
ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશના પ્રવાસે છે. જ્યાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચોની વન ડે શ્રેણી રમાઈ રહી છે. ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણીને 0-2 થી ગુમાવી દીધી છે. હવે વન ડે શ્રેણીની અંતિમ મેચ શનિવારે રમાનારી છે. ભારતીય ટીમ હવે ક્લીન સ્વીપથી બચવા માટે શનિવારે પુરી તાકાત લગાવી કોઈ પણ ભોગે મેચ જીતી લેવી જરુરી છે. આ માટે હવે પ્લેઈંગ ઈલેવનમાં કેવો ફેરફાર કરાશે એની પર નજર મંડરાઈ રહી છે.
ભારતીય ટીમમાં કુલદીપ યાદવને સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમનો સુકાની રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો છે. કેપ્ટન સહિત ત્રણ ખેલાડીઓ ઈજાનો ભોગ બન્યા છે. આવી સ્થિતીમાં હવે ટીમ ઈન્ડિયામાં ફેરફાર થવો નિશ્ચિત મનાય છે.
ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્મા અગાઉની વન ડેમાં ફિલ્ડીંગ કરવા દરમિયાન ઈજાનો ભોગ બન્યો હતો. જોકે રોહિત શર્માએ સંઘર્ષ કરી રહેલી ટીમ ઈન્ડિયાને માટે બેટિંગ કરવા માટે ઉતર્યો હતો અને તોફાની અડધી સદી નોંધાવી હતી. જોકે મેચ બાદ રોહિત શર્મા મુંબઈ જવા રવાના થઈ ગયો હતો. મેચમાં દીપક ચાહર પણ ઈજાનો ભોગ બન્યો હતો. જ્યારે પ્રથમ વન ડે ગુમાવ્યા બાદ કુલદીપ સેન પણ પીઠની સમસ્યા અનુભવવા લાગ્યો હતો. આમ કુલદીપ પણ વન ડે શ્રેણીથી બહાર થઈ ગયો હતો.
રોહિત શર્મા મુંબઈ પરત ફરી ગયા બાદ હવે ત્રીજી અને અંતિમ વન ડેમાં વાઈસ કેપ્ટન કેએલ રાહુલ સુકાન સંભાળશે. રોહિત શર્માના બહાર થવા સાથે ભારતીય ટીમના ટોપ ઓર્ડરમાં સમસ્યા સર્જાઈ છે. કારણ કે બીજી વન ડે મેચમાં વિરાટ કોહલી અને શિખર ધવન ઓપનીં જોડીના રુપમાં ઉતર્યા હતા. જ્યાં આ જોડીનો ફ્લોપ શો જોવા મળ્યો હતો. આવી સ્થિતીમાં હવે સુકાન સંભાળનાર રાહુલ પોતે જ ઓપનીંગ કરવા માટે મેદાને ઉતરી શકે છે. જ્યારે રોહિતના સ્થાને રાહુલ ત્રિપાઠી કે રજત પાટીદાર બંનેમાંથી કોઈ એક ને ટોપ ઓર્ડરમાં સ્થાન મળી શકે છે.
કેએલ રાહુલ, રાહુલ ત્રિપાઠી/રજત પાટીદાર, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક
Published On - 4:43 pm, Fri, 9 December 22