
India vs Hong Kong : પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2022 (ASIA CUP 2022) અભિયાનની શરૂઆત કરનાર ભારતીય ટીમ બુધવારે હોંગકોંગ સામે ટકરાશે. ક્વોલિફાયર રમીને એશિયા કપમાં જગ્યા બનાવનાર હોંગકોંગ માટે આ પ્રથમ મેચ છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સુપર 4માં સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છશે. આ સાથે જ સતત બીજી વખત એશિયા કપ રમી રહેલી હોંગકોંગ (Hong Kong) મોટા ખેલાડીઓની સામે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.
એશિયા કપ ક્વોલિફાયરમાં હોંગકોંગે કુવૈત, સિંગાપોર અને યુએઈને હરાવ્યું હતું. તેણે પોતાની પ્રથમ મેચમાં સિંગાપોરને 8 રનથી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. આ પછી હોંગકોંગે કુવૈતને એકતરફી રીતે હરાવ્યું. UAE સામેની તેની મેચ ઘણી મહત્વની હતી. હોંગકોંગે ક્વોલિફાયરમાં તેની ત્રણેય મેચ જીતી હતી અને 6 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેણે બીજી વખત એશિયા કપમાં જગ્યા બનાવી છે.
મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી
ભારત અને હોંગકોંગ વચ્ચે એશિયા કપ-2022ની મેચ 31 ઓગસ્ટ, બુધવારે રમાશે.
ભારત અને હોંગકોંગ વચ્ચે એશિયા કપ-2022ની મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને હોંગકોંગ વચ્ચે એશિયા કપ-2022ની મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, ટોસ સાંજે 7 વાગ્યે થશે.
ભારત અને હોંગકોંગ વચ્ચેની એશિયા કપ-2022ની મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર થશે.
હોંગકોંગ – યાસીમ મોર્તઝા, નિઝાકત ખાન (કેપ્ટન), બાબર હયાત, કિંચિત શાહ, એજાઝ ખાન, સ્કોટ મેકકેની , જીશાન અલી, હારૂન અરશદ, એહસાન ખાન, મોહમ્મદ ગઝનફર, આયુષ શુક્લા, વાજિદ શાહ, આફતાબ હુસૈન, ધનંજય રાવ , મોહમ્મદ વાહીદ, અહાન ત્રિવેદી, અતીક ઈકબાલ.
ભારત રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન