IND vs ENG: શ્રેયસ અય્યરને આઉટ કરવા માટે મેક્કુલમે બાલ્કનીમાંથી ‘જાળ’ ગોઠવી, કોચના ઈશારે મેથ્યૂ પોટ્સે વિકેટ ઝડપી

એજબેસ્ટન ટેસ્ટ (Edgbaston Test) ના ચોથા દિવસે ચેતેશ્વર પૂજારાના આઉટ થયા બાદ શ્રેયસ અય્યર (Shreyas Iyer) ક્રિઝ પર આવ્યો હતો. તે ધીમે ધીમે ક્રિઝ પર પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

IND vs ENG: શ્રેયસ અય્યરને આઉટ કરવા માટે મેક્કુલમે બાલ્કનીમાંથી જાળ ગોઠવી, કોચના ઈશારે મેથ્યૂ પોટ્સે વિકેટ ઝડપી
Shreyas Iyer ઝડપથી આઉટ થઈ પરત ફર્યો હતો (Photo: AP/PTI)
| Edited By: | Updated on: Jul 04, 2022 | 7:19 PM

શ્રેયસ અય્યર (Shreyas Iyer) નું બેટ ફરી એકવાર શાંત રહ્યું છે. ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટ મેચના ચોથા દિવસે તે ભારતીય ટીમ ની બીજી ઈનિંગમાં સરળતાથી ઈંગ્લિશ બોલરોની જાળમાં ફસાઈ ગયો. અય્યરે પ્રથમ દાવમાં 15 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં 19 રન બનાવીને મેથ્યુ પોટ્સનો શિકાર બન્યો હતો. અય્યરની નબળાઈ ફરી એકવાર છતી થઈ. મેચ દરમિયાન બાલ્કનીમાં બેઠેલા ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમે ઐયરની નબળાઈનો પર્દાફાશ કર્યો હતો. જે બાદ ઇંગ્લિશ બોલરોને તેને પેવેલિયન મોકલવામાં વધુ સમય લાગ્યો ન હતો. હકીકતમાં, 53મી ઓવરમાં ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) ના આઉટ થયા બાદ શ્રેયસ અય્યર ક્રીઝ પર ઋષભ પંત (Rishabh Pant) ને સપોર્ટ કરવા માટે આવ્યો હતો.

મેક્કુલમે અય્યરની દુઃખતી નસ દબાવી

અય્યર ધીમે ધીમે ક્રિઝ પર પગ જમાવી રહ્યો હતો અને પંત સાથે એડજસ્ટ થવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો હતો. તેણે કેટલાક સારા શોટ્સ રમીને બોલરોને પણ પરેશાન કર્યા, પરંતુ પછી 60મી ઓવરમાં તે પોટ્સની જાળમાં ફસાઈ ગયો અને આ ટ્રેપ મેક્કુલમે તૈયાર કરી હતી, જેણે આઈપીએલ 2022માં અય્યર સાથે કામ કર્યું હતું.

મેક્કુલમ કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ હતા, જ્યારે અય્યર કેપ્ટન હતો. આનો અર્થ એ થયો કે મેક્કુલમ ઐયરની નબળાઈને સારી રીતે જાણતો હતો અને તેનો ફાયદો ઉઠાવવા માટે ઉપયોગ કરતો હતો.

શોર્ટ બોલ બોલ કરવાનો સંકેત

એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન જ્યારે અય્યર ક્રિઝ પર હતો, ત્યારે મેક્કુલમે તેના બોલરોને બાલ્કનીમાંથી અય્યરને શોર્ટ બોલ નાખવાનો સંકેત આપ્યો હતો. તેનો ઈશારો પણ કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેના ઈશારા બાદ થોડી જ વારમાં ભારતીય બેટ્સમેન અય્યરે શોર્ટ બોલ પર એન્ડરસનને તેનો કેચ આપ્યો હતો. અય્યરને છેલ્લા કેટલાક સમયથી ટૂંકી ડિલિવરીનો સામનો કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. તે દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની T20 શ્રેણીમાં પણ તેનો સામનો કરતો જોવા મળ્યો હતો.

Published On - 7:17 pm, Mon, 4 July 22