ભારત અને આયર્લેન્ડ (India vs Ireland) વચ્ચે ડબલિનમાં બે T20 મેચોની સિરીઝની પ્રથમ મેચ રમાવાની છે. ભારત આ શ્રેણીમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની કપ્તાનીમાં ઉતર્યું છે, જે યુવાધનથી ભરપૂર છે. ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટ રમી રહેલા ખેલાડીઓ ઈંગ્લેન્ડના પ્રવાસ પર હોવાના કારણે આ શ્રેણીમાં ભાગ લઈ રહ્યા નથી. સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટી20 સિરીઝ બાદ પંત અને શ્રેયસની જગ્યાએ રાહુલ ત્રિપાઠી અને સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર કાંડાની ઈજા બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે.
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક.
આયર્લેન્ડ: એન્ડ્રુ બલબરની (કેપ્ટન), પોલ સ્ટર્લિંગ, ગેરેથ ડેલેની, હેરી ટેક્ટર, લોર્કન ટકર (વિકેટકીપર), જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેયર, એન્ડી મેકબ્રાઈન, ક્રેગ યંગ, જોશ લિટિલ અને કોનોર ઓલ્ફર્ટ
ભારતની પ્લેઈંગ ઈલેવન: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક.
ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું, ‘અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા પરંતુ હવામાન અને આગાહીને જોઈને અમે નક્કી કર્યું કે પહેલા બોલિંગ કરવી એ વધુ સારો નિર્ણય હશે.’
ટોસ માટે થોડી વાર લાગી હતી. કારણ કે ડબલીનમાં મેચ શરુ થવા પહેલા હળવો પડી રહ્યો હતો. જેને લઈને સ્થિતીને અનુરુપ થવામાં મોડુ થયુ હતુ.
હાર્દિક પંડ્યાએ પ્રથમ T20 ઈન્ટરનેશનલની પૂર્વ સંધ્યાએ આયોજિત વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “પહેલા પણ મને જવાબદારી લેવામાં મજા આવતી હતી અને હવે તે જ છે પરંતુ હવે થોડી વધુ જવાબદારી આવી ગઈ છે.” હું હંમેશા માનું છું કે જવાબદારી લીધા પછી મેં વધુ સારું કર્યું છે.
ઉમરાન મલિક આજની મેચમાં ડેબ્યૂ કરશે. મેચ પહેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે તેને ડેબ્યૂ કેપ આપી હતી. તે T20 રમનાર ભારતનો 98મો ખેલાડી છે.
A dream come true moment!!Congratulations to Umran Malik who is all set to make his T20I debut for #TeamIndia
He gets 🧢 No.98 #IREvIND pic.twitter.com/8JXXsRJFbW
— BCCI (@BCCI) June 26, 2022
ભારતીય ટીમ આજે આયર્લેન્ડ સામે પ્રથમ T20માં મેદાનમાં ઉતરવા જઈ રહી છે. આ મેચ ડબલિનમાં રમાઈ રહી છે. આ પ્રવાસમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે.
Published On - 8:11 pm, Sun, 26 June 22