IND Vs ENG, U19 World Cup, Final Live Streaming: અંડર19 વિશ્વકપ ફાઈનલ મેચ જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે

|

Jan 28, 2023 | 6:56 PM

India vs England, LIVE Streaming: શેફાલી વર્માની આગેવાનીમાં અંડર 19 ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ચુકી છે, હવે આ ટીમ પાસે પ્રથમ વિશ્વ ચેમ્પિયન બનવાનો મોકો છે.

IND Vs ENG, U19 World Cup, Final Live Streaming: અંડર19 વિશ્વકપ ફાઈનલ મેચ જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે
IND Vs ENG, U19 World Cup, Final Live Streaming

Follow us on

પ્રથમ વાર ICC દ્વારા અંડર 19 T20 મહિલા વિશ્વકપનુ આયોજન કર્યુ છે. ભારતીય ક્રિકેટ માં સિનિયર ટીમનો હિસ્સો રહેલી શેફાલી વર્મા ભારતની અંડર 19 T20 ટીમનુ સુકાન સંભાળી રહી છે. શેફાલીની આગેવાનીમાં ભારતીય ટીમ અંડર 19 વિશ્વકપની ફાઈનલમાં પહોંચી ચુકી છે. ભારતીય ટીમ ઈતિહાસ રચવામાં હવે માત્ર એક જ કદમ દૂર છે. એટલે કે ફાઈનલ મેચ જીતવા સાથે જ વિશ્વ ચેમ્પિયન ટીમ બની જશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલ મેચ 29 જાન્યુઆરીએ રમાનારી છેય. રવિવારે ભારતીય ટીમ કમાલ કરશે તો, ICC ની આ ટૂર્નામેન્ટની પ્રથમ વિશ્વવિજેતા ટીમ બનશે. જોકે આ માટે હજુ રવિવારે આકરી ટક્કર પાર કરવી પડશે.

શેફાલી વર્માની આગેવાની ધરાવતી ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં ગ્રુપ રાઉન્ડની તમામ મેચોમાં વિજય મેળવ્યો હતો. આમ ટીમ ઈન્ડિયા ગ્રુપ મેચોમાં ટોપ પર રહી હતી. તેના બાદ સુપર સિક્સમાં પહેલા ઓસ્ટ્ર્લિયા અને ત્યારબાદ શ્રીલંકાને હરાવ્યુ હતુ. સેમિફાઈનલમાં ટીમની સામે ન્યુઝીલેન્ડનો પડકાર હતો. ભારતીય ટીમે 8 વિકેટથી ન્યુઝીલેન્ડને પરાજય આપી ફાઈનલની ટિકિટ કાપી હતી. આ મેચમાં પાર્શ્વી ચોપરાએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઓપનર શ્વેતા સહરાવતે અણનમ અડધી સદી નોંધાવી હતી. ભારતને કિવી ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 107 રન 9 વિકેટના નુક્શાને નોંધાવ્યા હતા. ભારતે આ લક્ષ્ય 15મી ઓવરમાં જ 2 વિકેટ ગુમાવી પાર કરી લીધુ હતુ. શ્વેતાએ અણનમ 61 રન નોંધાવ્યા હતા.

જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ક્યારે રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ 29 જાન્યુઆરી, રવિવારે રમાશે.

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ક્યાં રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પોચેફસ્ટ્રુમના સેનવેસ પાર્કમાં રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ સાંજે 05:15 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ 04:45 વાગ્યે થશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સ્ટાર ફેન કોડ એપ પર થશે.

 

 

 

Next Article