India Vs Hong Kong Playing XI: હોંગ કોંગ એ જીત્યો ટોસ, ભારત પહેલા બેટીંગ કરશે, ઋષભ પંત પરત ફર્યો, જુઓ પ્લેઈંગ ઈલેવન

IND Vs HK T20 Asia Cup Playing 11: ભારતે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, જ્યારે ટૂર્નામેન્ટમાં હોંગકોંગની આ પ્રથમ મેચ છે.

India Vs Hong Kong Playing XI: હોંગ કોંગ એ જીત્યો ટોસ, ભારત પહેલા બેટીંગ કરશે, ઋષભ પંત પરત ફર્યો, જુઓ પ્લેઈંગ ઈલેવન
| Edited By: | Updated on: Aug 31, 2022 | 7:28 PM

એશિયા કપ 2022 (Asia Cup 2022) માં જોરદાર શરૂઆત કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમની નજર હવે સીધી ‘સુપર ફોર’માં પોતાની જગ્યા બનાવવા પર છે. આ માટે ભારતે નવી ટીમ હોંગકોંગના પડકારનો સામનો કરવો પડશે. પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યા બાદ રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા મજબૂત ઈરાદા સાથે ઉતરી રહી છે. દુબઈમાં જ રમાઈ રહેલી આ મેચમાં હોંગકોંગના કેપ્ટન નિઝાકત ખાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ ભારતીય ટીમમાં ઋષભ પંત  (Rishabh Pant) પરત ફર્યો છે.

ભારતીય ટીમે પ્રથમ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ જ મેદાન પર રમાયેલી મેચમાં ભારતીય બોલરોએ પાકિસ્તાનને માત્ર 147 રન સુધી રોકી દીધું હતું. આ જ મેદાન પર પ્રથમ બોલિંગ કરતી વખતે અફઘાનિસ્તાને પણ શ્રીલંકાને માત્ર 105 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. હોંગકોંગ ભલે બહુ મજબૂત ટીમ ન હોય, પરંતુ ભારતીય ટીમ હજુ પણ પ્રથમ બેટિંગ કરતી વખતે હોંગકોંગને હળવાશથી લેશે નહીં. આમ છતાં ભારતીય બેટ્સમેનો ટુર્નામેન્ટની આગામી મેચો અને T20 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આક્રમક રીતે રમે તેવી અપેક્ષા છે.

પંત પાછો ફર્યો, કોણ બહાર થયુ?

જો આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો ભારતીય ટીમમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સામે ટીમની જીતનો સિતારો બનેલા અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. તેના બદલે ઋષભ પંતને તક આપવામાં આવી છે, જેણે પ્રથમ મેચમાં દિનેશ કાર્તિક માટે જગ્યા ખાલી કરવી પડી હતી. કેપ્ટન રોહિતે હાર્દિક પર કહ્યું કે તે ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે અને આવી સ્થિતિમાં તેને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. પંત પાસે આ મેચમાં પોતાની આક્રમક બેટિંગથી કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડ પર દબાણ બનાવવાની તક છે.

 

IND vs HKG: બંને ટીમોની પ્લેઈંગ 11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલ

હોંગકોંગ: નિઝાકત ખાન (કેપ્ટન), બાબર હયાત, યાસીમ મુર્તઝા, કિંચિત શાહ, સ્કોટ મેકેન્ઝી (વિકેટકીપર), હારૂન અરશદ, એજાઝ ખાન, જીશાન અલી, એહસાન ખાન, આયુષ શુક્લા, મોહમ્મદ ગઝનફર

Published On - 7:14 pm, Wed, 31 August 22