India vs England Test Series જો રૂટ અને જોની બેયરસ્ટોની શાનદાર સદીની મદદથી ઈંગ્લેન્ડે એજબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમને 7 વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે ચોથી ઇનિંગમાં ટાર્ગેટનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમનું 15 વર્ષ બાદ ઈંગ્લેન્ડ ( England)માં ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. બેન સ્ટોક્સની આગેવાનીમાં ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ સીરિઝ 2-2થી ડ્રો કરવામાં સફળ રહી હતી.ભારત અને ઈંગ્લેન્ડ ( IND Vs ENG) વચ્ચે આજે એજબેસ્ટન ખાતે 5મી ટેસ્ટ મેચ રમાય હતી. આ સાથે જ બંને વચ્ચે ગયા વર્ષે અધૂરી રહી ગયેલી 5 ટેસ્ટ મેચોની સિરીઝ પણ પૂરી થઈ હતી. ગયા વર્ષે કોરોનાને કારણે બંને ટીમો વચ્ચેની 5મી ટેસ્ટ મેચ સ્થગિત કરવામાં આવી હતી.
Published On - 2:41 pm, Tue, 5 July 22