીતની આશા વર્તાઈ રહી હતી.
India make it to the semi-finals for the third successive time at the ICC Women’s #T20WorldCup 🤩
They beat Ireland in a rain-interrupted contest in their final group stage game 🙌
— T20 World Cup (@T20WorldCup) February 20, 2023
આયરીશ ટીમની શરુઆત ખરાબ રહી હતી. ઓપનર સહિતની પ્રથમ બંને વિકેટ આયરીશ ટીમે માત્ર 1 જ રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. ઓપનર એમી હંટરના રુપમાં ભારતને પ્રથમ સફળતા મળી હતી. જેમિમા રોડ્રિગ્ઝે તેને રિચા ઘોષની મદદથી રન આઉટ કરવામાં સફળતા પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર મેળવી હતી. એમીએ એક જ રન નોંધાવ્યો હતો. ત્યાર બાદ ઓવરના પાંચમાં બોલ પર વધુ એક રનઆઉટ વિકેટ ભારતને મળી હતી. ઓર્લા પ્રેન્ડગેસ્ટ શૂન્ય રન પર જ પરત ફરી હતી. તેણે ચાર બોલનો સામનો કર્યો હતો અને વિકેટ રનઆઉટથી ગુમાવી હતી.
ગેબી લેવિસે 25 બોલમાં 32 રનની ઈનીંગ રમી હતી. લૌરા ડેલેનીએ 20 બોલમાં 17 રન નોંધાવ્યા હતા. આયર્લેન્ડની ટીમે 8.2 ઓવરની રમતમાં 54 રન નોંધાવ્યા હતા. આટલેથી જ વરસાદ વરસતા ભારતીય ચાહકોને નિરાશાની શરુઆત થઈ હતી. એક તરફ શરુઆત ખરાબ બાદ ગેબિની રમત જામી રહી હતી, છતાં ભારતીય બોલરોના પ્રદર્શન પર ભારતીય ચાહકોને પુરો ભરોસો હતો.
Published On - 10:01 pm, Mon, 20 February 23