
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે મજબૂત સ્થિતી બની ચુકી છે. ભારતે 400 થી વધુનો સ્કોર ખડક્યો છે. જેની સામે બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઈનીંગમાં ભારતીય ટીમના સ્કોરની નજીક પહોંચવા માટે સંઘર્ષની સ્થિતીમાં જોવા મળી રહી છે. આ દરમિયાન યજમાન ટીમના લિટ્ટન દાસ અને સિરાજ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. ઘર્ષણ બાદ સિરાજના બોલ પર જ દાસ તુરત જ બોલ્ડ થઈ ગયો હતો.
સિરાજ અને લિટ્ટન વચ્ચે શાબ્દિક ઘર્ષણ 14મી ઓવરમાં સર્જાયુ હતુ. લિટન દાસે સિરાજ સામે કેટલાક શોટ લગાવ્યા હતા. જે બાદ બંને વચ્ચે શાબ્દિક બોલચાલ સર્જાઈ હતી. સિરાજે જણ કંઈક કહ્યુ હતુ અને મામલો ગરમાયેલો જોવા મળ્યો હતો, દાસે સિરાજને કંઈક ઈશારો કર્યો હતો. જોકે મામલો વધુ ગરમાય એ પહેલા જ દાસને અંપાયરે અટકાવી દીધો હતો.
ગરમાગરમી વચ્ચે સિરાજે લિટ્ટનને આગળના બોલે જવાબ વાળી દીધો હતો. આ જવાબ યજમાન ટીમના મહત્વના ખેલાડીનો ખેલ ખતમ કરનારો હતો. સિરાજે ઈનકટર બોલ કર્યો અને જે દાસ રમવામાં સફળ રહ્યો નહી. બોલ નિચો હતો અને સિધો જ તેના સ્ટંપને ઉખેેડીને નિકળી ગયો હતો. આ દરમિયાન સિરાજે લિટ્ટન દાસ તરફ આંગળી ચીંધીને ચૂપ રહેવા માટે ઈશારો કર્યો હતો. જ્યારે સ્લિપમાં ઉભેલા વિરાટ કોહલીએ કાન પર હાથ રાખીને બાંગ્લાદેશના ચાહકોને ઈશારો કર્યો હતો.
ચટગાંવની આ પિચ સ્પિનરો માટે અનુકૂળ છે, પરંતુ સિરાજે અહી શાનદાર બોલિંગ કરી હતી. સિરાજે આ પહેલા નજમુલ હુસૈન શાંતો અને ઝાકિર હસનનો શિકાર કર્યો હતો. ઉમેશ યાદવે પણ સારી બોલિંગ કરી હતી. બંને પ્રથમ ટેસ્ટમાં વિકેટો ઝડપવામાં સફળ રહ્યા હતા. બીજા દિવસની રમત સુધીમાં 4 વિકેટ કુલદીપે અને 3 વિકેટ સિરાજે ઝડપી હતી.
Action – reaction. pic.twitter.com/VVPJlIHNqa
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 15, 2022
ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. 404 રનનો સ્કોર ભારતે પ્રથમ ઈનીંગમાં નોંધાવ્યા હતા. ચેતેશ્વર પુજારાએ 90 રનની ઈનીંગ રમી હતી. જ્યારે શ્રેયસ અય્યરે 86 રનની ઈનીંગ રમી હતી. બીજા દિવસે અશ્વિન અને કુલદીપ યાદવે પણ શાનદાર બેટિંગ કરી હતી. અશ્વિને અડધી સદી નોંધાવતા 58 રન નોંધાવ્યા હતા. કુલદીપે 40 રનનુ યોગદાન કર્યુ હતુ.
Published On - 3:53 pm, Thu, 15 December 22