India vs England 3rd T20 Match Live Streaming: ક્લીન સ્વીપ કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી મેચ?

|

Jul 10, 2022 | 11:06 AM

Watch IND Vs ENG T20 Today Match Live: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રવિવારે T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરી રહી છે.

India vs England 3rd T20 Match Live Streaming: ક્લીન સ્વીપ કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી મેચ?
Team India 2-0 થી અજેય

Follow us on

રોહિત શર્મા (Rohit Sharma) ના નેતૃત્વમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણી પહેલાથી જ જીતી ચૂકી છે અને રવિવારે ટીમ ઈન્ડિયા શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે. બંને વચ્ચે ત્રીજી અને છેલ્લી T20 મેચ 10 જુલાઈએ રમાશે. ભારતે (Indian Cricket Team) પ્રથમ મેચ 50 રને અને બીજી મેચ 49 રને જીતી હતી. બીજી મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 170 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ (England Cricket Team) 121 રનમાં સમેટાઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજાએ અણનમ 46 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો અને માત્ર 1 રન બનાવી શક્યો હતો. પ્રથમ મેચમાં કોહલી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો.

ભારતની જીતનો હીરો ભુવનેશ્વર કુમાર રહ્યો, જેણે 15 રનમાં 3 વિકેટ ઝડપી હતી. T20 સીરીઝ પૂરી થયા બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 વનડે મેચોની સીરીઝ રમાશે. આ વર્ષે T20 વર્લ્ડ કપ થવાનો છે. આ સંદર્ભમાં ભારત માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ ઘણો મહત્વનો છે. વર્લ્ડ કપ માટે ટીમ કોમ્બિનેશનની દ્રષ્ટિએ આ ટી-20 સિરીઝ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 ક્યાં રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ નોટિંગહામશાયરના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 ક્યારે રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ 10 જુલાઈ, રવિવારે રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 ક્યારે શરૂ થશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. એટલે કે તેનો ટોસ સાંજે 6:30 વાગ્યે થશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી T20I મેચ લાઈવ ક્યાં જોઈ શકાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચનું લાઈવ કવરેજ સોની નેટવર્કની સ્પોર્ટ્સ ચેનલ પર જોઈ શકાશે. તે સોની સિક્સ પર અંગ્રેજી ભાષામાં અને સોની ટેન 3 પર હિન્દી ભાષામાં જોઈ શકાય છે.

ભારત અને ઈંગ્લેન્ડ ચ્ચેની બીજી T20I મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોઈ શકાશે?

તમે SonyLiv પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. તમે tv9gujarati.com પર પણ ગુજરાતીમાં અપડેટ મેળવી શકો છો.

Published On - 11:04 am, Sun, 10 July 22

Next Article