
India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી 3 વનડે મેચોની સિરીઝ રમાશે. પ્રથમ મેચ ઓવલમાં રમાશે. ઈંગ્લેન્ડ સામે ટી-20 સીરીઝ જીત્યા બાદ રોહિત શર્માની નજર વનડે સીરીઝ પર ટકેલી છે. શિખર ધવન આજે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. જો કે આ મેચ પહેલા વિરાટ કોહલીના ઈજાગ્રસ્ત થવાના સમાચાર પણ છે. બીજી તરફ ઇંગ્લિશ ટીમ ટી20 સિરીઝની હારનો બદલો લેવા માંગશે. જો કે, ઈંગ્લેન્ડ વનડે સિરીઝમાં ખૂબ જ મજબૂત ટીમ મેદાનમાં ઉતારવા જઈ રહ્યું છે. 2019ના વર્લ્ડ કપ પછી આ પ્રથમ વખત હશે જ્યારે ઈંગ્લેન્ડ તેમની પ્લેઈંગ ઈલેવનમાં રૂટ, બટલર અને સ્ટોક્સને એકસાથે મેદાનમાં ઉતારશે.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ.
ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન-વિકેટકીપર), જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, લિયામ લિવિંગ્સ્ટન, બેન સ્ટોક્સ, મોઈન અલી, ક્રેગ ઓવરટન, ડેવિડ વિલી, બ્રાઈડન કાર્સ, રીસ ટોપલી.
પ્રથમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને ખૂબ જ સરળતાથી 10 વિકેટથી હરાવ્યું હતું. જસપ્રીત બુમરાહની રેકોર્ડબ્રેક ઘાતક બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને માત્ર 110 રનમાં સમેટી દીધું. કેપ્ટન રોહિત અને શિખર ધવનની મજબૂત ઓપનિંગ જોડીના દમ પર ભારતે આ નાનો ટાર્ગેટ 19 ઓવરની અંદર હાંસલ કરી લીધો હતો.
રોહિત શર્માએ 17મી ઓવરના પહેલા બોલ પર ફાઈન લેગ પર એક શક્તિશાળી સિક્સર ફટકારી અને આ સાથે તેણે પોતાની અડધી સદી પણ પૂરી કરી. રોહિતે ચોથા બોલ પર ચોગ્ગો અને પછીના બોલ પર સિક્સર ફટકારીને આ અડધી સદીની ઉજવણી કરી હતી.
આજે રોહિત અને ધવન સામે ઇંગ્લિશ બોલરો લાચાર દેખાઈ રહ્યા છે. ભારતીય બેટ્સમેનો બંને છેડેથી ઇંગ્લિશ બોલરોને માત આપી રહ્યા છે. ભારત જીતની નજીક જઈ રહ્યું છે. રોહિત પણ અડધી સદીની નજીક છે
રોહિત શર્માએ 10મી ઓવરના છેલ્લા 2 બોલ પર સળંગ સિક્સર અને બાઉન્ડરી ફટકારી અને આ સાથે જ ભારતનો સ્કોર 50 રનને પાર કરી ગયો. રોહિત અને ધવને સારી ભાગીદારી નોંધાવી છે
રીસ ટોપ્લી કસીને બોલીંગ કરી રહ્યો છે, તેણે ફરી એકવાર શિખર ધવનના બેટને બાંધી રાખ્યુ હતુ. ફરી એકવાર તેણે મેડન ઓવર કરી છે. 9મી ઓવર લઈને આવ્યો હતો અને ધવને તેના 6 બોલમાં એક પણ રન નિકાળવામાં સફળ રહ્યો ન હતો.
8મી ઓવર લઈને ક્રેગ ઓવર્ટન આવ્યો હતો, ઓવરના ત્રીજા બોલને સ્કેવર લેગ તરફ ફટકાર્યો હતો.ઓવરમાં ભારતને 9 રન આવ્યા હતા અને આમ ભારત માટે લક્ષ્ય વધુ નજીક અંતિમ ત્રણ ઓવરમાં આવ્યુ છે.
7મી ઓવર રીસ ટોપ્લી લઈને આવ્યો હતો અને આવ્યો હતો. જે ઓવરમાં શિખર ધવને ઉપરા છાપરી બે બાઉન્ડરી ફટકારી હતી. ઓવરના બીજા બોલ પર ડ્રાઈવ કરીને ચાર રન મેળવ્યા હતા. જ્યારે ત્રીજા બોલ પર જબરદસ્ત તાકાત વાળો શોટ લગાવ્યો હતો અને જે દમદાર શોટથી બોલ સીધો જ બાઉન્ડરીની પાર થઈ ગયો હતો. રોહિત શર્માએ પણ ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો જમાવ્યો હતોય. ઓવરમાં 16 રન આવ્યા હતા.
છઠ્ઠી ઓવરમાં પાંચમાં બોલ પર રોહિત શર્માએ બાઉન્ડરી ફટકારી હતી. બેકફુટ રહીને રોહિતે થર્ડમેન તરફ ચાર માટે શોટ લગાવ્યો હતો. ક્રેગ ઓવર્ટન આ ઓવર લઈને આવ્યો હતો અને તેણે 7 રન ભારતને આપ્યા હતા.
5મી ઓવરના ત્રીજા બોલ પર રોહિતે એટલી જોરદાર સિક્સર ફટકારી કે ઇંગ્લિશ બોલર વિલીના હોશ ઉડી ગયા. ભારતીય દાવના પ્રથમ છ રન. રોહિતની સાથે ધવન પણ ક્રિઝ પર રમતમાં છે.
રીસ ટોપ્લી અને ડેવિડ વિલીએ કસીને ઓવર કરી છે. નાના લક્ષ્યને પણ આસાનાથી ભારતને પાર નહીં પાડવાનો પ્રયાસ તેમની બોલીંગ પરથી જોઈ શકાય છે. ચોથી ઓવર ટોપ્લી લઈને આવ્યો હતો. જે ઓવરમાં એક પણ રન લેવાની તક તેણે શિખર ધવનને આપી નહોતી. આમ તેણે મેડન ઓવર કરી હતી.
રોહિત શર્માએ બીજી ઓવરના અંતિમ બોલને બાઉન્ડરી માટે ફટકાર્યો હતો. રીસ ટોપ્લીની ઓવરમાં ચોગ્ગો ફ્રન્ટ ફુટ થી ભારત માટે પ્રથમ ચોગ્ગો ફટકાર્યો હતો.
શિખર ધવન પહેલા જ બોલ પર ડાયમંડ ડક બનવાથી બચી ગયો હતો. રોહિતે વિલીના પહેલા બોલ પર સિંગલ રન કર્યો હતો, પરંતુ અહીં ધવન રનઆઉટ થઈ જતો પરંતુ નસીબે બચી ગયો હતો. બેયરિસ્ટો સીધો થ્રો ચૂકી ગયો અને ધવનને લાઈફલાઈન મળી.
ભારતીય ટીમ સામે પૂરી 50 ઓવરમાં 111 રનનુ આસાન લક્ષ્ય છે. રોહિત શર્મા અને શિખર ધવન ક્રિઝ પર આવ્યા છે. રોહિત-શિખરની જોડીએ ભારતીય દાવની શરુઆત કરી છે. ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ઓવર ડેવિડ વિલી લઈને આવ્યો હતો.
25મી ઓવરના છેલ્લા બોલ પર ચહલ પર ટોપલીએ સિક્સર ફટકારી અને પછીની ઓવરના બીજા બોલ પર બુમરાહે વિલીને બોલ્ડ કર્યો. બુમરાહે 6 વિકેટ લીધી જે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ વિકેટ છે. ઈંગ્લેન્ડની ટીમ 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી
23મી ઓવરના બીજા બોલ પર બુમરાહે કાર્સને બોલ્ડ કર્યો હતો. 103 રન પર ઈંગ્લેન્ડને 9મો ફટકો. કાર્સ 15 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. બુમરાહના બોલે કારના મિડલ સ્ટમ્પને ઉખાડી દીધો હતો. બુમરાહે 5 વિકેટ લીધી છે.
વિલીએ બુમરાહની ઓવરના ત્રીજા અને ચોથા બોલમાં બે ચોગ્ગા ફટકારીને ઈંગ્લેન્ડનો સ્કોર 100 રન સુધી પહોંચાડ્યો હતો. જેવી ઈંગ્લેન્ડના 100 રન પૂરા થઈ ગયા. સ્ટેડિયમમાં હાજર અંગ્રેજ ચાહકો પણ નાચવા લાગ્યા. એક સમયે ઇંગ્લેન્ડ માટે અહીં પહોંચવું અશક્ય લાગતું હતું.
20 ઓવર રમાઈ છે અને ઈંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા છે. ડેવિડ વિલી અને બ્રાઈડન કાર્સ બંને 8-8 રન પર બેટિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી ભારતીય બોલરોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે.
પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં, બ્રાઈડન કાર્સે બેકવર્ડ પોઈન્ટ પર જોરદાર બાઉન્ડરી ફટકારી હતી. મહાન શોટ
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ મળીને આજે ઈંગ્લેન્ડની કમર તોડી નાખી હતી. ઈંગ્લેન્ડની ટીમ ઓવલમાં પોતાનો જ શરમજનક રેકોર્ડ તોડવાની નજીક છે. આ મેદાન પર ODI ક્રિકેટનો સૌથી ઓછો સ્કોર ઈંગ્લેન્ડના નામે છે જેણે 1999માં દક્ષિણ આફ્રિકા સામે 103 રન બનાવ્યા હતા.
મોહમ્મદ શમીની વનડેમાં 150 વિકેટ પૂરી થઈ ગઈ છે. તે સૌથી ઝડપી 150 ODI વિકેટ મેળવનાર વિશ્વનો 5મો બોલર બની ગયો છે. તેણે 4 હજાર 71 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.
શમીએ 17મી ઓવરના ત્રીજા બોલ પર ક્રેગ ઓવરટનને બોલ્ડ કર્યો હતો. છેલ્લી ઓવરમાં ઓવરટને 2 ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ આ ઓવરમાં શમીએ 8 રનમાં પોતાનો દાવ સમેટી લીધો હતો. ઈંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવી દીધી હતી
15મી ઓવરના ત્રીજા બોલ પર શમીએ બાઉન્ડ્રી પર સૂર્યકુમાર યાદવના હાથે બટલરને કેચ આઉટ કરાવ્યો હતો. બટલરને 30 રન પર પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. બટલર શમીના શોર્ટ બોલને સમજી શક્યો નહીં અને તે ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ પુલ કર્યો હતો, જ્યાં સૂર્યકુમારે શાનદાર કેચ ઝડપી લીધો હતો.
ઈંગ્લેન્ડની હાલત ભારત સામે મુશ્કેલ બની ગઈ છે. ઈંગ્લીશ ટીમે તેની છઠ્ઠી વિકેટ ગુમાવી છે. આ વખતે ઓલરાઉન્ડર મોઈન અલીનો શિકાર થયો છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ તેની વિકેટ ઝડપી છે. તે 14 રન નોંધાવીને પરત ફર્યો હતો.
11મી ઓવરમાં પહેલા મોઈન અલીએ હાર્દિક પંડ્યાના બોલ પર ચોગ્ગો અને પછી બટલરે ચોગ્ગો ફટકાર્યો. બંને બેટ્સમેનો ઇંગ્લિશ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
10 ઓવર રમાઈ હતી અને ઈંગ્લેન્ડે 30 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. જસપ્રિત બુમરાહની બોલબાલાએ યજમાનો પર કહેર વર્તાવી દીધો હતો. 4 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
ઈંગ્લેન્ડે 26 રનના સ્કોર પર જ પાંચમી વિકેટ ગુમાવી દીધી છે. જસપ્રીત બુમરાહે તરખાટ મચાવી દીધો છે અને તેણે આ ચોથી વિકેટ મેચમાં ઝડપી છે. આ વખતે લિયામ લિવિંગસ્ટોનને પોતાનો શિકાર બનાવ્યો છે. લિયામ 8 બોલનો સામનો કરીને શૂન્ય રનમાં જ પરત ફર્યો છે. તે ક્લિન બોલ્ડ થયો હતો.
બુમરાહ ઈંગ્લેન્ડ પર તૂટી પડ્યો છે અને તેણે યજમાન ટીમને જે શરૂઆતી ઝટકા પર ઝટકા આપ્યા છે તેનાથી ઈંગ્લેન્ડની કમર તૂટી ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ વન ડેમાં જ સંઘર્ષની સ્થિતીમાં મુકાઈ ગઈ છે.
છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર બુમરાહે જોની બેયરસ્ટોને આઉટ કર્યો હતો. ભારતને ચોથી સફળતા મળી. ઈંગ્લેન્ડ મુશ્કેલીમાં છે.
ઈંગ્લેન્ડની 5 ઓવર પુરી થઈ ગઈ છે, જેમાં ત્રણ મહત્વની વિકેટ ગુમાવી છે, 5 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 17/3,જોની બેરસ્ટો 18 બોલમાં 7 રન અને જોસ બટલર 5 બોલમાં 8 રન બનાવી રમી રહ્યો છે
બેન સ્ટોક્સ પેવેલિયન પરત ફર્યા બાદ શમીની ત્રીજી ઓવરના છેલ્લા બે બોલમાં બટલરે સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા.
ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફરનાર ઈંગ્લેન્ડનો ત્રીજો બેટ્સમેન બેન સ્ટોક્સ આઉટ
બુમરાહે રોય અને રૂટને એક જ ઓવરમાં પેવેલિયન મોકલી દીધા હતા. ભારત તરફથી શાનદાર શરૂઆત. રૂટ પંતના હાથે બુમરાહના હાથે કેચ આઉટ થયો હતો. ભારતને આવી જ શરૂઆતની જરૂર હતી
જસપ્રીત બુમરાહે ભારતને પ્રથમ સફળતા અપાવી છે. બીજી ઓવરના ચોથા બોલ પર તેણે રોયને બોલ્ડ કર્યો હતો. ભારત તરફથી શાનદાર શરૂઆત
ઈંગ્લેન્ડની બેટિંગ શરૂ, જેસન રોય અને જોની બેરસ્ટો ક્રિઝ પર આવ્યા. મોહમ્મદ બોલિગ કરી રહ્યો છે
🚨 A look at #TeamIndia‘s Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/8E3nGmlNOh #ENGvIND pic.twitter.com/BgVnnffbT6
— BCCI (@BCCI) July 12, 2022
ભારતે ટોસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું
🚨 Toss Update 🚨#TeamIndia have elected to bowl against England in the first #ENGvIND ODI.
Follow the match ▶️ https://t.co/8E3nGmlNOh pic.twitter.com/8xh9xJdWxs
— BCCI (@BCCI) July 12, 2022
ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્મા સંભાળી રહ્યા છે જ્યારે યજમાન ટીમની કમાન વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર પાસે છે. અગાઉ બંને T20 સિરીઝમાં આમને-સામને હતા, જ્યારે ભારતે 2-1થી જીત મેળવી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની સિરીઝની પ્રથમ ODI લંડનના ઓવલ મેદાન પર રમાશે. ટોસ સાંજે 5 વાગ્યે થશે.
વિરાટ કોહલીની રમત પર હજુ પણ શંકા યથાવત છે. વાસ્તવમાં તેની ઈજાના અહેવાલો છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ દરમિયાન તે ઓવલમાં પણ જોવા મળ્યો હતો.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ઓવલમાં પ્રથમ વનડે મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ રોહિતના નેતૃત્વમાં ટી-20 સિરીઝ પર કબજો જમાવ્યો હતો અને હવે તેની નજર વનડે સિરીઝ પર છે.
Published On - 4:38 pm, Tue, 12 July 22