IND Vs ENG 1st ODI Match Report Today: ભારતે 10 વિકેટે ઈંગ્લેન્ડ સામે શાનદાર વિજય મેળવ્યો, રોહિત શર્માની અડધી સદી

|

Jul 12, 2022 | 9:55 PM

IND Vs ENG 1st ODI Match Report Today: ભારતીય ટીમે વન ડે સિરીઝની શરુઆત જીત સાથે કરી છે, ભારતે શ્રેણીમાં 1-0 થી સરસાઈ મેળવી છે

IND Vs ENG 1st ODI Match Report Today: ભારતે 10 વિકેટે ઈંગ્લેન્ડ સામે શાનદાર વિજય મેળવ્યો, રોહિત શર્માની અડધી સદી
Rohit Sharma એ અડધી સદી નોંધાવી

Follow us on

ઈંગ્લેન્ડમાં રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે. બે દિવસ પહેલા ટી-20 સિરીઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket team) ત્રણ મેચની વનડે સિરીઝમાં પણ જોરદાર શરૂઆત કરી હતી. લંડનના ઓવલમાં મંગળવારે 12 જુલાઈએ રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને ખૂબ જ સરળતાથી 10 વિકેટથી હરાવ્યું હતું. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની રેકોર્ડબ્રેક ઘાતક બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને માત્ર 110 રનમાં સમેટી દીધું હતુ. કેપ્ટન રોહિત અને શિખર ધવનની મજબૂત ઓપનિંગ જોડીના દમ પર ભારતે આ આસાન ટાર્ગેટ 19 ઓવરની અંદર હાંસલ કરી લીધો હતો. રોહિતે અડધી સદી નોંધાવી હતી.

કેપ્ટન રોહિત શર્મા (76 રન, 58 બોલ, 7 ચોગ્ગા, 5 છગ્ગા), જેઓ છેલ્લા કેટલાક સમયથી T20 ક્રિકેટમાં ઝડપી શરૂઆત કરવાની આદત બનાવી રહ્યા છે, તેણે વનડેમાં પણ આ જ અંદાજ જારી રાખ્યો હતો. સામાન્ય રીતે રોહિત અને ધવનની ઓપનિંગ જોડીમાં રોહિત ધીમી શરૂઆત કરતી જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે દિગ્ગજ ભારતીય બેટ્સમેને ઈંગ્લેન્ડના બોલરોને નિશાને લીધા હતા, જ્યારે ધવને આરામથી બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. રોહિતે પણ શાનદાર સિક્સર વડે 49 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે ધવન (31 રન, 54 બોલ, 4 ચોગ્ગા) સાથે 18મી સદીની ભાગીદારી કરી અને માત્ર 18.4 ઓવરમાં જીત મેળવી લીધી. બંને બેટ્સમેન અણનમ પરત ફર્યા હતા. ધવને ફોર ફટકારીને ટીમને પાર પહોંચાડી હતી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

બુમરાહે ઈંગ્લેન્ડની સ્થિતી ખરાબ કરી

આ પહેલા જસપ્રીત બુમરાહના પ્રથમ સ્પેલમાં ઈંગ્લેન્ડની કમર તોડી નાંખી હતી. બુમરાહ ઈંગ્લેન્ડમાં વનડેમાં 6 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો છે. તેણે 19 રનમાં 6 વિકેટ લીધી, જે ઈંગ્લેન્ડ સામે કોઈપણ ભારતીય બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જેસન રોય, જો રૂટ, લિયામ લિવિંગ્સ્ટન, જોની બેરસ્ટો, બ્રાઈડન કાર્સ અને ડેવિડ વિલી બુમરાહનો શિકાર બન્યા હતા. તેમાંથી રોય અને રૂટને ઈનિંગની બીજી ઓવરમાં માત્ર 3 બોલમાં બુમરાહે આઉટ કર્યા હતા. બંને ખાતું ખોલાવી શક્યા ન હતા. તેના સિવાય લિવિંગસ્ટન પણ રન કર્યા વિના પરત ફર્યો હતો.

ભારત સામે સૌથી ખરાબ સ્કોર

ઈંગ્લેન્ડ તરફથી ટોચના બેટ્સમેનોમાં માત્ર કેપ્ટન જોસ બટલર (30 રન, 32 બોલ, 6 ચોગ્ગા) થોડી તાકાત દર્શાવવામાં સફળ રહ્યો હતો. નીચલા ક્રમમાં, ડેવિડ વિલી (21) અને બ્રાયડન કાર્સ (15) એ 35 રનની મૂલ્યવાન ભાગીદારી કરીને ટીમને 100 રન પહેલા ઢગલો થવાથી બચાવી હતી. ઈંગ્લેન્ડના 110 રન પણ ભારત સામે વનડેમાં તેનો સૌથી ઓછો સ્કોર છે.

Published On - 9:33 pm, Tue, 12 July 22

Next Article