India vs England, 3rd ODI, LIVE Cricket Score Highlights: ઋષભ પંતે વિજયી ચોગ્ગો લગાવી અપાવી જીત, 5 વિકેટે ઇંગ્લેન્ડનો પરાજય

|

Jul 17, 2022 | 10:55 PM

IND Vs ENG ODI 3rd Match Highlights: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી 1-1 થી બરાબર છે. ભારતે પ્રથમ મેચ જીતી હતી જ્યારે બીજી મેચ ઈંગ્લેન્ડે જીતી હતી.

India vs England, 3rd ODI, LIVE Cricket Score Highlights: ઋષભ પંતે વિજયી ચોગ્ગો લગાવી અપાવી જીત, 5 વિકેટે ઇંગ્લેન્ડનો પરાજય
માંચેસ્ટરમાં થઈ રહી છે ટક્કર

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે આજે ત્રણ વનડે શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ રમાશે. માન્ચેસ્ટરમાં જેના નામે મેચ થશે, સિરીઝ પણ તેના નામે જ રહેશે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ 10 વિકેટે જીતી લીધી હતી. આ પછી ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરી અને લોર્ડ્સમાં રમાયેલી બીજી વનડે મેચ 100 રનથી જીતી લીધી. હાલ બંને ટીમો 1-1 થી બરાબરી પર છે. વર્ષ 2019 પછી ભારત પ્રથમ વખત આ મેદાન પર રમશે. છેલ્લી વખત જ્યારે ભારત આ મેદાન પર ઉતર્યું હતું ત્યારે તેને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું.

 

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનઃ જેસન રોય, જોની બેયરિસ્ટો, જોસ બટલર (કેપ્ટન), જો રૂટ, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, ડેવિડ વિલી, ક્રેગ ઓવરટન, બ્રાઈડન કાર્લસ, રીસ ટોપલી.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 17 Jul 2022 10:55 PM (IST)

    IND vs ENG, LIVE Score: સદી ફટકારી પંત ચમક્યો

    નિર્ણાયક મેચમાં નિર્ણાયક સમયે પંતે શાનદાર ઇનિંગ રમી હતી અને ટીમને જીત તરફ દોરી હતી. તે અણનમ પરત ફર્યો. તેણે 113 બોલમાં 16 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 125 રન બનાવ્યા અને ભારતને જીત તરફ દોરી ગયો.

  • 17 Jul 2022 10:54 PM (IST)

    IND vs ENG, LIVE Score: ભારત પંતની બાઉન્ડરી સાથે જીત

    પંતે ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી. પંતે 42મી ઓવરના પ્રથમ બોલમાં ચોગ્ગો ફટકાર્યો અને આ સાથે જ ભારતે ઈંગ્લેન્ડે આપેલા 260 રનના લક્ષ્યાંકને હાંસલ કરી લીધો અને ત્રણ મેચની વનડે શ્રેણી પણ 2-1 થી કબજે કરી લીધી.

  • 17 Jul 2022 10:45 PM (IST)

    IND vs ENG, LIVE Score: પંતે પાંચ બોલમાં પાંચ ચોગ્ગા જમાવ્યા

    ડેવિડ વિલી  42મી ઓવર લઈને આવ્યો હતો. તેની ઓવરના પ્રથમ પાંચેય બોલ પર એક બાદ એક પાંચ ચોગ્ગા ઋષભ પંતે ફટકાર્યા હતા. પંતે મેદાનની ચારેય બાજુ ચોગ્ગા ફટકારીને ચાહકોને ખુશ કરી દીધા હતા.

  • 17 Jul 2022 10:39 PM (IST)

    IND vs ENG, LIVE Score: ઋષભ પંતે શાનદાર સદી પૂરી કરી

    પંતે તેની પ્રથમ વનડે સદી પૂરી કરી છે. પંતે 41મી ઓવરના પાંચમા બોલમાં એક રન લઈને પોતાના 100 રન પૂરા કર્યા. ઈંગ્લેન્ડમાં પંતે તેની પ્રથમ ટેસ્ટ સદી અને હવે તેની પ્રથમ વનડે સદી પૂરી કરી છે.

  • 17 Jul 2022 10:38 PM (IST)

    IND vs ENG, LIVE Score: પંતનો શાનદાર છગ્ગો

    પંતે 40મી ઓવરના પાંચમા બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. પંતે ડેવિડ વિલીના બોલ પર ડીપ મિડવિકેટ પર જોરદાર સિક્સર ફટકારી અને તે તેની પ્રથમ વનડે સદીની નજીક પહોંચી ગયો છે.

  • 17 Jul 2022 10:37 PM (IST)

    IND vs ENG, LIVE Score: પંતનો શ્રેષ્ઠ સ્વીપ શોટ

    સતત ત્રણ ઓવર બાઉન્ડ્રી વગર પસાર કર્યા બાદ આખરે ભારતને બાઉન્ડ્રી મળી હતી. 39મી ઓવરમાં બોલિંગ કરી રહેલા સ્પિનર ​​મોઈન અલીના છેલ્લા બોલને પંતે સ્વીપ કર્યો. તેણે ફાઇન લેગ ફિલ્ડરના વર્તુળની અંદર હોવાનો ફાયદો મેળવ્યો અને ફોર લીધો. પંતનો આ 10મો ચોગ્ગો છે.

  • 17 Jul 2022 10:26 PM (IST)

    IND vs ENG, LIVE Score: હાર્દિક પંડ્યા આઉટ

    પંડ્યા આઉટ. 36મી ઓવરનો ત્રીજો બોલ કાર્સ દ્વારા શોર્ટ નાખવામાં આવ્યો હતો, જેને પંડ્યાએ પુલ કર્યો હતો પરંતુ તે સારી રીતે જોડાઈ શક્યો ન હતો અને બોલ શોર્ટ મિડવિકેટમાં ગયો હતો. જ્યાં સ્ટોક્સે આગળ કૂદીને એક શાનદાર કેચ લીધો હતો. પંડ્યાની ઇનિંગ્સનો અંત આવ્યો હતો અને ભારતને મોટો ફટકો આપ્યો હતો.

  • 17 Jul 2022 10:13 PM (IST)

    IND vs ENG, LIVE Score: પંત રન આઉટ થતા બચ્યો

    પંત 34મી ઓવરના પહેલા બોલ પર રનઆઉટ થયો હતો. બોલિંગ પર પાછા ફરતા કાર્સે એક બાઉન્સર નાંખ્યો જે પંડ્યાએ પુલ કરી દીધો હતો. પંડ્યા બે રન લેવા માંગતો હતો પરંતુ બીજા રન દરમિયાન પંતે મોડો રન લીધો હતો. જો લિવિંગ્સ્ટનનો થ્રો યોગ્ય રીતે આવ્યો હોત અને સ્ટમ્પ પર ટકી રહ્યો હોત તો પંત રનઆઉટ થઈ શક્યો હોત.

  • 17 Jul 2022 09:56 PM (IST)

    IND vs ENG, LIVE Score: બાઉન્ડરી વડે પંતે ફીફટી પુરી કરી

    33મી ઓવરના પાંચમા બોલ પર પંતે પંડ્યા સાથે ચોગ્ગો ફટકારીને 100 રનની ભાગીદારી પૂરી કરી. આ ઓવરના છેલ્લા બોલ પર પંતે ચોગ્ગો પણ ફટકાર્યો હતો. આ બંને બેટ્સમેનોએ પોતાની અડધી સદી પણ પૂરી કરી છે.

  • 17 Jul 2022 09:54 PM (IST)

    IND vs ENG, LIVE Score: પંડ્યાની અડધી સદી

    પંડ્યાએ 30મી ઓવરના ચોથા બોલમાં એક રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી છે. પંડ્યાએ આ માટે 43 બોલનો સામનો કર્યો છે. પંડ્યાએ પણ બેટ પહેલા બોલ વડે અજાયબી કરી હતી અને ઈંગ્લેન્ડના ચાર બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા.

  • 17 Jul 2022 09:51 PM (IST)

    IND vs ENG, LIVE Score: બેન સ્ટોક્સનું બાઉન્ડ્રી સાથે સ્વાગત

    29મી ઓવર લાવનાર બેન સ્ટોક્સના પહેલા જ બોલ પર પંતે ચોગ્ગો ફટકાર્યો હતો. સ્ટોક્સે શોર્ટ બોલ નાખ્યો અને પંતે તેને બેકફૂટ પર પુલ કર્યો અને ડીપ મિડવિકેટ પર ચાર રન લીધા.

  • 17 Jul 2022 09:33 PM (IST)

    IND vs ENG, LIVE Score: ટોપ્લી પર હાર્દિકની બાઉન્ડરી

    25 મી ઓવર પૂર્ણ થઈ છે. ભારતનો સ્કોર 124 રન પર 4 વિકેટે પહોંચ્યો છે. મુશ્કેલ તબક્કાને હાર્દિક પંડ્યા અને ઋષભ પંત પસાર કરી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પંડ્યાએ ઓવરની શરુઆતના બોલ પર જ ઓન ડ્રાઈવ લગાવ્યો હતો અને શાનદાર ચોગ્ગો મેળવ્યો હતો.

  • 17 Jul 2022 09:27 PM (IST)

    IND vs ENG, LIVE Score: હાર્દિક પંડ્યાએ વધુ એક બાઉન્ડરી ફટકારી

    24 મી ઓવર લઈને મોઈન અલી આવ્યો હતો. મોઈન અલીએ ફુલ બોલ ઓફ સ્ટંપની બહાર કર્યો હતો. તેના પર હાર્દિકે ઓફ સાઈડમાં જ બોલને ફટકારી દીધો હતો.

  • 17 Jul 2022 09:12 PM (IST)

    IND vs ENG, LIVE Score: હાર્દિક પંડ્યાએ બે બાઉન્ડરી ફટકારી

    20મી ઓવર લઈને બ્રાઈડન કાર્સ આવ્યો હતો. તેની ઓવરમાં હાર્દિક પંડ્યા એક બાદ એક બે બાઉન્ડરી ફટકારી હતી. ઓવરના ત્રીજા બોલ પર હાર્દિકે ડીપ ફાઈન લેગ પર ફિલ્ડરના ઉપર થઈને બાઉન્ડરી માટે ફટકાર્યો હતો. જ્યારે ઓવરના અંતિમ બોલ પર વધુ એક ચોગ્ગો લગાવ્યો હતો. ઓવરમાં 11 રન આવ્યા હતા.

  • 17 Jul 2022 09:02 PM (IST)

    IND vs ENG, LIVE Score: સૂર્યકુમાર આઉટ

    ક્રેગ ઓવરટને 17મી ઓવરમાં 8 રન આપ્યા પરંતુ તેને સૂર્યકુમાર યાદવની વિકેટ મળી. બોલ સૂર્યની ખૂબ નજીક હતો, પરંતુ તેણે રમવાનો પ્રયાસ કર્યો, બોલ બેટની કિનારી સાથે અથડાયો અને બટલરે કેચ લીધો. તે 28 બોલમાં 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

  • 17 Jul 2022 09:02 PM (IST)

    IND vs ENG, LIVE Score: સહેજમાં બચ્યો પંત

    16મી ઓવરમાં પંત મોઈન અલીના બોલમાંથી બચી ગયો. ઋષભ પંત ત્રીજા બોલ પર મોટો શોટ રમવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તે આ માટે ઘણો આગળ આવી ગયો હતો. જોકે બટલર સ્ટમ્પિંગ કરવાનું ચૂકી ગયો હતો. બોલ તેના ગ્લોવ્ઝ સાથે અથડાયો પરંતુ રૂટે કેચ પણ છોડ્યો.

  • 17 Jul 2022 08:59 PM (IST)

    IND vs ENG, LIVE Score: પંતે ચોગ્ગો લગાવ્યો

    મોઈન અલીએ 14મી ઓવર મેડન નાખી. આગલી ઓવરમાં પંતના ખાતામાં પ્રથમ બાઉન્ડ્રી આવી હતી. પંતે ફ્લિક કર્યો અને ચોગ્ગો લગાવ્યો હતો. ભારતે 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા હતા.

  • 17 Jul 2022 08:42 PM (IST)

    IND vs ENG, LIVE Score: ભારતની સ્થિતી મુશ્કેલ

    વિલીએ 10મી ઓવરમાં એક રન આપ્યો હતો. ભારતી ટીમની હાલ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભારતે 43 રન બનાવ્યા છે અને ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. આગળ એક મોટું લક્ષ્ય છે અને ટીમને મોટી ભાગીદારીની જરૂર છે.

  • 17 Jul 2022 08:33 PM (IST)

    IND vs ENG, LIVE Score: સૂર્યકુમારની બાઉન્ડરી

    9મી ઓવર ના ત્રીજા બોલ પર સૂર્ય કુમાર યાદવે બાઉન્ડરી ફટકારી છે. શોર્ટ બોલ ને કટ કરીને કવર અને પોઈન્ટની વચ્ચેથી ગેપ નિકાળીને બોલને બાઉન્ડરી માટે મોકલ્યો હતો.

  • 17 Jul 2022 08:23 PM (IST)

    IND vs ENG, LIVE Score: વિરાટ કોહલી આઉટ

    સારી લયમાં દેખાતો કોહલી ફરી આઉટ થઈ ગયો હતો. ફરી એકવાર તે ટોપલીનો શિકાર બન્યો. કોહલી ઓફ સ્ટમ્પની બહાર જઈ રહેલા બોલને રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ બોલ બહારની કિનારી પર વાગ્યો અને બટલરના હાથમાં ગયો. કોહલીએ 22 બોલમાં 17 રન બનાવીને પરત જવું પડ્યું હતું.

  • 17 Jul 2022 08:19 PM (IST)

    IND vs ENG, LIVE Score: કોહલીની વધુ એક બાઉન્ડરી

    વિરાટ કોહલીએ વધુ એક બાઉન્ડરી ફટકારી છે. આ બાઉન્ડરી તેણે 8મી ઓવરના પ્રથમ બોલ પર ફટકારી છે. કાંડાની મદદ થી લગાવેલા આ શોટને લેગ સાઈડ તરફ રમ્યો હતો.

  • 17 Jul 2022 08:17 PM (IST)

    IND vs ENG, LIVE Score: વિરાટ કોહલીની શાનદાર બાઉન્ડરી

    વિરાટ કોહલીએ છ્ઠી ઓવરમાં ડેવિસ વિલીના બોલ પર બે બાઉન્ડરી ફટકારી હતી. ઓવરના પ્રથમ બોલને ફ્રન્ટ ફુટ થી કટ શોટ લગાવીને ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે ત્યાર બાદ ત્રીજા બોલને ફરી બાઉન્ડરીની પાર મોકલ્યો હતો.

  • 17 Jul 2022 08:06 PM (IST)

    IND vs ENG, LIVE Score: રોહિત શર્મા આઉટ

    ટોપલીએ પાંચમી ઓવરમાં રોહિતને આઉટ કરીને ટીમને મોટી સફળતા અપાવી હતી. ભારતની ઓપનિંગ જોડી પેવેલિયન પરત આવી ગઈ છે. ઓવરના છેલ્લા બોલ પર બોલ રોહિતના બેટની બહારની કિનારી પર વાગ્યો હતો અને જો રૂટે એક સરળ કેચ લીધો હતો. તે 17 બોલમાં 17 રન બનાવીને પરત ફર્યો હતો.

  • 17 Jul 2022 08:06 PM (IST)

    IND vs ENG, LIVE Score: રોહિત શર્માએ બાઉન્ડરી ફટકારી

    પાંચમી ઓવરના બીજા બોલ પર રોહિત શર્માએ બાઉન્ડરી ફટકારી હતી. આ ઓવર રિસ ટોપ્લી લઈને આવ્યો હતો અને જેણે શોર્ટ બોલ છાતી સુધીની ઉંચાઈ આવતો નાંખ્યો હતો અને જેના પર રોહિત શર્માએ મીડ વિકેટ પર બાઉન્ડરી માટે શોટ લગાવ્યો હતો.

  • 17 Jul 2022 07:52 PM (IST)

    IND vs ENG, LIVE Score: શિખર ધવન આઉટ

    ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો રીસ ટોપલેએ આપ્યો છે. શિખર ધવન એક રન બનાવી ટોપલીના બોલ પર આઉટ થયો હતો. વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો છે.

  • 17 Jul 2022 07:50 PM (IST)

    IND vs ENG, LIVE Score: રોહિત-ધવન ક્રિઝ પર, ભારતને જીતવા માટે 260 રનની જરૂર

    રોહિત શર્મા અને શિખર ધવનની જોડી ભારત માટે ઓપનિંગ કરવા ઉતરી છે. ભારતને વનડે સિરીઝ જીતવા માટે 260 રનની જરૂર છે. ટોપલીએ પહેલી ઓવરમાં ચાર રન આપ્યા. ઓવરના છેલ્લા બોલ પર રોહિતે શોર્ટ મિડ-વિકેટ પર ફોર ફટકારી.

  • 17 Jul 2022 07:32 PM (IST)

    IND vs ENG, LIVE Score: ચહલે બે વિકેટ ઝડપી

    યુઝવેન્દ્ર ચહલે 46મી ઓવરમાં બે વિકેટ લઈને ઈંગ્લેન્ડની ઈનિંગ્સનો અંત આવ્યો હતો. ક્રેગ ઓવરટને ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ ત્રીજા બોલ પર તે જ પ્રયાસમાં તે ક્રેગને આઉટ થયો હતો. પાંચમો બોલ પર ટોપલીને બોલ્ડ કરવામાં આવ્યો હતો.

  • 17 Jul 2022 07:22 PM (IST)

    IND vs ENG, LIVE Score: ભારતને જીતવા 260 રનનો ટાર્ગેટ

    ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની આખી ટીમ 45.5 ઓવરમાં 259 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. જ્યારે જેસન રોયે 41 અને મોઈન અલીએ 24 રન બનાવ્યા હતા. આ સિવાય ક્રેગ ઓવરટને 32 અને લિયામ લિવિંગસ્ટોને 27 રનનું યોગદાન આપ્યું છે. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે ત્રણ અને સિરાજે બે વિકેટ લીધી હતી.

  • 17 Jul 2022 07:17 PM (IST)

    IND vs ENG, LIVE Score: યુઝવેન્દ્ર ચહલે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી, ઇંગ્લેન્ડ 259 રનમાં ઓલઆઉટ

    ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડે ભારતીય ટીમ સામે 260 રનનો ટાર્ગેટ રાખ્યો છે. હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજની કિલર બોલિંગ સામે ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવર પણ રમી શકી ન હતી અને 46મી ઓવરમાં 259 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

  • 17 Jul 2022 07:11 PM (IST)

    IND vs ENG, LIVE Score: ઓવરટન આઉટ

    ઈંગ્લેન્ડની નવમી વિકેટ પડી છે. ક્રેગ ઓવરટન 32 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. ઓવરટોનની વિકેટ ચહલે લીધી છે અને વિરાટ કોહલીએ કેચ પક્ડયો હતો. ઈંગ્લેન્ડનો સ્કોર 45.4 ઓવરમાં નવ વિકેટે 258 રન છે.

  • 17 Jul 2022 07:04 PM (IST)

    IND vs ENG, LIVE Score: વિલી આઉટ

    ડેવિડ વિલી યુઝવેન્દ્ર ચહલના બોલ પર મોટો શોટ મારવા જતા આઉટ થયો છે. સૂર્યકુમાર યાદવે કેચ પક્ડયો હતો. વિલીએ 18 રનની ઇનિંગ રમી હતી. 44 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર આઠ વિકેટે 249 રન છે.

  • 17 Jul 2022 06:51 PM (IST)

    IND vs ENG, LIVE Score: ફરી દબાણમાં ઈંગ્લેન્ડ

    ચહલે 38મી ઓવરમાં ત્રણ રન આપ્યા હતા. આ પછી હાર્દિકે આગલી ઓવરમાં છ રન આપ્યા હતા. એક જ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ઈંગ્લેન્ડ દબાણમાં આવી ગયું છે. ભારતે ઇંગ્લેન્ડને નાના સ્કોર પર રોકવું પડશે.

  • 17 Jul 2022 06:32 PM (IST)

    IND vs ENG, LIVE Score: જોસ બટલર આઉટ

    હાર્દિક પંડ્યાએ ભારતને વધુ એક સફળતા અપાવી છે. હાર્દિકે જોસ બટલરને પણ આઉટ કર્યો છે. બટલરે 60 રનની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડનો સ્કોર 37.1 ઓવરમાં સાત વિકેટે 200 રન છે. ડેવિડ વિલી અને ક્રેગ ઓવરટન ક્રિઝ પર છે.

  • 17 Jul 2022 06:31 PM (IST)

    IND vs ENG, LIVE Score: લિવિંગસ્ટોન આઉટ

    હાર્દિક પંડ્યાની 37મી ઓવરમાં 27 રનના સ્કોર પર લિયામ લિવિંગસ્ટોનને આઉટ કર્યો છે. લિવિંગસ્ટોનનો રવિન્દ્ર જાડેજાએ કેચ કર્યો છે.

  • 17 Jul 2022 06:27 PM (IST)

    IND vs ENG, LIVE Score: કૃષ્ણાની સારી ઓવર

    પ્રસિદ્ધ કૃષ્ણાએ 33મી ઓવરમાં 5 રન આપ્યા હતા. તેણે આગલી ઓવરમાં 6 રન આપ્યા હતા. ઈંગ્લેન્ડ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે

  • 17 Jul 2022 06:07 PM (IST)

    IND vs ENG, LIVE Score: બટલરે ફટકારી અડધી સદી

    ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમ માટે શાનદાર ફિફ્ટી બનાવી છે. તેણે 65 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી શાનદાર અડધી સદી ફટકારી હતી. ODI ક્રિકેટમાં આ તેની 22મી અડધી સદી છે.

  • 17 Jul 2022 05:48 PM (IST)

    IND vs ENG, LIVE Score: જાડેજાએ બટલર-મોઈનની તોડી ભાગીદારી

    28મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ મોઈન અલીને આઉટ કરીને ટીમને મોટી સફળતા અપાવી હતી. મોઈન અલી ઓવરના બીજા બોલ પર આઉટ થયો હતો. અલી સ્વીપ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ બોલ પંતના હાથમાં જાય છે. 44 બોલમાં 33 રન બનાવીને અલીએ પરત ફરવું પડ્યું હતું. અલીએ ઈનિંગમાં 2 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

  • 17 Jul 2022 05:47 PM (IST)

    IND vs ENG, LIVE Score: ચહલની મોંઘી ઓવર

    શમીએ 25મી ઓવરમાં 3 રન આપ્યા હતા. ચહલે આગલી ઓવરમાં 16 રન આપ્યા હતા. ઓવરના બીજા બોલ પર બટલરે લોંગ ઓન પર સિક્સર ફટકારી હતી. તે જ સમયે, પાંચમા બોલ પર, મોઈન અલીએ પણ તે જ બાજુએ સિક્સર ફટકારી.

  • 17 Jul 2022 05:34 PM (IST)

    IND vs ENG, LIVE Score: સિરાજની મોંઘી રહી ઓવર

    મોહમ્મદ સિરાજ 23 મી ઓવર લઈને આવ્યો હતો અને આ ઓવર મોંઘી રહી હતી. ઓવરના પ્રથમ બોલ પર જ મોઈન અલીએ ડીપ બેકવર્ડ પોઈન્ટ પર બાઉન્ડરી લગાવી હતી. બાદમાં ચોથા બોલ પર વધુ એક ચોગ્ગો કવર ડ્રાઈવ પર જમાવ્યો હતો. મોઈને આ જ લયમાં આ વખતે ઓવરના પાંચમા બોલ પર ડીપ બેકવર્ડ સ્કેવર લેગ પર છગ્ગો ફટકાર્યો હતો. જે દર્શકોની વચ્ચે જઈને બોલ પડ્યો હતો. ઓવરમાં 18 રન સિરાજે ગુમાવ્યા હતા.

  • 17 Jul 2022 05:31 PM (IST)

    IND vs ENG, LIVE Score: બટલરે છગ્ગો ફટકાર્યો

    22 મી ઓવર લઈને યુઝવેન્દ્ર ચહલ આવ્યો હતો અને તેની ઓવરના ત્રીજા બોલ પર બટલરે છગ્ગો ફટકાર્યો હતો. ઓફ સ્ટંપ પર ફ્લાઈટ બોલ પર લોંગ ઓન પર છગ્ગો ફટકાર્યો હતો.

  • 17 Jul 2022 05:29 PM (IST)

    IND vs ENG, LIVE Score: છ ઓવર પછી ચાર રન

    લગભગ છ ઓવર પછી ઈંગ્લેન્ડના ખાતામાં બાઉન્ડ્રી આવી ગઈ. ઓવરના બીજા બોલ પર બટલરે બોલને મિડ-વિકેટ પર પુલ કર્યો અને ચોગ્ગો ફટકાર્યો. જોકે હજુ પણ ઈંગ્લેન્ડની ટીમ દબાણમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.

  • 17 Jul 2022 05:19 PM (IST)

    IND vs ENG, LIVE Score: સિરાજના બોલ પર બટલરને મુશ્કેલી

    મોહમ્મદ સિરાજની બોલિંગથી બટલરને ઈજા થઈ હતી. બટલર ઓવરના બીજા બોલ પર પુલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે ચૂકી ગયો અને તેના હેલ્મેટ સાથે બોલ અથડાયો. આ પછી ઓવરના પાંચમા બોલ પર ફરી એકવાર બોલ તેના માથા પર વાગ્યો.

  • 17 Jul 2022 05:12 PM (IST)

    IND vs ENG, LIVE Score: ઈંગ્લેન્ડની ટીમ દબાણની સ્થિતીમાં

    પ્રસિદ્ધ કૃષ્ણાં એ 17મી ઓવરમાં 2 રન આપ્યા હતા. તે જ સમયે, તેણે આગલી ઓવરમાં માત્ર બે રન આપ્યા. ઈંગ્લેન્ડની રનની ગતિ થંભી ગઈ છે. સતત વિકેટ ગુમાવવાને કારણે તે દબાણમાં આવી ગઈ છે.

  • 17 Jul 2022 05:11 PM (IST)

    IND vs ENG, LIVE Score: હાર્દિકની ત્રીજી મેડન ઓવર

    હાર્દિક પંડ્યાએ 16મી ઓવર ફેંકી જે મેડન હતી. અત્યાર સુધી હાર્દિકે ચાર ઓવર નાખી છે જેમાં તેણે ત્રણ મેડન ઓવર નાખી છે અને બે વિકેટ લીધી છે. હાર્દિકની ઓવરમાંથી માત્ર બે રન જ આવ્યા હતા.

  • 17 Jul 2022 05:03 PM (IST)

    IND vs ENG, LIVE Score: જોસ બટલર સહેજમાં બચ્યો

    પ્રસિદ્ધ કૃષ્ણાએ 15મી ઓવરમાં 6 રન આપ્યા હતા. જોસ બટલરે ઓવરના પહેલા બોલ પર ડ્રાઇવ ફટકારી અને ચોગ્ગો ફટકાર્યો. ઓવરના ત્રીજા બોલ પર બટલર બાલ બાલ બચી ગયો હતો. તેણે મિડ-ઓફમાં બોલ રમ્યો, અક્ષરે પ્રયાસ કર્યો પરંતુ બોલ તેની સામે પડ્યો અને તે કરી શક્યો નહીં.

  • 17 Jul 2022 04:41 PM (IST)

    IND vs ENG, LIVE Score: સ્ટોક્સ આઉટ, હાર્દિક પંડ્યાએ અપાવી વધુ એક સફળતા

    હાર્દિક પંડ્યાએ 14મી ઓવરમાં બેન સ્ટોક્સને આઉટ કર્યો હતો. હાર્દિકના બાઉન્સરને જોઈને સ્ટોક્સ સમજી ન શક્યો કે શું કરવું, તેણે પુલ કરવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટના ઉપરના કિનારે અથડાયો અને હાર્દિકે પોતે જઈને તેને કેચ લીધો, તે હાર્દિકની બીજી વિકેટની મેડન ઓવર હતી.

  • 17 Jul 2022 04:40 PM (IST)

    IND vs ENG, LIVE Score: ઈંગ્લેન્ડનો સ્કોર 11 ઓવર પછી 67/3

    પ્રસિદ્ધ કૃષ્ણાએ 11મી ઓવરમાં એક રન આપ્યો હતો. 11 ઓવર પછી ઈંગ્લેન્ડની ટીમે હવે ત્રણ વિકેટ ગુમાવીને 67 રન બનાવી લીધા છે. કેપ્ટન બટલર અને બેન સ્ટોક્સ ક્રિઝ પર છે અને તેઓ હવે મોટી ભાગીદારી બનાવવાનો ઈરાદો રાખી શકે છે.

  • 17 Jul 2022 04:24 PM (IST)

    IND vs ENG, LIVE Score: હાર્દિક પંડ્યાએ જેસન રોયની ઝડપી વિકેટ

    10મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ જેસન રોયની વિકેટ મેળવીને ટીમને મહત્વની અને મોટી સફળતા અપાવી હતી. સતત ત્રણ ડોટ બોલ બાદ રોય પર થોડું દબાણ હતું. તેણે ઓવરના ચોથા બોલ પર પુલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટની કિનારી પરથી ઉછળી ગયો. પંતે સરળતાથી કેચ લીધો હતો. તે 31 બોલમાં 41 રન બનાવીને પરત ફર્યો હતો. રોય અને સ્ટોક્સની ભાગીદારી આખરે તૂટી ગઈ

  • 17 Jul 2022 04:16 PM (IST)

    IND vs ENG, LIVE Score: ઈંગ્લેન્ડે ચોગ્ગા વાળી કરી

    ઈંગ્લેન્ડ માટે સાતમી ઓવર સારી રહી જેમાં તેણે પોતાના ખાતામાં 11 રન ઉમેર્યા. સ્ટોક્સે ઓવરના બીજા બોલ પર મિડ-વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો હતો. રોયે આ ઓવરમાં વધુ એક શાનદાર બાઉન્ડ્રી ફટકારી હતી. ઓવરના ત્રીજા બોલ પર, રોયે સ્ક્વેર લેગ પર ફોર લગાવી હતી. ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ અત્યાર સુધીમાં 10 ચોગ્ગા ફટકાર્યા છે. 40 રન માત્ર ચોગ્ગાથી જ આવ્યા

  • 17 Jul 2022 04:08 PM (IST)

    IND vs ENG, LIVE Score: સિરાજના બોલ પર રોયની બાઉન્ડરી

    સિરાજે છઠ્ઠી ઓવરમાં છ રન આપ્યા હતા. ઓવરનો પહેલો બોલ વાઈડ હતો, જ્યારે ઓવરના છેલ્લા બોલ પર રોયે પોઈન્ટ પર શાનદાર ફોર ફટકારી હતી.

  • 17 Jul 2022 03:52 PM (IST)

    IND vs ENG, LIVE Score: સ્ટોક્સે બે બાઉન્ડરી ફટકારી

    ચોથી ઓર સિરાજ લઈ આવ્યો હતો પરંતુ આ ઓવરમાં સિરાજે બે બાઉન્ડરી ગુમાવવી પડી છે. સિરાજે અગાઉની ઓવરમાં બે વિકેટ ઝડપી હતી અને આ ઓવરમાં બે ચોગ્ગા સહ્યા છે. બેન સ્ટોક્સે ઓવરના ત્રીજા બોલ પર કવર પોઈન્ટમાં ગેપમાં અને પાંચમાં બોલ પર ખૂબ જ ઝડપથી બાઉન્ડરીની બહાર ગયો હતો. ઓવરમાં 10 રન ગુમાવ્યા હતા.

  • 17 Jul 2022 03:45 PM (IST)

    IND vs ENG, LIVE Score: જબરદસ્ત સિરાજ, જો રુ શૂન્યમાં આઉટ

    મોહમ્મદ સિરાજે આ જ ઓવરમાં ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. બેયરિસ્ટો બાદ સિરાજે જો રૂટને પેવેલિયન મોકલ્યો હતો. ઓફ-સ્ટમ્પને અથડાયા પછી, બોલ સ્વિંગ થઈને બેટની કિનારે અથડાયો અને બીજી સ્લિપ પર ઉભેલા રોહિતે કેચ પકડ્યો. રૂટ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. સિરાજની આ ઓવર બે વિકેટ મેડન હતી

  • 17 Jul 2022 03:44 PM (IST)

    IND vs ENG, LIVE Score: સિરાજે અપાવી પ્રથમ સફળતા, બેયરિસ્ટો આઉટ

    મોહમ્મદ સિરાજે બીજી ઓવરમાં જ ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી હતી. ઓવરનો ત્રીજો બોલ બેયરસ્ટોના બેટની કિનારી અથડાયો અને સીધો મિડ-ઓફમાં પહોંચ્યો. જ્યા અય્યરે એક સરળ કેચ લઈને ઈનિંગ્સનો અંત આણ્યો હતો

  • 17 Jul 2022 03:43 PM (IST)

    IND vs ENG, LIVE Score: ઈંગ્લેન્ડ માટે શાનદાર શરૂઆત

    શમીએ પ્રથમ ઓવરમાં 12 રન આપ્યા હતા. ઓવરના પહેલા બોલ પર, રોયે મિડ-ઓફ તરફ બાઉન્ડ્રી ફટકારી. તે જ સમયે, આગલા બોલને ફ્લિક કરીને, સ્ક્વેર લેગ પર સતત બીજો ચોગ્ગો ફટકાર્યો. તે જ સમયે, ચોથા બોલ પર, તેણે મિડ-વિકેટ પર ઓવરનો ત્રીજો ચોગ્ગો ફટકાર્યો.

  • 17 Jul 2022 03:31 PM (IST)

    IND vs ENG, LIVE Score: ઈંગ્લેન્ડની બેટીંગ સાથે મેચ શરુ

    ઈંગ્લેન્ડની ઓપનીંગ જોડી ક્રિઝ પર આવી પહોંચી છે અને શરુઆત અગાઉની બંને મેચની જેમ જેસન રોય અને જોની બેયરિસ્ટો કરી રહ્યા છે. ભારત તરફથી પ્રથમ ઓવર લઈને મોહમ્મદ શમી આવ્યો છે.

  • 17 Jul 2022 03:18 PM (IST)

    IND vs ENG, LIVE Score: ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઇલેવન

    ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનઃ જેસન રોય, જોની બેયરિસ્ટો, જોસ બટલર (કેપ્ટન), જો રૂટ, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, ડેવિડ વિલી, ક્રેગ ઓવરટન, બ્રાઈડન કાર્લસ, રીસ ટોપલી.

  • 17 Jul 2022 03:17 PM (IST)

    IND vs ENG, LIVE Score: ભારતની પ્લેઈંગ ઇલેવન

    પ્રથમ બોલીંગ પસંદ કરવાના નિર્ણય સાથે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બદલે મોહમ્મદ સિરાજ ને તક મળી છે.

    ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા

  • 17 Jul 2022 03:16 PM (IST)

    IND vs ENG, LIVE Score: જોસ બટલર પણ પહેલા બેટિંગ કરવા ઇચ્છતો હતો

    ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર પણ પહેલા બેટિંગ કરવા ઈચ્છતો હતો. તેને લાગે છે કે છેલ્લી કેટલીક મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમો ફાયદામાં રહી છે.

  • 17 Jul 2022 03:03 PM (IST)

    IND vs ENG, LIVE Score: ભારતે ટોસ જીત્યો, ઈંગ્લેન્ડ પહેલા બેટીંગ કરશે

    ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિતે કહ્યું, ‘ટ્રેક સારો દેખાઈ રહ્યો છે અને એવું લાગતું નથી કે 100 ઓવરમાં કંઈપણ બદલાશે. અમે આ શ્રેણીમાં સારું રમ્યા. છેલ્લી મેચમાંથી અમે ઘણું શીખ્યા છીએ.

  • 17 Jul 2022 03:02 PM (IST)

    IND vs ENG, LIVE Score: 39 વર્ષથી માન્ચેસ્ટરમાં ભારત જીતી શક્યું નથી

    માન્ચેસ્ટર મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ ખાસ નથી. છેલ્લી વખત ભારતે 1983માં અહીં મેચ જીતી હતી. વર્લ્ડ કપની તે સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું હતું

  • 17 Jul 2022 03:00 PM (IST)

    IND vs ENG, LIVE Score: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે નિર્ણાયક મુકાબલો

    માન્ચેસ્ટરમાં આજે ભારત અને ઈંગ્લેન્ડની ટીમો આમને-સામને છે. ત્રણ મેચની સીરીઝની આ છેલ્લી મેચ છે. હાલમાં બંને ટીમો 1-1 થી બરાબરી પર છે, જે પણ ટીમ મેચ પોતાને નામ કરશે તે આજે શ્રેણી પણ જીતશે.

Published On - 3:00 pm, Sun, 17 July 22