
જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) મંગળવારે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 19 રનમાં 6 વિકેટ લીધી હતી. બુમરાહ અને શમી (Mohammed Shami) ની 3 વિકેટના આધારે ભારતે ઇંગ્લેન્ડની ઇનિંગ્સને 110 રન પર રોકી દીધી હતી. ભારતીય ફાસ્ટ બોલર બુમરાહે પણ આ સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તે પોતાના ઘરે ઈંગ્લેન્ડ સામે ODI ક્રિકેટમાં 6 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બની ગયો છે. બુમરાહે એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મેચની શરૂઆતથી જ ઈંગ્લેન્ડ પર કહેર વર્તાવી દીધો હતો. ભારત (Indian Cricket Team) માટે વારંવાર માથાનો દુખાવો બનેલા હરીફ ટીમના ટોચના બેટ્સમેનો પણ તેમના લક્ષ્યથી બચી શક્યા ન હતા. ઈંગ્લેન્ડે તેની સૌથી મજબૂત ટીમ મેદાનમાં ઉતારી હતી.
2019 વર્લ્ડ કપ પછી પહેલીવાર ઈંગ્લેન્ડે જો રૂટ, જોસ બટલર અને બેન સ્ટોક્સને એકસાથે મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ ભારતીય બોલરોએ કોઈને ચાલવા દીધું ન હતું. બુમરાહે પ્રથમ વનડેમાં જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, લિયામ લિવિંગ્સ્ટન, ડેવિડ વિલી અને બ્રાયડન કાર્સને શિકાર બનાવ્યો હતો. તેમાંથી બુમરાહે 3 બેટ્સમેન રોય, રૂટ અને લિવિંગસ્ટોનને ખાતું ખોલવાની તક પણ આપી ન હતી. યોર્કર કિંગે 4 બેટ્સમેનોને બોલ્ડ કર્યા હતા. તે જ સમયે બેયરસ્ટો અને રૂટ ઋષભ પંતના હાથે કેચ આઉટ થયા હતા.
બુમરાહ આશિષ નેહરા, કુલદીપ અને એસ શ્રીસંત બાદ એક ઇનિંગમાં 6 વિકેટ લેનારો ચોથો ભારતીય બોલર બની ગયો છે. નેહરાએ 2003 વર્લ્ડ કપ દરમિયાન 23 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ પછી શ્રીસંતે ઈંગ્લેન્ડ સામે 55 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપે 2018માં 25 રન આપીને 6 વિકેટ લીધી હતી.
સ્ટુઅર્ટ બિન્ની અને અનિલ કુંબલે પછી બુમરાહ ODI ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનાર ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. બિન્નીએ 2015માં 4 વિકેટે 6 વિકેટ લીધી હતી જ્યારે કુંબલેએ 1993માં વેસ્ટ ઈન્ડિઝ સામે 12 રન આપીને 6 વિકેટ લીધી હતી.
આ મેચમાં જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ માટે સૌથી મોટી આફત સાબિત થયો હતો. તેણે ટોપ અને મિડલ ઓર્ડરના 4 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. તેના 7.2 ઓવરના સ્પેલમાં, બુમરાહે માત્ર 19 રન ખર્ચ્યા અને 6 વિકેટ લીધી, જે ઈંગ્લેન્ડ સામેની ODIમાં ભારતનો સર્વશ્રેષ્ઠ બોલિંગ રેકોર્ડ છે. તેણે 2003ના વર્લ્ડ કપમાં આશિષ નેહરાના 6/23ના રેકોર્ડને તોડ્યો હતો.
તે જ સમયે, શમી (3/31) પણ રેકોર્ડના મામલે પાછળ રહ્યો નથી. તે ODIમાં સૌથી ઓછી મેચોમાં 150 વિકેટ લેનારો ભારતીય બોલર બન્યો હતો. તેણે માત્ર 80 મેચમાં આવું કરીને અજીત અગરકર (97 મેચ)નો રેકોર્ડ તોડ્યો હતો.
Published On - 9:23 pm, Tue, 12 July 22