
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે આજથી ત્રણ મેચની T20 સીરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા સાઉથમ્પટનમાં ઉતરશે. આ મેચ માટે ટેસ્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આજની મેચમાં ટીમ ઈન્ડિયામાં રોહિત શર્મા સિવાય આયર્લેન્ડ સામે રમાયેલી સિરીઝનો ભાગ રહેલા ખેલાડીઓ જોવા મળશે. વિરાટ કોહલી, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ આ મેચનો ભાગ નથી. બીજી તરફ જોસ બટલરની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે ટકરાશે. ભારત આ શ્રેણીમાં એજબેસ્ટન ટેસ્ટની હારનો બદલો લેવા ઉતરશે.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.
ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન-વિકેટકીપર), જેસન રોય, ડેવિડ મલાન, લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, હેરી બ્રુક, સેમ કુરન, ક્રિસ જોર્ડન, રીસ ટોપલી, ટિમાલ મિલ્સ, મેટ પાર્કિન્સન
હર્ષલ પટેલે 19મી ઓવરમાં 11 રન આપ્યા હતા. ઓવરના પહેલા બોલ પર જ જોર્ડને મિડ-ઓફના ગેપમાં ચોગ્ગો ફટકાર્યો હતો. પછીના બોલ પર, જોર્ડને ફાઇન લેગ પર સિક્સર ફટકારી. જોકે ઈંગ્લેન્ડનો વિજય હવે અસંભવ છે.
18મી ઓવરમાં અર્શદીપ સિંહે ટોપલીને આઉટ કરીને કારકિર્દીની પ્રથમ વિકેટ મેળવી હતી. ઓવરના છેલ્લા બોલ પર, ટોપલીએ બેટ સ્વિંગ કર્યું, બોલ બેટની કિનારી સાથે અથડાયો અને દિનેશ કાર્તિકના હાથમાં ગયો. તે 8 બોલમાં 9 રન બનાવીને પરત ફર્યો હતો.
15મી ઓવર લઈને યુઝવેન્દ્ર ચહલ આવ્યો હતો. તેણે ઓવરના બીજા બોલ પર જ છગ્ગાનો માર સહન કર્યો હતો. મિલ્સને જોકે ત્યાર બાદ કેચ માટેની જાળમાં પાંચમાં બોલે ચહલે ફસાવ્યો હતો. પરંતુ દીપક હુડાએ એ કેચ છોડ્યો હતો.
હાર્દિક પંડ્યાની મેચમાં ચોથી વિકેટ છે. તેણે આ વખતે સેમ કરનને પોતાનો શિકાર બનાવ્યો હતો. હાર્દિકે પોતાની ત્રણ ઓવરમાં આ કમાલ કરી દેખાડ્યો છે.
13મી ઓવરમાં ઇંગ્લેન્ડને યુઝવેન્દ્ર ચહલે એક બાદ એક બે ઝટકા આપ્યા હતા. બ્રૂકનો કેચ સૂર્યકુમારે દોડીને ડીપ મીડ વિકેટ પર ઝડપ્યો હતો. જ્યારે ઓવરના પાંચમાં બોલ પર મોઈન અલીને વિકેટકીપરના હાથે સ્ટંપીંગ આઉટ કરાવ્યો હતો. આમ ઓવરમાં એક બાદ એક ક્રીઝ પર પગ જમાવેલ બંને ખેલાડીઓને પરત મોકલ્યા હતા.
અક્ષર પટેલે 12મી ઓવરમાં 14 રન આપ્યા હતા. ઓવરના પાંચમા બોલ પર મોઈન અલીએ ફાઈન લેગ પર ચોગ્ગો ફટકાર્યો હતો. પછીના બોલ પર મોઇને મિડ-વિકેટ પર વધુ એક સિક્સર ફટકારી.
યુઝવેન્દ્ર ચહલે નવમી ઓવરના ત્રીજા બોલ પર મોઈન અલીએ સ્લોગ સ્વીપ કર્યો અને સિક્સર ફટકારી. જ્યારે આગળની ઓવરમાં અક્ષર પટેલે 10 રન આપ્યા હતા. ઓવરના પહેલા બોલ પર હેરી બ્રુકે કવર પર ચોગ્ગો ફટકાર્યો હતો.
હર્ષલ પટેલે 8મી ઓવરમાં 8 રન આપ્યા હતા. મોઈન અલીએ ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના છેલ્લા બોલ પર હેરી બ્રુકનો કેચ દિનેશ કાર્તિકે છોડ્યો હતો.
હાર્દિક પંડ્યાએ 7મી ઓવરની શરુઆતે વિકેટ ઝડપી હતી પરંતુ ઓવરનો ત્રીજો અને ચોથો બોલ મોંઘો રહ્યો હતો. હેરી બ્રૂકે પહેલા ચોગ્ગો અને બાદમાં છગ્ગો જમાવી દીધો હતો. આમ પંડ્યાએ એક વિકેટ ઝડપવા સાથે 13 રન ગુમાવ્યા હતા.
7મી ઓવર લઈને હાર્દિક પંડ્યા આવ્યો હતો. તેણે ઓવરના પ્રથમ બોલ વાઈડ કર્યો હતો. પરંતુ યોગ્ય બોલ લઈને આવતા જ જેસન રોયની વિકેટ ઝડપી હતી. આમ ઈંગ્લેન્ડને માટે આ ચોથી વિકેટ ગુમાવતા મુશ્કેલીમાં વધારો થયો હતો. વિશાળ લક્ષ્ય સામે ઈંગ્લીશ બેટ્સમેનો હવે મુશ્કેલ સ્થિતીનો અનુભવ કરી રહ્યા છે. રોય માત્ર 4 રન નોંધાવીને પરત ફર્યો હતો.
ભૂવનેશ્વર કુમારે છઠ્ઠી ઓવર કસીને કરી હતી. ઓવરમાં માત્ર 3 જ રન ગૂમાવ્યા હતા. આમ પાવર પ્લેમાં ઈંગ્લેન્ડ માત્ર 32 રન જ નોંધાવી શક્યુ હતુ અને 3 વિકેટ ગુમાવી દીધી હતી. ભૂવીએ પોતાની ત્રણ ઓવરમાં માત્ર 10 જ રન આપ્યા હતા.
હાર્દિક પંડ્યાએ પહેલા ડેવિડ મલાનને બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો. બાદમાં ઓવરમાં બીજી વિકેટના રુપમાં લિયામ લિવિંગસ્ટોનની વિકેટ ઝડપી છે. આમ પાંચમી ઓવરમાં જ ઈંગ્લેન્ડ પર મુશ્કેલીઓ હાર્દિકના હુમલાથી ઉતરી આવી હતી.
A brilliant over from @hardikpandya7 as he picks up the wickets of Dawid Malan and Liam Livingstone.
Live – https://t.co/Xq3B0KTRD1 #ENGvIND pic.twitter.com/ZixqDRBVZM
— BCCI (@BCCI) July 7, 2022
ડેવિડ મલાનની વિકેટ હાર્દિક પંડ્યાએ ઝડપીને ભારતને બીજી મોટી રાહત આપી છે. ઇંગ્લેન્ડના માટે બીજો મોટો ઝટકો છે. મલાને ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો, પરંતુ બીજા બોલ પર જ હાર્દિક પંડ્યાએ તેનો શિકાર કર્યો હતો. બોલ બેટની કિનારીને અડકીને સ્ટંપને ઉડાવી જતા આઉટ થયો હતો. મલાન 21 રન નોંધાવી પરત ફર્યો હતો.
ચોથી ઓવર લઈને અર્શદીપ આવ્યો હતો. ડેબ્યૂ મેચમાં તેણે આ ઓવરમાં મલાનના બેટથી બે સળંગ ચોગ્ગા સહન કર્યા હતા. તેણે ઓવરમાં 11 રન આપ્યા હતા.
ડેવિડ મલાને ત્રીજી ઓવરમાં ચોગ્ગો લગાવ્યો હતો. ભૂવનેશ્વર કુમાર આ ઓવર લઈને આવ્યો હતો અને જેની પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 7 રન ઈંગ્લેન્ડના ખાતામાં આવ્યા હતા.
ભૂવનેશ્વર કુમારે પ્રથમ ઓવરમાં જ પ્રથમ સફળતા અપાવી છે. ઇંગ્લેન્ડના સુકાનીને તેના પ્રથમ બોલ પર જ ક્લિન બોલ્ડ કરી દીધો હતો. એટલે કે ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બટલર પરત ફર્યો હતો. ભારત માટે મોટી સફળતા રહી છે.
જેસન રોય અને જોસ બટલર બંને ક્રિઝ પર આવ્યા છે. તેમની સામે 199 રનનુ લક્ષ્ય છે. જ્યારે ભારતીય બોલરોએ તેને બચાવવાનુ કાર્ય કરવાનુ છે. ભૂવનેશ્વર કુમાર પ્રથમ ઓવર લઈને આવ્યો છે.
ભારતે સાતમી વિકેટ દિનેશ કાર્તિકના રુપમાં ગુમાવી છે. કાર્તિક 11 રન નોંધાવીને પરત ફર્યો હતો. જોકે ભારતીય ટીમ 200 રનના સ્કોરની નજીક પહોંચી ચુકી છે.
અડધી સદી નોંધાવ્યા બાદ હાર્દિક પટેલ આઉટ થયો છે. તે 18મી ઓવરમાં બ્રૂકના હાથમા ડીપ પોઈન્ટ પર કેચ ઝડપાયો હતો. તેણે શાનદાર ઈનીંગ રમી હતી. તે 51 રન નોંધાવીને પરત ફર્યો હતો.
હાર્દિક પંડ્યાએ પાર્કિસનના બોલ પર 17મી ઓવરમાં છગ્ગો જમાવ્યો હતો. પાંચમા બોલ પર છગ્ગો જમાવ્યા બાદ તેણે ઓવરના અંતિમ બોલ પર સિંગલ રન લેવા સાથે જ પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી20 ફીફટી નોંધાઈ છે.
17મી ઓવર પાર્કિસન લઈને આવ્યો હતો અને જેના ચોથા બોલ પર અક્ષર પટેલે વિકેટ ગુમાવી હતી. તે 17 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેનો કેચ એક્સ્ટ્રા કવર પર રોયએ ઝડપ્યો હતો.
16મી ઓવરમાં 8 રન આવ્યા હતા. ઓવરના ચોથા બોલ પર અક્ષર પટેલે મિડ-વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો હતો. અક્ષર ધીમે ધીમે હાર્દિક પંડ્યા સાથે ઇનિંગ્સને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે.
હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ બંને ગુજ્જુ ખેલાડીઓ ક્રિઝ પર છે. બંનેના ખભા પર ટીમ ઈન્ડિયાના મોટા સ્કોર પર લઈ જવાની જવાબદારી છે. બંનેએ 13મી ઓવરમાં ત્રણ ચોગ્ગા જમાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ લિયામ લિવિંગ્સ્ટોન ની ઓવરમાં શરુઆતમાં બે સળંગ ચોગ્ગા લગાવ્યા હતા. બાદમાં ચોથા બોલ પર અક્ષર પટેલે ચોગ્ગો ફટકાર્યો હતો..
સૂર્યકુમાર 12 મી ઓવરમાં જોર્ડનનો શિકાર થયો હતો. જોર્ડને માથાને ટાર્ગેટ કરતા બોલ ડિલિવર કર્યો હતો. જેને પુલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જબરદસ્ત બાઉન્સર તેના બેટને હળવો અડીને પસાર થઈ ગયો હતો. રિવ્યૂ લેતા જેમાં સૂર્યા આઉટ આપવામાં આવ્યો હતો. સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 39 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા જમાવ્યા હતા.
ટિમાલ મિલ્સ 11 મી ઓવર લઈને આવ્યો હતો અને તેની ઓવરના ચોથા બોલ પર સૂર્યકુમારે છગ્ગો ફટકાર્યો હતો. ડીપ ફાઈન લેગ પર થઈને તેણે બોલને સીધો જ બહાર મોકલ્યો હતો. આ પહેલા ટિમાલે પ્રથમ બોલ વાઈડ નાંખ્યો હતો અને બાદમાં ફરી કરેલ બોલ પર હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 11 રન મળ્યા હતા.
10મી ઓવરમાં પાર્કિન્સને 14 રન આપ્યા હતા. પંડ્યાએ ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. તે જ સમયે, ઓવરના ચોથા બોલ પર, તેણે એક્સ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો. ભારતનો સ્કોર 10 ઓવરમાં 100ને પાર કરી ગયો છે
ક્રિસ જોર્ડને નવમી ઓવરમાં દીપક હુડાને આઉટ કર્યો હતો. હુડ્ડાએ ઓવરના ચોથા બોલ પર ફરી એક શાનદાર શોર્ટ રમ્યો, જોકે આ વખતે બાઉન્ડ્રી ઓળંગી ન શક્યો અને ટીમાલ મિલ્સે તેનો કેચ લીધો હતો. તે 17 બોલમાં 33 રન બનાવીને પરત ફર્યો હતો. તેણે ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
પાર્કિસન 8મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરની શરુઆત જ 4 રન સાથે સૂર્ય કુમારે કરાવી હતી. ઓવરના પાંચમા બોલને પણ ડીપ કવરમાં મોકલીને ચાર રન સૂર્યા મેળવ્યા હતા. આમ બે બાઉન્ડરીની મદદ થી ભારતના ખાતમાં આ ઓવરમાં 8 રન આવ્યા હતા.
7મી ઓવર લઈને ટીમાલ મિલ્સ આવ્યો હતો. ઓવરનો પ્રથમ બોલ ખાલી નિકળ્યો હતો. પરંતુ બીજા બોલને સૂર્યાએ છગ્ગા માટે ફટકાર્યો હતો. લેગ સ્ટંપ શોર્ટ ઓફ લેંથ બોલને પુલ કરી દીધો હતો. ઓવરમાં ભારતને 9 રન મળ્યા હતા.
છઠ્ઠી ઓવર રીસ ટોપ્લી લઈને આવ્યો હતો અને આ ઓવરમાં તેણે 16 રન ભારતને આપ્યા હતા. તેની ઓવરમાં દીપક હુડાએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. બીજા, ચોથા અને છઠ્ઠા બોલ પર હૂડાએ ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ત્રીજા અને પાંચમાં બોલ પર બે ડબલ રન મેળવ્યા હતા. આમ પાવર પ્લેમાં ભારતીય ટીમે 66 રનનો સ્કોર કરી લીધો હતો. જોકે આ દરમિયાન બંને ઓપનરના રુપમાં મહત્વની વિકેટ ગુમાવી હતી.
સૂર્યકુમાર યાદવે ક્રિઝ પર આવવા સાથે જ બાઉન્ડરી ફટકારી દીધી છે. મોઈન અલીના બોલ પર સૂર્યાએ ચોગ્ગો ફટકાર્યો હતો. મોઈન અલી દ્વારા થઈ રહેલી પાંચમી ઓવરનો તે અંતિમ બોલ હતો. મોઈને એક વિકેટ ઝડપવા સામે ભારતને 17 રન આપ્યા હતા.
ઇશાન કિશન સસ્તામાં પરત ફર્યો છે. તેણે 8 રન જ નોંધાવ્યા છે ત્યાં મોઈન અલીનો તે શિકાર થયો છે. તે સ્વીપ કરવા ગયો અને બેટની ઉપરી કિનારી પર વાગ્યો અને ફાઈન લેગમાં રહેલા પાર્કિસનના હાથમાં કેચ ઝડપાયો હતો.
મોઈન અલી એ પોતાની અગાઉ ઓવરમાં રોહિત શર્માની વિકેટ ઝડપી હતી પરંતુ દીપક હૂડાએ મોઈન અલીનુ દબાણ પોતાની પર સહેજ પણ થવા દીધુ નહોતુ. તેણે એક બાદ એક બે છગ્ગા લોંગ ઓન પર જમાવી દીધો હતો. પહેલો છગ્ગો 82 અને બીજો 83 મીટરનો લગાવ્યો હતો.
ચોથી ઓવર લઈને રીસ ટોપ્લી આવ્યો હતો. તેણે પોતાની ઓવરમાં માત્ર બે ડબલ રન આપ્યા હતા. આમ ભારતને ઓવરમાં 4 રન મળ્યા હતા. રોહિત શર્માની વિકેટ ગુમાવ્યા બાદની ઓવરમાં ભારતની રમત ધીમી રહી હતી.
મોઈન અલીએ બે ચોગ્ગાનો માર સહન કર્યા બાદ રોહિત શર્માનો શિકાર કર્યો છે. રોહિત શર્માએ શાનદાર રમતની શરુઆત કરી હતી, જેને મોઈને પોતાની જાળમાં ફસાવીને અટકાવી દીધી છે. જોસ બટલરના હાથમાં હિટમેન કેચ આઉટ થયો હતો. 5 ચોગ્ગાની મદદ 24 રન 14 ઓવરમાં ફટકાર્યા હતા.
ઈંગ્લેન્ડે શરુઆતની ઓવરમાં જ એટલે કે પાવર પ્લેમાં ત્રીજી ઓવરમાં જ સ્પીનરને એટેક પર લગાવ્યો છે. રોહિત શર્માએ મોઈનના ત્રીજા અને ચોથા બોલ પર ચોગ્ગા લગાવ્યા હતા.
બીજી ઓવર રીસ ટોપ્લી લઈને આવ્યો હતો. તેની ઓવરના બીજા અને ત્રીજા બોલ પર રોહિત શર્માએ સળંગ બાઉન્ડરી જમાવી દીધી હતી. ઓવર ભારત માટે સારી રહી હતી અને 11 રન આવ્યા હતા.
પ્રથમ ઓવર લઈને સેમ કરન આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર રોહિત શર્માએ સારા ફુટવર્ક વડે શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો. તેણે મેચની પ્રથમ બાઉન્ડરી ફટકારી હતી. બોલ સીધો જ સાઈટ સ્ક્રીન ને જઈ અથડાયો હતો. પ્રથમ ઓવરમાં 9 રન આવ્યા હતા.
રોહિત શર્મા અને ઈશાન કિશનનની જોડી ક્રિઝ પર આવી પહોંચી છે અને ભારતીય ટીમની બેટીંગ શરુ થઈ ચુકી છે. આ સાથે જ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી20 શ્રેણીનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ઓવર સેમ કરન લઈને આવ્યો છે.
ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન-વિકેટકીપર), જેસન રોય, ડેવિડ મલાન, લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, હેરી બ્રુક, સેમ કુરન, ક્રિસ જોર્ડન, રીસ ટોપલી, ટિમાલ મિલ્સ, મેટ પાર્કિન્સન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન રોહિતે કહ્યું, ‘અમે પહેલા બેટિંગ કરીશું. પિચ સારી છે અને તડકો પણ નિકળેલો છે. પહેલા બેટિંગ કરવાનો નિર્ણય વધુ સારો રહેશે.
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ આજે ભારત માટે ડેબ્યૂ કરશે. રોહિત શર્માએ આ યુવા ખેલાડીને ડેબ્યૂ કેપ આપી હતી. આ ખેલાડી આયર્લેન્ડ પ્રવાસ પર પણ ટીમ સાથે હતો પરંતુ ત્યારબાદ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.
ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે આજથી T20 સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ સાઉથમ્પટનમાં રમાઈ રહી છે. ભારતની કમાન રોહિત શર્માના હાથમાં છે જ્યારે ઈંગ્લેન્ડની કમાન જોસ બટલરના હાથમાં છે.
Published On - 10:11 pm, Thu, 7 July 22