IND vs IRE: ભારતે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય, સેમીફાઈનલ પર નજર

India vs Ireland match playing 11: ભારતીય ટીમ મહિલા વિશ્વકપમાં અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 3 પૈકી 2 મેચ જીતી પોઈન્ટ ટેબલમાં બીજુ સ્થાન ધરાવે છે.

IND vs IRE: ભારતે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય, સેમીફાઈનલ પર નજર
India vs Ireland: Player name in Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 7:06 PM

મહિલા ટી20 વિશ્વકપ માં આજે સોમવારે ભારત અને આરયર્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારતીય સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ છે. ટોસ દરમિયાન પ્લેઈંગ ઈલેવન બતાવતા કૌરે બતાવ્યુ હતુ કે, એક ફેરફાર ટીમમાં કરવામાં આવ્યો છે. ટીમમાં રાધા યાદવના સ્થાને દેવિકા વિદ્યાને સામેલ કરવામાં આવી છે. રાધા મેચ માટે પૂર્ણ રીતે ફિટ નથી. ભારતીય ટીમ આજે મોટી જીત સાથે સેમિફાઈનલમાં પહોંચવા માટે ઈરાદો રાખશે.

ગ્રુપ લીગમાં બંને ટીમોની આજે અંતિમ મેચ રમાનારી છે. ભારતીય ટીમ અત્યાર સુધીમાં 3 મેચો રમીને 2માં જીત મેળવી છે. આમ પોઈન્ટ ટેબલમાં ભારત B ગ્રુપમાં બીજા સ્થાન પર મોજુદ છે.

 

હરમનપ્રીત કૌરની 150મી મેચ

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર માટે પણ આ મેચ ઘણી મહત્વની છે. આ તેની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીની 150મી મેચ છે. તે 150 ઈન્ટરનેશનલ T20 મેચ રમનાર વિશ્વની પ્રથમ ખેલાડી બની ગઈ છે. ભારતે આ ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત સતત 2 જીત સાથે કરી હતી.

હરમનપ્રીત કૌર હજુ સુધી ટૂર્નામેન્ટમાં ખાસ પ્રદર્શન બેટ વડે દર્શાવી શકી નથી. તેણે શરુઆતની ત્રણ મેચોમાં 16, 33 અને 4 રનની ઈનીંગ રમી છે. આમ આજે  મહત્વની મેચમાં હરમનપ્રીત પાસે સારી રમતની આશા રાખવામાં આવી રહી છે. ભારતીય ટીમે અંતિમ મેચમાં ઈંગ્લેન્ડ સામે હાર સહન કરી હતી.

 

 

India vs Ireland Playing 11

ભારતની પ્લેઈંગ ઈલેવન: હરમનપ્રીત કૌર (કેપ્ટન),  શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાજેશ્વરી ગાયકવાડ,પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ અને શિખા પાંડે.

આયર્લેન્ડની પ્લેઈંગ ઈલેવન: એમી હન્ટર, ગેબી લુઈસ, ઓર્લા રિચાર્ડસન, લુઈસ લિટલ, લૌરા, આર્લીન કેલી, મેરી વોલ્ડ્રોન, લી પોલ, કારા મુરે, જ્યોર્જીના

 

 

 

Published On - 6:34 pm, Mon, 20 February 23