IND vs BAN: ઉમરાન મલિકે 151 KMPH ની ઝડપે ઉખાડ્યુ સ્ટંપ, નઝમૂલને બતાવ્યો બતાવ્યો બહારનો રસ્તો-Video

India Vs Bangladesh 2nd ODI: બાંગ્લાદેશના નઝમૂલ હુસૈન શાન્તોનુ સ્ટંપ ઉમરાન મલિકે ગજબ સ્પિડે ઉડાવી દીધુ હતુ.

IND vs BAN: ઉમરાન મલિકે 151 KMPH ની ઝડપે ઉખાડ્યુ સ્ટંપ, નઝમૂલને બતાવ્યો બતાવ્યો બહારનો રસ્તો-Video
Umran Malik એ 151 કિમીની ઝડપે બોલ ફેંક્યો
| Edited By: | Updated on: Dec 07, 2022 | 3:03 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વન ડે મેચ રમાઈ રહી છે. આ દરમિયાન ઉમરાન મલિકે તેની ગતિ વડે ફરી વાર સૌ કોઈને આશ્ચર્ય સર્જી દીધુ હતુ. મલિકે પોતાની બીજી ઓવરમાં વિકેટ ઝડપવામાં સફળતા મેળવી હતી. આ વિકેટ તેણે તેના બોલની ગતિ વડે મેળવીને સૌ કોઈને દંગ કરી દીધા હતા. રાઉન્ડ ધ વિકેટ આવીને બોલ ડિલિવર કર્યા હતો અને વિકેટ ઝડપી હતી.

ઉમરાન મલિકે બાંગ્લાદેશના બેટ્સમેન નઝમૂલ હુસૈન શાંતોને બોલ્ડ કર્યો હતો. ડાબોડી બેટ્સમેનને 151 કિલમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ કર્યો હતો. જેને સમજવામાં શાંતો નિષ્ફળ રહ્યો હતો અને બોલ સિધો જ સ્ટંપ ઉખેડી ગયો હતો.

શાંતોએ મોટી સફળતા અપાવી હતી

ટીમ ઈન્ડિયાને મોટી સફળતા ઉમરાન મલિકે અપાવી હતી. શાંતો એક દમ સેટ થઈ ચૂક્યો હતો અને એવા સમયે જ ઉમરાન મલિકે તેની વિકેટ ઉખેડી દીધી હતી. શાંતો એ 21 રન બનાવીને વિકેટ ગુમાવી હતી. બાંંગ્લાદેશની રનની ગતિ ધીમી રહેતા રાહત રહી હતી.

વિકેટ ગુમાવવા પહેલા મોહમ્મદ અને શાંતો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. 8મી ઓવરમાં જ મોહમ્મદ સિરાજ અને શાંતો વચ્ચે ગરમા ગરમીનો માહોલ સર્જાયો હતો.

 

 

સિરાજે પણ શાનદાર ઓવર કરી

માત્ર ઉમરાન જ નહીં, મોહમ્મદ સિરાજે પણ અદભૂત બોલિંગ કરી હતી. આ જમણા હાથના ફાસ્ટ બોલરે ઈનામુલ હકને LBW આઉટ કર્યો હતો. આ સાથે જ બાંગ્લાદેશી કેપ્ટન લિટન દાસે પણ સિરાજના બેસ્ટ ઇન-કટર પર બોલિંગ કરી હતી.

મેચની વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનું પસંદ કર્યુ હતું. ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા હતા. ઉમરાન અને અક્ષર પટેલને તક આપવામાં આવી હતી જ્યારે કુલદીપ સેન અને શાહબાઝ અહેમદને પડતો મૂકવામાં આવ્યો હતો.

મેચ શરૂ થતા જ કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. બીજી ઓવરમાં તે એક કેચ ચૂકી ગયો અને આ દરમિયાન બોલ તેના અંગૂઠામાં વાગ્યો જેનાથી લોહી નીકળવા લાગ્યું. આ પછી રોહિત શર્માને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનો એક્સ-રે કરવામાં આવશે.

 

Published On - 2:51 pm, Wed, 7 December 22